મંત્રજાપની માળામાં ૧૦૮ મણકા જ શા માટે હોય છે? આ જાણકારી હોવી જરૂરી છે

0
593
views

પ્રાચીન કાળથી મંત્રોચ્ચાર કરવાની માન્યતા ચાલી રહી છે. ત્યારે પણ ભગવાન-દેવતાઓને પ્રસન્ન કરવા માટે મંત્રોચ્ચાર થી સાધના કરવામાં આવતી હતી અને હવે પણ લોકો તેમની ઈચ્છાઓને પુરી કરવા માટે વિવિધ મંત્ર સાથે ભગવાનની પૂજા કરે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક મંત્રનો જાપ ૧૦૮ મણકાની માળાથી કરવામાં આવે છે. આમાંથી મુખ્ય ૧૦૮ મણકાની માળામાં તુલસીની માળા, રુદ્રાક્ષ, સ્ફટિક અને મોતી વગેરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ માળાની મણકાની  સંખ્યા માત્ર ૧૦૮ જ કેમ છે? જો નહીં, તો ચાલો તમને તેનાથી સંબંધિત કેટલીક વિશેષ બાબતો જણાવીએ.

પ્રાચીન કાળથી જ જાપ ને ભારતીય પૂજાનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. જાપ કરવા માટે માળા જરૂરી છે. આ માટે માળા તુલસી, રુદ્રાક્ષ, સ્ફાટિક, મોતી વગેરેથી બનાવવામાં આવે છે. રુદ્રાક્ષ મંત્ર માળામાં ૧૦૮ મણકા જ કેમ હોય છે? આ વિશે ચૂડામણિ  ઉપનિષદમાં રુદ્રાક્ષ મંત્રમાં તેનો ઉલ્લેખ છે. આ મુજબ માનવ શ્વાસની સંખ્યાના આધારે ૧૦૮ મણકાની માળાને મંજૂરી આપવામાં આવી છે.

કહેવાય છે કે ચોવીસ કલાકમાં વ્યક્તિ ૨૧ હજાર ૬૦૦ વખત શ્વાસ લે છે. આ ૨૪ કલાકમાંથી ૧૨ કલાક નિયમિત કર્મોમાં વ્યતીત થાય જાય છે. પછી બાકીના ૧૨ કલાક ભગવાનની ઉપાસના કરવા બાકી રહે છે. તો કહેવાનો અર્થ છે કે વ્યક્તિએ તેના પ્રિય દેવતાનું ધ્યાન કરવા માટે ૧૦ હજાર ૮૦૦ શ્વાસનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ માટે આટલો સમય આપવો શક્ય નથી. તેથી આ સંખ્યામાંથી છેલ્લા બે શૂન્યને દૂર કરવામાં આવ્યા હતા અને બાકીના ૧૦૮ શ્વાસમાં ભગવાનને યાદ કરવા માન્યતા આપવામાં આવી છે.

એક માન્યતા સૂર્ય પર આધારિત છે. આ માન્યતા મુજબ સૂર્ય એક વર્ષમાં ૨ લાખ ૧૬ હજાર કલા ફરે છે. કારણ કે દર ૬ મહિને સૂર્ય ઉત્તરાયણ અને દક્ષિણાયન માં ફરે છે. આને લીધે છ મહિનામાં સૂર્યની કુલ કળા ૧ લાખ ૮ હજાર છે. આ નંબરમાંથી અંતિમ શૂન્યને દૂર કરવા થી 108 નંબર રહે છે. એવું પણ કહેવામાં આવે છે કે જાપ કરવાના ૧૦૮ મણકા સૂર્યની કળાઓનાં પ્રતીક  છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here