પેશાબ કરતાં સમયે ભુલથી પણ ના કરો આ ભુલો, નહિતર ભોગવવું પડશે ખરાબ પરિણામ

0
9720
views

વ્યક્તિ જ્યારે પેશાબ કરે છે ત્યારે ઘણી ભૂલો કરતા હોય છે. અને તે એ વાતથી પણ અજાણ હોય છે કે આવી નાની નાની ભૂલો પોતાના સ્વાસ્થ્ય ઉપર કેટલી અસર કરે છે. પેશાબ કરતા સમયે આવી ભૂલો થાય તો ઘણી મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે. જો સવારે ઉઠતાં જ પેશાબ થાય અને નિત્યક્રિયા થાય તો તે ખૂબ જ સારું છે. વિજ્ઞાન પણ આ વાતમાં કહે છે કે પેશાબ કરતા સમયે જો અમુક ભૂલો થાય તો તેની અસર સ્વાસ્થ્ય પર પડે છે. જાણો પેશાબ સાથે સંકળાયેલી ભૂલો કયુ નુકસાન કરે છે.

ગંદા ટોયલેટ નો ઉપયોગ કરવો

તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પેશાબ કરતા સમયે ગંદી જગ્યા નો ઉપયોગ ના કરવો જોઈએ. ખાસ રીતે આ વાતમાં મહિલાઓએ વધુ ધ્યાન આપવું જોઈએ. જો તમે મજબૂત ના સમયે સાર્વજનિક ટોયલેટ નો ઉપયોગ કરો છો તો વધુ સાવધાન રહેવું. જ્યારે તમે પેશાબ કરો છો ત્યારે ટોયલેટ સીટ પર સારી રીતે પાણી નાખવું ત્યારબાદ જ પેશાબ કરવો. જો તમે ગંદી જગ્યા પર પેશાબ કરો છો તો તેનાથી તમને યુરિન ઇન્ફેક્શન થવાની સંભાવના રહે છે અને તેની સાથે ઘણી સમસ્યાઓ ઉદ્ભવે છે.

પેશાબ રોકવો જોઈએ નહીં

ઘણા માણસો માં આવી આદત હોય છે કે કામ કરવાના કારણે કે પછી બીજા કોઈ કારણોસર તે લાંબા સમય સુધી પેશાબ રોકી રાખે છે અને જ્યારે તેમનાથી સહન ના થાય ત્યારે તે પેશાબ કરે છે. પરંતુ તેમની આ નાની ભૂલ તેમના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર કરે છે. આવુ કરવાથી કિડની ઉપર અસર થાય છે. જો તમે વારંવાર આવું કરો છો તો તમારી કિડની પણ ખરાબ થઇ શકે છે.

પેશાબમાં વધુ ફીણ

જ્યારે તમે પેશાબ કરો અને તમને લાગે કે તમારા પેશાબમાં ફીણ થાય છે. જો તમને આ સમસ્યા વધુ જોવા મળે તો તુરંત ડોક્ટરની સલાહ લેવી પેશાબ માં ફીણ આવવુ ઘણી સમસ્યાઓને સંકેત આપે છે. કિડની ખરાબ થવી, યુરિન ઇન્ફેક્શન થવું તેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે.

પેશાબમાં વાસ આવવી

જો તમારા પેશાબ માં વધુ દુર્ગંધ આવે તો તુરંત ડોક્ટરની સલાહ લેવી. અને સમયસર તેની દવા જરૂર કરાવી જેથી કોઈ મોટી મુસીબત ના આવે.

પાણી નુ વધુ સેવન

સામાન્ય રીતે દિવસ દરમિયાન વ્યક્તિને 4 લિટર પાણી અવશ્ય પીવું જોઈએ. તેનાથી આપણા શરીરની સારી સફાઈ થઈ જાય છે. જેના લીધે અનેક ગંભીર બિમારીઓથી બચી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here