નવરાત્રીના આ ઉપાય છે ખુબ જ ચમત્કારિક, ધનમાં થશે વધારો અને મળશે મનપસંદ સાથી

0
445
views

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે નવરાત્રિ ભારતનો સૌથી પ્રચલિત તહેવાર છે અને તે વર્ષમાં બે વખત ઉજવવામાં આવે છે. આ એકમાત્ર એવો તહેવાર છે જે ભારતમાં નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ તહેવારને માં દુર્ગાનો તહેવાર પણ કહેવામાં આવે છે. લોકો આ દિવસોમાં દુર્ગાના નવ રૂપની પૂજા કરે છે અને વ્રત રાખે છે. નવરાત્રીના નવમા દિવસે કન્યાઓની પૂજા કરવામાં આવે છે અને તેમને ભોજન પણ કરાવવામાં આવે છે. જોવામાં આવે તો આ તહેવાર ખૂબ જ હર્ષ ઉલ્લાસથી મનાવવામાં આવે છે.

આજે તમને નવરાત્રીનો ૧ ચમત્કારી ઉપાય જણાવીશું. તમને જણાવી દઇએ કે હિન્દુ ધર્મમાં ટોટકામાં ખૂબ જ વિશ્વાસ રાખે છે અને આ ટોટકા સારા પણ હોઈ શકે છે અને ખરાબ પણ હોઈ શકે છે પરંતુ નવરાત્રીના સમયમાં કરવામાં આવતા ટોટકા કોઈનું ખરાબ નથી કરતા પરંતુ લોકો માટે ખુશી લાવે છે.

જે રીતે નવરાત્રિમાં આધ્યાત્મિક શક્તિઓ પ્રાપ્ત કરવા માટે પૂજા-પાઠ કરવામાં આવે છે. તેવી જ રીતે જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે લોકો ટોટકા કરવાની પણ માન્યતા પ્રચલિત છે. જો તમે પણ આ બધી સમસ્યાઓથી મુક્ત થવા માગતા હોય અને સુખ-સમૃદ્ધિ મેળવવા માગતા હોવ તો આ 5 નવરાત્રી ના ટોટકા જરૂર કરવા.

નવરાત્રીના ઉપાય ધન લાભ માટે

નવરાત્રિના છેલ્લા દિવસે એટલે કે નવમા દિવસે ધનલાભ માટે ટોટકા નો ઉપયોગ કરી શકાય છે. તેથી તમારે ઉત્તરની દિશામાં મોઢું રાખી અને શાંત અને એકાંત રૂમમાં આસન લગાવી અને તેની ઉપર બેસી જવું. આસનની એકદમ સામે તેલના નવ દિપક પ્રગટ કરવા અને તેને સાધનાકાળ સુધી પ્રગટ કરી રાખવા. આ ૯ દીવા ની સામે તમે ચોખાની એક ઢગલી બનાવી અને તેની ઉપર શ્રી યંત્ર રાખી દેવું અને ફૂલ ધૂપ થી શ્રી હનુમાનની પૂજા કરવી. હવે આ યંત્રને મંદિરમાં એટલે કે પૂજાસ્થળ પર સ્થાપિત કરી દેવો અને બાકી બચેલી સામગ્રી ને નદીમાં પ્રવાહિત કરી દેવી આવું કરવાથી તમારી જિંદગીમાં ધનની કમી દૂર થઈ જશે અને નવી ખુશી જિંદગીમાં પ્રવેશ કરશે.

નવરાત્રીનાં ટોટકા નોકરી મેળવવા માટે

અષ્ટમીના દિવસે તમે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લેવું અને સફેદ રંગ ના આસન પર પૂર્વ દિશામાં મોઢું રાખીને બેસી જવું. આ આસન ની સામે એક પીળા કપડાંને પણ રાખો અને તેની ઉપર 108 મણકા વાળી માળા રાખી દેવી. માળાને ધૂપ, દિપક અને અગરબત્તી થી આ મંત્ર અને ૩૧ વખત જાપ કરવો. ‘ऊं ह्लीं वाग्वादिनी भगवती मम कार्य सिद्धि कुरु कुरु फट् स्वाहा’. સળંગ ૧૧ દિવસ પૂજા કરવાથી આ માલા સિદ્ધ થઈ જશે. હવે તમે કોઈપણ ઇન્ટરવ્યૂમાં જતા હોય તો તેના પહેલા આ માળાને પહેરી લેવી તમે ઇન્ટરવ્યૂ માં સિલેક્ટ થઇ જશો.

નવરાત્રીના ઉપાય – ઈચ્છાઓની પૂર્તિ માટે

તમારી દરેક મનોકામનાને પૂર્ણ કરવા માટે નવરાત્રીના નવમા દિવસે શિવ મંદિર જવું અને ત્યાં શિવલિંગ પર દૂધ દહીં અને મધ ચઢાવવું. શુદ્ધ જળ ચઢાવ્યા પછી મંદિરમાં ઝાડુ લગાવી અને સ્વચ્છતા કરવી ભગવાન શિવ ને ચંદન પુષ્પ અને ધૂપ અને દીપક પ્રગટ કરીને પૂજા-અર્ચના કરવી. તે જ દિવસે રાત્રે દસ વાગ્યે અગ્નિ પ્રજ્વલિત કરીને ઓમ નમઃ શિવાય મંત્રનો ઉચ્ચારણ કરવું અને ઘણી સાથે ૧૦૮ આહુતિ આપવી. ૪૦ દિવસ સુધી આ મંત્રનો જાપ કરવો અને ત્યારબાદ આ માળાને ભગવાન શિવની સન્મુખ કરવી તેનાથી તમારી દરેક મનોકામના જલ્દી પૂર્ણ થઈ જશે.

નવરાત્રીનાં ઉપાય – ઘર પરિવારની ખુશી માટે

જો તમે પરિવારમાં લડાઈ અને ઝઘડા થી પરેશાન થઈ ગયા હોય તો નવરાત્રીના નવમા દિવસે આ ટોટકા નો ઉપયોગ કરવો. તેના માટે નવરાત્રીના નવમા દિવસે સવારે ઊઠીને સ્નાન કરી નીચે આપેલા મંત્રનો જાપ કરવો અને ૧૦૮ વખત અગ્નિમાં આહુતિ આપવી. ૨૧ દિવસ સળંગ અને ૨૧ વખત આ મંત્રનો જાપ કરવાથી તમારા પરિવારને દરેક સમસ્યા દૂર થઈ જશે અને ખુશી જળવાઈ રહેશે. सब नर करहिं परस्पर प्रीति। चलहिं स्वधर्म निरत श्रुति नीति।।

નવરાત્રીના ઉપાય – મનપસંદ પાર્ટનર મેળવવા માટે

ઘણી છોકરીઓ નવરાત્રિના દિવસોમાં શિવ-પાર્વતીનું વ્રત રાખે છે કારણ કે તેનાથી તેમને મનપસંદ જીવનસાથી મળી રહે. નવરાત્રિના શુભ અવસર પર આ ટોટકો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેના માટે શિવ-પાર્વતીના એક ચિત્ર અને પોતાના પૂજા ઘરમાં રાખવો અને તેની પૂજા-અર્ચના કર્યા પછી નીચે આપેલા મંત્રનો ઉચ્ચારણ કરવાની. સાથે દસ વખત માળાનો જાપ કરવો અને ત્યારબાદ તમારા વિવાહમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે શિવને પ્રાર્થના કરવી.

ऊँ शं शंकराय सकल-जन्मार्जित-पाप-विध्वंसनाय, पुरुषार्थ-चतुष्टय-लाभाय च पतिं मे देहि कुरु कुरु स्वाहा।।

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here