નામનાં પહેલા અક્ષરથી જાણો તમારા લવ પાર્ટનરનો સ્વભાવ, જાણો કેટલો પ્રેમ કરે છે તમને

0
2504
views

દરેક વ્યક્તિને પોતાની રાશિ ખબર હોય છે. દરેક ની રાશિમાં થોડું સારું તો થોડું ખરાબ લખેલું હોય છે. ઘણા લોકોને તો રાશિ માં લખેલ વાતો પર એટલો વિશ્વાસ હોય છે કે તેઓ કોઈપણ કામ તેના અનુસાર જ કરવાનું પસંદ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે રાશિચક્રમાં કુલ ૧૨ રાશિઓ હોય છે અને દરેક રાશિના પોતાના ગુણ અને દોષ હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવી ઘણી વિદ્યાઓ છે જે વ્યક્તિના સ્વભાવ વિશે બતાવી શકે છે. તેમાંની એક વિદ્યાના માધ્યમથી આજે અમે તમને નામના પહેલા અક્ષરથી વ્યક્તિના સ્વભાવ વિશે જણાવીશું.

મેષ રાશિ : આ રાશિના જાતકોનો પ્રેમ થોડા સમય માટે જ ટકે છે. તેઓને દરેક વાતમાં ઉતાવળ હોય છે. તેમનો સ્વભાવ રોમેન્ટિક હોય છે અને તેના લીધે તેમના અનેક સંબંધ હોય છે. જેટલી જલદી તેઓ પ્રેમમાં પડે છે તેટલી જ જલદી નીકળી પણ જાય છે.

વૃષભ રાશી : વૃષભ રાશી વાળા લોકો માટે પ્રેમ દુનિયાની કોઇ પણ ચીજ કરતા વધારે હોય છે. તેઓ ખૂબ જ લાગણીશીલ હોય છે અને એક વખત જેમની સાથે લાગણી બંધાઈ જાય છે તેમના પ્રત્યે જીવનભર સમર્પિત રહે છે.

મિથુન રાશિ : મિથુન રાશિ વાળા લોકો પ્રેમને લઈને એટલા ગંભીર નથી હોતા જેટલું તેઓ દર્શાવે છે. તેમના જીવનમાં એક સમય પર ઘણા લોકો હોય છે. તેઓ કોઈ વ્યક્તિ થી બહુ જ જલ્દી આકર્ષિત થઇ જાય છે. તેમનું ઘણા લોકો સાથે અફેર હોય છે.

કર્ક રાશિ : કર્ક રાશિવાળા લોકો પોતાના પ્રેમ અને જવાબદારીઓ પ્રત્યે ખૂબ જ ઈમાનદાર હોય છે. આ વાત તેઓ પોતાના પાર્ટનર પાસેથી પણ ઈચ્છે છે. આ રાશિના લોકોનું લગ્ન બાદ ભાગ્યોદય થાય છે અને સફળતા મળે છે. તેઓ પોતાના પાર્ટનરને સન્માન આપે છે.

સિંહ રાશી : સિંહ રાશી વાળા લોકો જ્યારે પ્રેમમાં હોય છે ત્યારે તેઓ કોઈના પણ ડર વગર ખુલ્લેઆમ પ્રેમ કરવામાં વિશ્વાસ રાખે છે. આવી જ આશા તેઓ પોતાના પાર્ટનર પાસેથી પણ રાખે છે. અવાજના સ્વામી હોવાને કારણે લોકો તેમની તરફ જલ્દી આકર્ષિત થઇ જાય છે. તેઓ સાચા પ્રેમમાં વિશ્વાસ કરે છે અને જીવનભર સાથ નિભાવે છે.

કન્યા રાશિ : કન્યા રાશિ વાળા લોકો દેખાડો કરવા વાળા પ્રેમમાં વિશ્વાસ નથી કરતા. તેઓ ખૂબ જ લાગણીશીલ હોય છે અને તેમના માટે દિલથી દિલનું મિલન વધારે જરૂરી હોય છે. સુંદરતા તેમના માટે મહત્વ નથી રાખતી. તેઓ પાર્ટનર માટે વિશ્વાસ રહે છે અને તેમનું લગ્નજીવન ખૂબ જ સારી રીતે ચાલે છે.

તુલા રાશિ : તુલા રાશિવાળા જાતકો એવું ઈચ્છે છે કે તેઓને એવો પાર્ટનર મળે જે તેમના જીવનને સ્થિર બનાવે. દરેક પરિસ્થિતિ માં તેમનો સાથ આપે. તેઓને પ્રેમનો સાચો મતલબ ખબર હોય છે. તેઓની પાસે હંમેશા પરિવાર અને મિત્રોનો સહયોગ રહે છે.

વૃશ્ચિક રાશિ : વૃશ્ચિક રાશિવાળા લોકો માટે પ્રેમ એક આગની જેમ હોય છે જેમાં તેઓ સળગી જવા માગતા હોય છે. તેઓને ગળાડૂબ પ્રેમ કરવો પસંદ હોય છે. તેઓનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હોય છે. તેઓ પ્રેમને દિલ થી નિભાવી જાણે છે અને તેમનામાં ઈર્ષાની ભાવના મળી આવે છે. પાર્ટનર અન્ય વ્યક્તિ સાથે વધારે વાત કરે તો તેમને સારું નથી લાગતું.

ધન રાશી : ધન રાશી વાળા લોકો પ્રેમને લઈને ખૂબ જ સંવેદનશીલ અને ખુશ મિજાજ હોય છે. તે પોતાની પ્રત્યેક સેકન્ડ અને ખુશીથી જીવવામાં વિશ્વાસ રાખે છે. તેઓ સારા પ્રેમી હોય છે પરંતુ તેઓનો સંબંધ વધારે સમય સુધી ટકી શકતો નથી જેના લીધે તેઓના ઘણા પ્રેમી હોય છે.

મકર રાશિ : મકર રાશિ વાળા લોકો નો સ્વભાવ જિદ્દી હોય છે. જેના કારણે તેઓને પ્રેમ માં ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આ રાશિના લોકો પોતાના પાર્ટનર માટે ખૂબ જ ઈમાનદાર હોય છે અને પોતાના પાર્ટનર પાસેથી પણ ઈમાનદારીની આશા રાખે છે. પરંતુ તેઓની અમુક આદતો પાર્ટનરને પસંદ નથી આવતી જેના લીધે તેમની વચ્ચે અણબનાવ રહે છે. આ લોકો સારા પ્રેમી શ્રેણીમાં નથી આવતા.

કુંભ રાશિ : કુંભ રાશિવાળા લોકોને ગુસ્સો બહુ ઓછો આવે છે, પરંતુ જ્યારે આવે છે ત્યારે તેને સંભાળી શકતા નથી. તેઓને એવો પાર્ટનર જોઈએ છે જે તેમને મુશ્કેલ સમયમાં સંભાળી શકે. આ લોકો પ્રેમમાં ખૂબ જ ભાવુક હોય છે અને કોઈ પણ કામ દિલથી કરે છે. તેઓ જે કોઈપણ ને પ્રેમ કરે છે તેને નિસ્વાર્થ ભાવથી કરે છે.

મીન રાશિ : મીન રાશિવાળા લોકો ચંચળ સ્વભાવના હોય છે. તેઓ ખૂબ જ ભાવુક સ્વભાવના હોય છે એટલે ખૂબ જ જલ્દી આકર્ષિત થઇ જાય છે. તેઓ પૂરા મનથી સંબંધ નિભાવવાની કોશિશ કરે છે પરંતુ તેમનું હૃદય ઘણી વખત તૂટે છે. એટલા માટે તેઓ પોતાની લાગણીઓને સમજી શકે તેવો પાર્ટનર ઈચ્છે છે. તેઓને લવ લાઇફ સામાન્ય રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here