પરણિત મહિલાઓ કરે આ ઉપાય, મહાલક્ષ્મીજી ની કૃપાથી ચમકી જશે તમારા પતિનું નસીબ

0
583
views

શાસ્ત્રો મુજબ સ્ત્રી ને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. સ્ત્રી પુરા ઘરની દેખભાળ કરે છે. સ્ત્રી ના ગુણ સારા હોય તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે. તેના સિવાય પતિ અને પત્નીને એકબીજાના પુરક પણ બતાવવામાં આવ્યા છે. મતલબ કે પતિ અને પત્ની એકબીજા વગર અધુરા છે. એટલે જ્યારે પણ પત્ની કોઈપણ શુભ કાર્ય કરે છે તો તેનું ફળ તેના પતિને પણ મળે છે.

જ્યોતિષ શાસ્ત્ર માં એવા ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે કે જે તેની પત્ની દ્વારા કરવામાં આવે  તો તેના પતિની બધી જ પરેશાની દુર થઇ જાય છે. આ ઉપાયો જો પત્ની કરે તો પતિ ની કિસ્મત ચમકી શકે છે. આજે અમે તમને આ આર્ટીકલ ના માધ્યમ થી એવા થોડા ઉપાયો જણાવીશું કે જે પત્ની કરે તો તેના પતિ ની કિસ્મત ચમકાવી શકે છે.

જો તમારા પતિના કામકાજ માં કોઈ બાધા આવી રહી છે તો તેના માટે પત્ની એ આ ઉપાય કરવો જોઈએ. પરણિત સ્ત્રી એ સવારે વહેલા ઊઠીને સ્નાન કર્યા બાદ ધનની દેવી માતા લક્ષ્મી પ્રતિમા અથવા તેના ફોટા સામે એક લોટા માં હળદર નું પાણી ભરીને રાખી દેવું જોઈએ. ત્યારબાદ માતા લક્ષ્મી નો મંત્ર “ॐ महालक्ष्म्यै नमः” નો જાપ કરો. આ ઉપાય કર્યા બાદ હળદર વાળા પાણી ને થોડીવાર માટે તેને માતા લક્ષ્મીજી સામે રહેવા દો. ત્યારબાદ તે પાણી ને તમે ઘરના મુખ્ય દ્વાર પર છાંટી દો.

આ ઉપાય કરવાથી ઘરમાં રહેલ તમામ નકારાત્મક ઊર્જા દુર થાય છે અને સકારાત્મક ઊર્જા નો સંચાર થાય છે. તેની સાથે ઘરમાં કોઈપણ પ્રકારનો દોષ હોય તો તે પણ દુર થાય છે. ઘરમાં સકારાત્મક વાતાવરણ થી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા પતિના કાર્યોમાં આવી રહેલી બાધા પણ દુર થાય છે.

જો તમે ધનની દેવી માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવા માંગો છો તો શુક્રવાર ના દિવસે દક્ષિણાવર્તી શંખ માં જળ ભરીને ભગવાન વિષ્ણુજી નો અભિષેક કરો. આ ઉપાયને પતિ અથવા પત્ની માંથી કોઈપણ કરી શકે છે. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીજી ની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જો આ ઉપાયને પતિ અને પત્ની સાથે મળીને કરે છે તો ખુબ જ સારો લાભ પ્રાપ્ત થાય છે.

જો તમારા જીવનમાં ધન થી જોડાયેલી પરેશાની ચાલી રહી છે તો તેનાથી છુટકારો મેળવવા માટે રોજ સવારે વહેલા ઊઠીને તમારા બધા જ કામ પુરા કરીને સ્નાન કરી લો. ત્યારબાદ ધનની દેવી માતા લક્ષ્મી સમક્ષ બેસીને કમળ ની માળા થી ૧૦૮ વાર “ॐ श्रीं श्रीं महालक्ष्म्यै श्रीं श्रीं ॐ नमः” મંત્ર નો જાપ કરો. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીજી ના આશીર્વાદ તમારા પર બની રહેશે અને તમારા જીવનમાં ધન થી જોડાયેલી તમામ પ્રકારની પરેશાની દુર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here