પાછલા ૪ વર્ષથી મુંબઈનાં રસ્તા પરનાં પોતાના ખર્ચે ખાડા ભરી રહ્યા છે આ શખ્સ, કારણ જાણીને સલામ કરશો

0
319
views

મુંબઇની સડકો પર એક વ્યક્તિ પોતાના હાથમાં રસ્તા પર પડી ગયેલા ખાડા ભરવાનો સામાન લઈને દેખાઇ આવે છે. તેને જે કોઈ રસ્તા પર ખાડા જોવા મળે છે તેને ભરવાનું ચાલુ કરી દે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તે પાછલા એક બે મહિનાથી નહીં પરંતુ ચાર વર્ષથી રસ્તા પર પડી ગયેલા ખાડા ભરવાનું કામ જાતે એકલા હાથે કરે છે. તે વ્યક્તિનું નામ છે દાદરાવ બિલહોરે.

તમને જણાવી દઈએ કે મુંબઈમાં રહેતા દાદરાવ બિલહોરે ના 16 વર્ષના દીકરા પ્રકાશનું 28 જુલાઈ, 2015ના રોજ એક સડક દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેમનો દીકરો પ્રકાશ તે દિવસે બાઈક પર જોગેશ્વરી – વિક્રોલી લિન્ક રોડ થી પસાર થઇ રહ્યો હતો. રસ્તામાં પાણી ભરેલ હતું. જેના લીધે પ્રકાશને રસ્તામાં રહેલ ખાડો દેખાયો નહીં અને તેમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું હતું.

પોતાના દીકરાના આકસ્મિક મૃત્યુથી દાદારાવ ભાંગી પડ્યા. દાદરાવને પોતાના દીકરાના મૃત્યુનો ખૂબ જ આઘાત લાગ્યો હતા છતાં મનમાં એક સંકલ્પ કર્યો કે જે ઘટના મારા દીકરા સાથે બની છે તેવી ઘટના અન્ય કોઈ પરિવાર સાથે ના બને એવું કઈક કરવું છે. ત્યારબાદ તેઓ એ નક્કી કર્યું કે રસ્તામાં પડેલા ખાડા ને લીધે થતા અકસ્માત અને તેઓ રોકવાનો સંપૂર્ણ પ્રયાસ કરશે. ત્યારથી તેઓ પોતાના ખર્ચે અને જાત મહેનતથી મુંબઈના રસ્તા પર પડેલા ખાડા ને ભરવાનું કામ કરે છે. અત્યાર સુધીમાં તેઓ ૬૦૦ થી પણ વધારે રસ્તા પર પડેલા ખાડા ભરવાનું કામ કરી ચૂક્યા છે.

ન્યુઝ એજન્સી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે હું નથી ઈચ્છતો કે જે મારા દીકરા સાથે થયું તે બીજા અન્ય લોકો સાથે પણ થાય. હું ત્યાં સુધી રસ્તા પર પડેલા ખાડા પુરતો રહીશ જ્યાં સુધી ભારત ખાડામુક્ત ન બની જાય. આપણા દેશની જનસંખ્યા ખૂબ જ વધારે છે. જો એક લાખ લોકો પણ રસ્તા પર પડેલા ખાડા પૂરવાનું કામ શરૂ કરે તો ભારત ખાડામુક્ત બની જશે.

તેઓ નવી નિર્માણ પામી રહેલી ઇમારતો પાસેથી રેતી અને કપચી જેવી વસ્તુઓ એકઠી કરીને રસ્તા પર પડેલા ખાડાને ભરવાનું કામ કરે છે. આ સાથે તેઓ લોકોને ઈમારત બનાવતા વધી રહેલા આવા સામાનને ફેંકવા માટે પણ અપીલ કરે છે. તમને જણાવી દઇએ કે આ રસ્તા પર પડેલા ખાડા મહારાષ્ટ્રમાં રાજનૈતિક સંકટ બની ચુકેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here