પલાળેલા બદામથી પણ વધારે અસરકારક છે પલાળેલા ચણા, પુરુષો દરરોજ કરે આ રીતે સેવન

0
3859
views

બદામને ડ્રાયફ્રુટ માનવામાં આવે છે. તેનું કામ ફક્ત ખાવાને સ્વાદિષ્ટ બનાવવાનું જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. બદામ આંખો વાળ અને અને અન્ય બિમારીઓથી તમને બચાવે છે. વળી પલાળેલા ચણા પણ કોઈ ડ્રાયફ્રૂટ થી ઓછા નથી. તેમાં બદામ કરતા પણ વધારે તત્વ મળી આવે છે. જો દરરોજ તમે 50 ગ્રામ સુધી પલાળેલા ચણા ખાઓ છો તો તમે કોઈ પણ ગંભીર બીમારીથી છુટકારો મેળવી શકો છો.

  • પલાળેલા ચણા માં અધિક માત્રામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, આયરન અને વિટામિન્સ મળી આવે છે. જે તમને તંદુરસ્ત રાખવામાં ખૂબ જ લાભદાયક છે. તેના લીધે ઘણી ગંભીર સમસ્યાઓમાંથી તમે છુટકારો મળી શકે છે. પલાળેલા ચણા નું સેવન કરવાથી શરીરમાં સ્ફૂર્તિ અને મગજ તેજ થાય છે.
  • જો તમે વજન પણ ઓછું કરવા માંગો છો તો આ પ્રકારે ચણા ખાઈને આસાનીથી ઓછું કરી શકાય છે. બસ તેને દરરોજ પોતાના બ્રેકફાસ્ટમાં સામેલ કરી લો. પાચનતંત્રને પણ ઠીક રાખે છે.
  • જો તમને શ્વાસ સંબંધી કોઈપણ સમસ્યા હોય તો રાતના સમયે પણ ચણાનું સેવન કરો. તેના લીધે તમને ફાયદો મળશે.

  • સવારે ખાલી પેટ ચણા ખાવાથી પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ચીની વાસણમાં રાતના સમયે ચણા પલાળીને રાખી દો. સવારે ઉઠીને તે ચણાને વ્યવસ્થિત ચાવીને ખાઈ જાઓ. આવી રીતે ખાવાથી પુરુષોને કમજોરી ને લગતી સમસ્યાઓ ખતમ થઈ જશે.
  • ડાયાબિટીસના દર્દીઓને પણ ચણાનું સેવન ખૂબ જ લાભકારી હોય છે. તેના માટે દરરોજ ચણા ખાવાનું રાખવું.

  • જ્યારે શરીરમાં આયર્નની ઉણપ હોય છે ત્યારે એનિમિયાની સમસ્યા ઉત્પન્ન થાય છે. તેમાંથી ચણા તમને આસાનીથી જ છુટકારો અપાવી શકે છે. દરરોજ ચણા માં મધ મિક્સ કરીને ખાવું અસરકારક સાબિત થાય છે. આયર્નથી ભરપૂર ચણા એનિમિયાની સમસ્યાને ઓછી કરી નાખે છે. ચણામાં ૨૭ ટકા ફોસ્ફરસ અને ૨૮ ટકા આર્યન હોય છે જે બ્લડ સેલ્સ અને વધારે છે અને હિમોગ્લોબીન ના લેવલમાં વધારો કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here