પત્નીના ઓપરેશન માટે પૈસા ઓછા પડવાથી તે વ્યક્તિ અડધી રાતે મંદિરમાં પ્રાર્થના કરવા માટે ગયો અને પાછળ ફરીને જોયું તો….

0
1073
views

મોડી રાતનો સમય હતો. તે વ્યક્તિએ પાંચ લાખ રૂપિયા અને કીમતી ઘડિયાળ પહેરી હતી અને ઘડિયાળમાં રાત્રિના બે વાગ્યાનો સમય થયો હતો. તે વ્યક્તિ ખૂબ જ અજીબ લાગતો હતો. ઘડિયાળનો પણ તે ખૂબ જ શોખીન જણાઈ આવતો હતો. ખૂબ જ પૈસાદાર હોવાથી તેની પાસે ઘડિયાળનો પણ સારું એવું કલેક્શન હતું. મધરાત્રી થઈ હોવા છતાં પણ તેને ઊંઘ રાત આવતી નહોતી. તે થોડી થોડી વારે પથારીમાં પડખા ફરી રહ્યો હતો. વ્યક્તિના મનમાં વિચારો ચાલુ હતા અને તેને ઉંઘ આવતી ન હતી. થોડા થોડા સમયના અંતરે તે પોતાની ઘડિયાળમાં સમય જોયા કરતો હતો. ઊંઘ ન આવતી હોવાથી કંટાળીને તે પોતાના ઘરની અગાસી પર આંટો મારવા ગયો.

ધાબા પર ઘણો સમય સુધી તેણે ચક્કર લગાવ્યા પરંતુ તેને ઉંઘ આવી રહી ન હતી. જેથી તેણે ચા પીધી અને ત્યારબાદ સિગરેટ પણ પીધી તેમ છતાં પણ તેને ઉંઘ આવી રહી ન હતી. કંટાળીને તે વ્યક્તિ પોતાની અગાસી પરથી નીચે આવી ગયો અને વિચાર કર્યો કે બહાર કોઇ જગ્યાએ ચક્કર લગાવી આવું. ઘરના પાર્કિંગમાંથી પોતાની ગાડી બહાર કાઢી અને બહાર જવા નીકળ્યો ત્યારે સિક્યુરિટી ગાર્ડ મેન ગેટ ખોલ્યો. મેઇન ગેટ પર ઉભેલા સિક્યુરિટી ગાર્ડને પણ નવાઈ લાગી તેણે પોતાના શેઠને ક્યારેય જાતે ગાડી ચલાવતા જોયા ન હતા, તેઓ હંમેશાં પોતાના ડ્રાઈવર ને સાથે લઈ જતા હતા. પરંતુ આજે અડધી રાતે તેઓ જાતે ડ્રાઇવિંગ કરીને બહાર જઈ રહ્યા હતા.

શહેરની સમશાન સડકો પર તેઓ ગાડી ચલાવતા ચલાવતા ઘણા દૂર નીકળી ગયા જ્યાં તેમણે રસ્તામાં એક મંદિર દેખાયું. ત્યારે શેઠના મનમાં વિચાર આવ્યો કે ચાલ થોડીવાર માટે મંદિરમાં જઈને ભગવાન પાસે પ્રાર્થના કરું જેથી મારી ચિંતામાં થોડી મને રાહત મળે. પછી ભગવાનનાં દર્શન કરીને ઘરે પરત ફરી જઈશ અને આરામથી ઊંઘી જઈશ. જેથી તેમણે મંદિરની બહાર પોતાની ગાડી પાર્ક કરી અને મંદિરની અંદર ગયા.

તેઓ મંદિરની અંદર પ્રવેશ્યા અને જોયું તો ભગવાનની મૂર્તિની બાજુમાં એક વ્યક્તિ બેસેલો હતો. રાત્રિના અંધારામાં પણ ચંદ્રના પ્રકાશમાં તે વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ દેખાઈ આવતો હતો. તે વ્યક્તિના ચહેરા પર ચિંતાના વાદળો દેખાઈ આવતા હતા અને તેના હાવભાવ પણ યોગ્ય લાગી રહ્યા ન હતા. મંદિરમાં ભગવાનની મૂર્તિની એકદમ નજીક બેસેલા એ વ્યક્તિની આંખમાં કરતા દેખાય આવી રહી હતી. ખૂબ જ ઉદાસ ચહેરા સાથે અને જાણે આંખમાંથી આંસુ સરી પડશે તેઓ તેનો ચહેરો જણાઈ આવતો હતો. તે વ્યક્તિને જોઈને શેઠને મનમાં થયું કે, ચાલ હું એ વ્યક્તિ ને પૂછી જો કે તે કોઇ તકલીફમાં છે? આવો વિચાર કરીને શેઠ વ્યક્તિને નજીક ગયા અને તેને પૂછ્યું, ભાઈ, આટલી મોડી રાત્રિએ મંદિરમાં શા માટે બેઠો છે?

પેલા વ્યક્તિએ શેઠને જવાબ આપ્યો કે, મારી પત્નીને અહીં નજીકના એક દવાખાનામાં દાખલ કરેલ છે અને તેનું ઓપરેશન કરવાનું છે. મારી પાસે પૈસા નથી અને સવારે મારી પત્નીનું ઓપરેશન કરવાનું હોવાથી મારે હોસ્પિટલમાં પૈસા જમા કરાવવાના છે. જો સવારે ઓપરેશન કરવામાં નહીં આવે તો મારી પત્નીને બચી શકે તેમ નથી. મેં મારાથી શક્ય એટલી બધી જ કોશિશો કરી લીધી છે અને થોડા પૈસા પણ ભેગા કર્યા છે પરંતુ હજુ પણ મારે ઓપરેશન કરાવવા માટે થોડા વધુ પૈસાની જરૂરિયાત છે.

શેઠ તો કરોડપતિ હતા પરંતુ આવી રીતે અજાણ્યા વ્યક્તિને મદદ કરવી કે નહીં તેવા વિચારો તેમના મનમાં ચાલી રહ્યા હતા. તેમણે તે વ્યક્તિના ચહેરા પર જોયું તો તેને ગમગીની અને ઉદાસીના ભાવ સ્પષ્ટ જણાઇ આવ્યા હતા. થોડું વિચાર કર્યા બાદ તેમણે પોતાના ખિસ્સામાંથી થોડા રૂપિયા કાઢી આપ્યા અને જે વ્યક્તિના હાથમાં આપીને કહ્યું કે, આ રૂપિયા લે અને તારી પત્નીનું ઓપરેશન વિના સંકોચે છે કરાવી દે. પોતાની જરૂરિયાત પ્રમાણેના રૂપિયા મળી આવ્યા એટલે તે વ્યક્તિના ચહેરા પર ખુશી અને ચમક દેખાય આવી રહી હતી.

પૈસા મળતા તે વ્યક્તિ દવાખાના તરફ જવા માટે મંદિરમાંથી જતો હતો ત્યારે કરોડપતિ શેઠના મનમાં વિચાર આવ્યો કે, આ વ્યક્તિને હજુ પણ વધારે જરૂર પડશે તો? આવો વિચાર કરીને તેણે તે વ્યક્તિને થતો અટકાવ્યો અને પોતાના ખિસ્સામાંથી પોતાનું વિઝિટિંગ કાર્ડ એ વ્યક્તિને આપતા કહ્યું કે, જો તારે હજુ પણ કંઈ વધારે જરૂર પડે તો મને ફોન કરજે અથવા તો આ કાર્ડમાં મારા ઘરનું સરનામું લખેલ છે, ત્યાં આવીને મને મળજે. આટલું કહીને તેમણે પોતાનો વીઝીટીંગ કાર્ડ તે વ્યક્તિના હાથમાં રાખ્યું. પરંતુ તે ગરીબ વ્યક્તિએ તેમનું વીઝીટીંગ કાર્ડ લેવાની ના પાડી અને કહ્યું કે મારી પાસે તો સરનામું છે જ. આ સરનામાની મારે કોઈ જરૂરિયાત નથી.

પેલા કરોડપતિ શેઠને આ વાત સાંભળીને ખૂબ જ નવાઈ લાગી અને તેણે પૂછ્યું કે, કોનું અને ક્યુ સરનામું તારી પાસે છે? પેલા વ્યક્તિએ શેઠને જવાબ આપ્યો કે, જેમણે અડધી રાતે તમને અહીંયા મારી પાસે મોકલ્યા તેનું સરનામું મારી પાસે છે. શેઠ તે વ્યક્તિનો જવાબ સાંભળીને કંઈ પણ બોલ્યા વગર તેની સામું જોવા લાગ્યા. આપણે જરૂર છે તો ફક્ત ભગવાન પર સંપૂર્ણ શ્રદ્ધા રાખવાની, કારણ કે તે ક્યારેય તમારું કોઈ પણ કામ અટકવા દેશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here