મોબાઇલ ફોનનાં વધુ પડતાં ઉપયોગને કારણે ૪ વર્ષની બાળકીનું આંખોનું ઓપરેશન કરવું પડ્યું

0
1359
views

સ્માર્ટફોનનો ઉપયોગ અત્યારે વ્યાપક પ્રમાણમાં વધી રહ્યો છે. નાની ઉંમરથી લઈને મોટી ઉંમર સુધીના વ્યક્તિઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે. બાળકો પણ સ્માર્ટફોનનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં કરી રહ્યા છે. જેના લીધે તેમના મગજ અને આંખો પર ખરાબ અસર પડી રહી છે. ઘણા કિસ્સાઓમાં બાળકોની આંખોને નુકસાન પહોંચ્યાનું પણ સામે આવી રહ્યું છે. થાઈલેન્ડમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

હાલના સમયમાં આપણે આ નવી પેઢીના મોટાભાગના બાળકોને સ્માર્ટફોનનો ઉપયોગ કરતાં જોયા હોય છે. આપણા ઘરમાં તથા બહાર પણ અન્ય બાળકો સ્માર્ટફોનમાં રમતા જોવા મળી આવે છે. ઘણા બાળકોને તો ફોન વગર ઊંઘ આવતી નથી અથવા તો જમતા સમયે પણ સ્માર્ટફોન ની જરૂર પડે છે. જોકે દરેક માતા-પિતા જાણે છે કે સ્માર્ટફોન બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેમ છતાં પણ આપણે બાળકોમાં સુધારો લાવતા નથી. હાલના સમયમાં બનેલ આ કિસ્સો દરેક બાળકો ના માતા-પિતાની આંખો ખોલી નાખશે.

Facebook ના વપરાશકર્તા ડાચર ન્યુસ્ટીકર ચુયદુઆંગે અન્ય માતા-પિતાઓને ચેતવણી તરીકે પોતાનો અનુભવ શેર કર્યો છે. તમારા બાળકોને વધુ પડતા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવા ન દો. થાઈલેન્ડના એક પિતાના કિસ્સામાં, તેને પોતાની નાની પુત્રી બે વર્ષની હતી ત્યારથી સ્માર્ટફોન અને આઇપેડનો ઉપયોગ કરવા દેવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેની આ પુત્રી સ્માર્ટફોનની વ્યસની બનતી ગઈ. જ્યારે પણ તેના પિતા તેના હાથમાંથી ફોન લઈ લેતા હતા ત્યારે તેમને ખૂબ જ ગુસ્સો આવતો હતો.

ત્યારથી ડાચરની પુત્રીને આંખોમાં જોવામાં તકલીફ થતી હતી. ડાચરે એવી આશા સાથે ચશ્મા બનાવી આપ્યા કે તેને ભવિષ્યમાં આંખોની સમસ્યા અટકાવવામાં મદદ કરશે. જોકે ચાર વર્ષની નાની વયે તેની આંખોની સર્જરી કરવામાં આવી. ડોક્ટરોએ કહ્યું કે બાળકીની આંખોમાં ખોટ હતી. તેણીની બંને આંખો એક સાથે કામ કરતી ન હતી. આવું થવાથી આખો અસરકારક રીતે કામ કરતી નથી. પરિણામે બાળકીને ફક્ત જોવામાં જ તકલીફ ન હતી પરંતુ તેની આંખો પણ ખરાબ થઈ ચૂકી હતી.

બીજી ગંભીર સમસ્યા એ હતી કે તેની પુત્રી સ્માર્ટફોનની વ્યસની બની ગઈ હોવાથી વિચલિત થઈ જતી હતી. હકીકતમાં તે એક જગ્યાએ બેસી શકતી ન હતી અથવા મોબાઇલ ફોન વિના કોઈપણ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરી શકતી ન હતી.

તમને પોતાના બાળકોની સંભાળ રાખવાથી છુટકારો મેળવવા માટે મોબાઈલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ એક સરળ રીતે લાગે છે પરંતુ તેના પરિણામ ખૂબ જ ગંભીર છે. તે ફક્ત બાળકોને જ નહીં પરંતુ સમગ્ર પરિવારને પણ નુકસાન પહોંચાડે છે. જો તમે તમારો મોબાઇલ ફોન તેને રમવા આપવાને બદલે તેની સાથે રમવામાં સમય પસાર કરો તો તમારા બાળકો તમારા આભારી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here