મોદી સરકારનું નવું ફરમાન, Electric Vehicle ખરીદવા પર હવે નહીં ચુકવવો પડે કોઈ રજિસ્ટ્રેશન ચાર્જ

0
78
views

આવનારો સમય ઇલેક્ટ્રીક વાહનો છે, એ જ કારણ છે કે મોદી સરકાર સતત આ વાહનો નામ પ્રમોટ કરવા પાછળ અલગ અલગ સ્કીમો લોન્ચ કરતી રહે છે. હકીકતમાં ભારતમાં ઇલેક્ટ્રોનિક વાહનો પ્રત્યે હજુ પણ લોકોને પૂરી જાણકારી નથી. એટલા માટે થઈને સરકાર સતત નવા નવા પગલા ભરીને વધુમાં વધુ લોકોને આ વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત કરતી રહે છે.

આ બાબતમાં વધુ એક પગલું ભરતા સરકારે ઇલેક્ટ્રોનિક વાહનોના રજીસ્ટ્રેશન ચાર્જ ને નાબૂદ કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. જેની સાથોસાથ રિન્યુઅલ માટે પણ કોઈ ચાર્જ નહીં વસૂલવા માટેનો પણ પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. તેના માટે સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક અધિસુચના પણ જાહેર કરેલ છે.

મંત્રાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરતા કહેવામાં આવેલ છે કે, બેટરીથી ચાલતાં વાહનોના રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અને તેના રીન્યુ કરવાની પ્રોસેસને નિશુલ્ક રાખવામાં આવશે. એટલે કે ઈલેક્ટ્રીક વાહનોને ખરીદવા સમયે તેના રજીસ્ટ્રેશન કરાવવા પર કોઈ ચાર્જ આપવો નહીં પડે. આ પ્રપોઝલ ટુ વ્હીલર, થ્રી વ્હીલર સહિત બધા પ્રકારના ઇલેક્ટ્રોનિક વાહનો માટે રહેશે. ફોર વ્હીલર સહિત બસ વગેરે માટે પણ કોઈ ચાર્જ લેવાની જરૂર નહીં પડે.

ખબર તો એ પણ સામે આવ્યા છે કે સરકાર આ વાહનો પર જીએસટી ને ૧૫ ટકાથી ઘટાડીને ૫ ટકા સુધી કરી શકે છે. હાલમાં જ નીતિ આયોગ દ્વારા વર્ષ 2030 બાદ ફક્ત ઇલેક્ટ્રોનિક વાહનો ચલાવવામાં આવે તથા અન્ય વાહનોને ધીરે-ધીરે બંધ કરવાનો પણ પ્રસ્તાવ રાખ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here