મોટા સમાચાર ! આ સ્માર્ટફોનમાં નહીં ચાલે હવે વોટ્સઅપ, જુઓ લીસ્ટમાં તમારો ફોન તો નથી ને…

0
528
views

વોટ્સએપ તેના કેટલાક વપરાશકર્તાઓ માટે ખરાબ સમાચાર લાવ્યું છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન iOS 8 (App Operating System iOS 8) માટે વોટ્સએપ સપોર્ટ બંધ કરી રહી છે. WABetaInfo એ ટ્વીટ કર્યું કે એપલની ઓપરેટિંગ સિસ્ટમ iOS 8 ને વોટ્સએપ સપોર્ટ નહીં મળે. પરંતુ સારી વાત એ છે કે જો iOS 8 વપરાશકર્તાઓએ વોટ્સએપનો ઉપયોગ કરવો હોય તો તેઓએ ફક્ત એક વસ્તુની કાળજી લેવી પડશે. એટલે કે જો ફોનમાં વોટ્સએપ એપ ડાઉનલોડ થઈ ગયું હોય તો પછી તેને કોઈ પણ કારણસર અનઇન્સ્ટોલ કરવું નહીં. આ કર્યા પછી, તમે ફરીથી એકાઉન્ટ ઇન્સ્ટોલ કરી શકશો નહીં અથવા ફરીથી એકાઉન્ટ ચકાસી શકશો નહીં.

વોટ્સએપ iOS 8 અથવા તેથી વધુ જૂની ઓપરેટિંગ સિસ્ટમ્સ ચલાવતા આઇફોન પર વોટ્સએપ એપની સુસંગતતા ૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ થી નિવૃત્ત થઈ રહી છે. તે જ સમયે વોટ્સએપ એન્ડ્રોઈડ વપરાશકર્તાઓ માટે 2.3.7 અથવા તેથી વધુ OS પર કામ કરશે નહીં.

નવું એકાઉન્ટ બનાવી શકશો નહીં.

જે વપરાશકર્તાઓ આ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે તેઓ આ તારીખ પછી નવુ એકાઉન્ટ બનાવવામાં અને ચકાસણી જેવી પ્રવૃત્તિઓ કરવામાં સમર્થ નહીં રહે. આ સિવાય વિન્ડોઝ ફોનમાં વોટ્સએપ ૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ પછી કામ કરશે નહીં.

આ પહેલા જૂન માહિનામાં વોટ્સએપે પોતાના FAQ સપોર્ટ પેજ પર બ્લોગ લખીને શેયર કરેલ હતો. કંપનીએ તેમાં જાણકારી આપી હતી કે, વોટ્સએપ ૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ પછી એન્ડ્રોઇડ વર્ઝન 2.3.7 અને તેની પહેલાની ઓપરેટિંગ સિસ્ટમ્સ, આઇફોન iOS 7 અને તે પહેલાંની ઓપરેટિંગ સિસ્ટમ્સ પર ચાલતા આઈફોનમાં પણ કામ કરશે નહીં.

પરંતુ તે પહેલાં iOS 8 માં સ્પોર્ટ બંધ કરવાની વાત સામે આવી રહી છે. તે સમયે વોટ્સએપે એમ પણ કહ્યું હતું કે, આ જાહેરાતની અસર ફક્ત તે લોકોને જ થશે જેની પાસે સ્માર્ટફોન 6 વર્ષથી વધુ જૂના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here