પેટ ઓછું કરવું છે? તો જાણો શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ

0
631
views

વજન ઓછો કરવો સરળ નથી પરંતુ યોગ્ય રીતે યોજના બનાવીને તેના પર અમલ કરવામાં આવે તો એટલું મુશ્કેલ પણ નથી. ગમે તેટલી એક્સરસાઇઝ કરી લો, જીમમાં વર્કઆઉટ કરીને પરસેવો વહાવો પરંતુ યોગ્ય ખાણીપીણી નહીં હોય તો આ બધું જ વ્યર્થ છે. એટલા માટે આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે વજન ઓછું કરવા માટે ખોરાકમાં શું લેવું જોઈએ અને શું ન લેવું જોઈએ.

વજન ઓછું કરવા માટે શું ખાવું

 • જો પેટ ઓછું કરવા માંગો છો તો ખોરાકમાં કાર્બોહાઈડ્રેડ ઓછું લો. સફેદ ભાત, બિસ્કિટ અને ચોખાની રોટલી જેવા સાધારણ કાર્બોહાઈડ્રેટ માં વધારે શુગર હોય છે જે ખૂબ જ નુકસાનદાયી હોઈ શકે છે. જટિલ કાર્બોહાઈડ્રેટ બાજરાની રોટલી, ઓટ્સ અથવા બ્રાઉન રાઈસનું સેવન ફાયદાકારક થશે.
 • પ્રોટીનથી ભરપૂર આહાર લો. મગની દાળને પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. ૧૦૦ ગ્રામ મગની દાળમાં ૨૪ ગ્રામ પ્રોટીન હોય છે. પ્રોટીન વૃક્ષ અને પશુ સ્ત્રોત બંનેમાં મળી આવે છે. પશુ સ્ત્રોત જેવા કે ચિકન, માછલી અને ઈંડામાં હાઈ પ્રોટિન હોય છે. બીજી તરફ પ્રોટીનના પ્રમુખ સ્ત્રોતમાં નટસ, બીજ, બટેટા, આખું અનાજ સામેલ છે.

 • સ્થૂળતા ઘટાડવી હોય તો વિટામિનને આહારમાં સામેલ કરો. નટસ, ફળ અને પાંદડાવાળા શાકભાજી ખાઓ. વિટામીન સી જેવા કે લીંબુ, જામફળ, સંતરા વગેરેનું સેવન એ લોકો માટે ફાયદાકારક છે જે વજન ઓછું કરવા માંગે છે.
 • રાતે સુતા પહેલા ગ્રીન ટી પીવાથી તમે પોતાનું લક્ષ્ય જલ્દી મેળવી શકો છો.
 • રાત્રે ડિનર બાદ ચેરી ખાઓ. તેને ખાવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.
 • વજન ઘટાડવા માટે તજ નો ઉપયોગ ફાયદાકારક રહેશે. સવારના નાસ્તા પહેલા અને રાતે સુતા પહેલા તેને લઈ શકો છો.

 • મધ લેવું કારણ કે તેમાં રહેલ આવશ્યક હોર્મોન ભૂખને દબાવવામાં અને વજન ઘટાડવામાં સહાયક બને છે.
 • શરીરમાં પાણીની ઉણપને લીધે મેટાબોલિઝમ પર ખરાબ અસર પડે છે જેનાથી શરીર ફેટ બર્ન કરી શકતું નથી. પરંતુ વધારે પાણી પીવાથી ભૂખ પણ કંટ્રોલમાં રહે છે અને વજન પણ વધતું નથી.

શું ન ખાવું જોઈએ

 • સુગર વાળા ડ્રિંકને અવોઇડ કરવા જોઇએ. તેમાં વધુ પ્રમાણમાં શુગર હોય છે.
 • બહારનું ભોજન ન લેવું જોઈએ કારણ કે એક દિવસ બહાર કરવાથી તમારો પૂરો ટાર્ગેટ ગરબડ થઈ શકે છે.
 • લોકો વજન ઘટાડવા માટે દહીં નું સેવન વધારે કરે છે, પરંતુ વધારે સેવન કરવાથી વજન ઘટાડવામાં બાધા ઉત્પન્ન થાય છે.

 • સમોસા, મોમોસ અને નૂડલ્સમાં મેંદો હોય છે, જેમાં કોઈ ફાઇબર હોતું નથી. એ રિફાઇન્ડ લોટ છે જે તમારું વજન વધારે છે.
 • ડીપ ફ્રાઇડ વસ્તુઓ ખાવી નહીં, તે તમારું વજન વધારશે.
 • આલ્કોહોલ પણ શરીરમાં સ્થૂળતા વધારે છે. તેનાથી ફેટી લીવર ડિસીઝ થવાનો પણ ખતરો વધી જાય છે.
 • વધારે પ્રમાણમાં મીઠાનો ઉપયોગ ન કરવો.
 • ફ્રેન્ચ ફ્રાયને હેલ્ધી ન સમજવી. તેમાં ખૂબ જ ઓછા વિટામિન, મિનરલ અથવા ફાઇબર હોય છે. તેમાં વધારે સોડિયમ અને ટ્રાન્સ ફેટ હોય છે જે તમારા પેટ માટે યોગ્ય નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here