પાકિસ્તાનને ભારતીય સેના પ્રમુખે આપી ચેતવણી, સીમા પર દરેક હરકતનો મળશે મુંહતોડ જવાબ

0
122
views

જમ્મુ-કાશ્મીરથી આર્ટીકટ 370 ખસી ગયા બાદ ભારતીય સેના પ્રમુખ બિપિન રાવતે પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. સેના પ્રમુખે મંગળવારે કહ્યું કે સેના દરેક પ્રકારના પડકારનો સામનો કરવા તૈયાર છે. આર્મી ચીફ બિપિન રાવત જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવાના મુદ્દે  બોલી રહ્યા હતા.

આર્મી ચીફ જનરલ બિપિન રાવત જો વિરોધી એલઓસીને સક્રિય કરવા માંગે છે, તો તે તેમની પસંદગી છે. અમે દરેક વસ્તુની સાવચેતીપૂર્વકની તૈયારી કરી છે, આપણે તેના વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં સુધી આર્મી અને અન્ય સેવાઓનો સવાલ છે, આપણે હંમેશા તૈયાર છીએ.

આ દરમિયાન તેમણે (આર્મી ચીફ બિપિન રાવતે) કહ્યું હતું કે તેઓ એલઓસી પર પાકિસ્તાનની કાર્યવાહીનો જોરદાર જવાબ આપશે. તેમણે કહ્યું કે જો વિરોધી સેના તેની પ્રવૃત્તિને વધુ તીવ્ર કરે છે, તો તે તેની પસંદગી છે. ભારતીયોએ આનાથી વધારે ચિંતા કે પરેશાન થવાની જરૂર નથી. જો સરહદ પર કોઈ હરકત જોવામાં આવશે તો અમે તેનો કડક થી જવાબ આપવા તૈયાર છીએ.

આર્મી ચીફ બિપિન રાવતે પણ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર સાથે અમારો સંબંધ હંમેશા મજબૂત રહ્યો છે. ત્યાંના લોકો સાથે આપણાં સબંધ પણ મજબૂત છે. તમને જણાવી દઇએ કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન હેરાનપરેશન થાય ગયું છે. આને કારણે પાકિસ્તાને લદ્દાખ નજીક તેની સરહદમાં કેટલાક લડાકુ વિમાનો તૈનાત કર્યા છે. એવા સમાચાર હતા કે પાકિસ્તાન અહીં પોતાનું એરફોર્સ અને સૈન્યનો યુદ્ધ અભ્યાસ કરી શકે છે.

આર્મી ચીફ બિપિન રાવતે કહ્યું હતું કે, પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરના સંદર્ભમાં અત્યાર સુધી દરેક મોરચે નિષ્ફળ ગયું છે. આર્ટિકલ 370 હટાવ્યા પછી પીએમ મોદીએ કહ્યું કે સરકારે આ નિર્ણય વિચારપૂર્વક લીધો છે. યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન, રશિયા સહિત ઘણા દેશોની સાથે સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાનની દલીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here