મારુતિની આ સસ્તી કાર ૧૦૦ રૂપિયાથી પણ ઓછામાં ચાલશે ૨૦૦ કિલોમીટર

0
571
views

કેન્દ્ર સરકાર દેશમાં ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. બજેટમાં પણ ઇલેક્ટ્રીક વાહનોની ખરીદી પર ટેક્સમાં છૂટ આપવાનું એલન કરવામાં આવ્યું. સાથો સાથ ફેમ-2 યોજના અંતર્ગત છૂટ પણ આપવામાં આવી રહી છે. તેમાં ઘણી કાર નિર્માતા કંપનીઑ ઇલેક્ટ્રીક વેહિકલ લોન્ચ કરી રહી છે. હવે તેમાં મારુતિ સુઝુકી પોતાની ઇલેક્ટ્રીક કાર Wagon-R (વૈગનઆર) લઈને આવી રહી છે, જે દિલ્હીમાં ટેસ્ટ ડ્રાઇવ દરમ્યાન જોવા મળી હતી.

૭ થી ૯ લાખ રૂપિયા હોય શકે છે કિંમત

મારુતિ સુઝુકીની આ ઇલેક્ટ્રીક કારની કિંમત ૭ થી ૯ લાખ રૂપિયાની અંદર હોય શકે છે. આ કાર સિંગલ ચાર્જિંગમાં ૨૦૦ કિલોમીટર સુધીની માઇલેજ આપી શકે છે. આ ૫ સીટર કારમાં લિથિયમ આયર્ન બેટરી હશે. કંપની આ કારને આ વર્ષે જ લોંચ કરી શકે છે. કંપની કાર સાથે ફાસ્ટ ચાર્જિંગ સુવિધા પર આપી શકે છે.

તેમાં ૪૦ મિનિટમાં કાર ૮૦% સુધી ચાર્જ કરવામાં આવી શકે છે. આ કારનું વેચાણ કંપનીના નેક્સા ડિલરશિપ સ્ટોર પરથી થઈ શકે છે. મારુતિ સુઝુકી તરફથી ઇલેક્ટ્રીક કાર સિવાય બેટરી પ્લાન્ટ પર પણ કામ ચાલી રહ્યું છે, જે વર્ષ ૨૦૨૦ સુધીમાં આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here