મોબાઇલ પાણીમાં પડી જાય તો એકપણ રૂપિયાના ખર્ચ વગર ઘરે આવી રીતે કરો રીપેર

0
2401
views

ઘણીવાર આપણે કે બીજાની લાપરવાહીથી આપનો મોબાઈલ પાણીમાં પડી જાય છે. જો ભવિષ્યમાં કોઈ દિવસ તમારો મોબાઈલ પાણીમાં પડી જાય, તો આ ઉપાય કરવા જોઈએ જેનાથી મોબાઈલ ખરાબ થવાથી બચી જશે. કેમકે મોબાઇલમાં આપણા બધાની ખુબ જરૂરી જાણકારી અને પર્સનલ ચીજ હોય છે કોઈ એવું નથી થતું કે પોતાની પર્સનલ ચીજ-વસ્તુ બગડી જાય.

મોબાઈલ ખરાબ થયા પછી મોબાઇલમાં સ્ટોરેજ ડેટા પણ ડીલીટ થઈ જાય છે. એટલા માટે આજે તમને એવી ટિપ્સ અને ઉપાય જણાવીશું કે તેનાથી તમે પાણીમાં પડેલા મોબાઈલ ને ઘરમાં જ સરખો કરી શકો છો.

આજના સમયે ઘણી કંપની વોટરપ્રુફ મોબાઈલ બનાવી રહી છે જે પાણીમાં પડવાથી કે પાણીમાં પડી જવાથી પણ ખરાબ નથી, થતા આ મોબાઈલ ને એવા પ્રકારના ડિઝાઇન તૈયાર કયા કર્યા છે. જે મોબાઇલ ની અંદર પાણી નથી જઈ શકતું અને તેથી તેની કિંમત વધુ હોય છે તેથી વધુ લોકોની પાસે વોટરપ્રુફ મોબાઈલ નથી હોતા. પરંતુ વધતી જતી ટેકનોલોજી ની ગતિ ને જોતા એક દિવસ બધા જોડે વોટરપ્રુફ મોબાઈલ થઈ જશે અને પછી પાણીથી મોબાઇલ ખરાબ થવાની સમસ્યા પણ દૂર થઈ જશે. અત્યારે તમને કંઈક એવી ટિપ્સ જણાવીશું કે જે તમને ભવિષ્યમાં કામ આવી શકે છે.

મોબાઈલ પાણીમાં પડી જાય તો કરવા આ ઉપાય

  • જો મોબાઈલ પાણીમાં પડી જાય તો બને તેટલું જલ્દી મોબાઈલને પાણીમાંથી બહાર કાઢી લેવો. પાણીમાંથી કાઢી બાદ મોબાઈલની સ્વીચ ઓફ કરવી અને જો મોબાઇલની રિમૂવલ બેટરી હોય તો તરત જ બેટરી બહાર કાઢી લેવી.
  • જો મોબાઈલમાં નથી મોબાઈલ બેટરી હોય તો મોબાઈલ ના પાવર બટન ની સ્વીચ થી ઓફ કરવો જેનાથી મોબાઇલમાં પાણીના લીધે શોર્ટ સર્કિટ ના થાય.
  • મોબાઈલ સ્વીચ ઓફ કર્યા પછી તેમાંથી નીકળતા દરેક પાર્ટ જેમકે મેમરી કાર્ડ સીમકાર્ડ બધુ કાઢી દેવું.
  • હવે મોબાઈલને સુકવવો પડશે એટલા માટે મોબાઇલના ઉપરના ભાગને કપડાથી સાફ કરી લેવો અને ત્યારબાદ મોબાઇલને ચોખાના પેકેટ માં અંદર રાખીને બંધ કરી દેવો.

  • ચોખા દરેકના ઘરે સરળતાથી મળી જાય છે અને તેથી મોબાઇલને સૂકવવા માટે ચોખા નો પ્રયોગ સરળ હોય છે તેની સાથે ચોખા ખૂબ જ ઝડપથી સુકાવાનો કામ કરે છે.
  • મોબાઈલની ચોખાના પેકેટ કે ડબ્બામાં ૨૪ કલાક સુધી બંધ કરીને રાખી દેવો જેથી મોબાઇલની અંદર ના ભાગ સંપૂર્ણ રીતે સુકાઈ જાય છે.
  • ૨૪ કલાક પછી જ્યારે મોબાઈલ ફોન કરો છો તો મોબાઇલ તુરંત જ ચાલુ થઈ જશે અને જો ના થાય તો ચાર્જીંગ પિન લગાવી ને મોબાઈલ ને ઓન કરવો આવી રીતે તમારો મોબાઇલ ઠીક થઈ જશે.

પાણીમાં મોબાઇલ પડી જાય તો આ ભૂલ ક્યારેય ન કરવી

  • જો તમારો મોબાઈલ પાણીમાં પડી જાય તો તેની ક્યારે ચાલુ કરીને ના રાખો.
  • મોબાઇલની અંદર પાણી જાય તો કોઈપણ બટનને પ્રેસ કરવું જોઈએ નહીં.
  • મોબાઇલને સૂકવવા માટે ક્યારેય હેર ડ્રાયરનો ઉપયોગ કરવો નહીં કેમકે હેર ડ્રાયર ની ગરમ હવા થી મોબાઇલના અંદરના પાર્ટ ખરાબ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here