ચાણક્ય નીતિ : મહિલાઓનાં આ ૩ ગુણ તેમને બનાવે છે મહાન, કહેવામાં આવે છે આલ્ફા વુમેન

0
435
views

આચાર્ય ચાણક્યએ પોતાના જમાનાનાં મહાન વિદ્વાન હતા. તેમણે રાજનીતિ શાસ્ત્ર, કુટનીતિ શાસ્ત્ર અને સમાજ શાસ્ત્રનું ભરપુર જ્ઞાન હતું. તેમણે પોતાના જીવનમાં મળેલા અનુભવોને સાચવીને ચાણક્ય નીતિમાં જગ્યા આપેલી હતી. તેમાં લાઇફ મેનેજમેન્ટ સાથે જોડાયેલી ઘણી દિલચસ્પ બાબતોનો ઉલ્લેખ કરેલો હતો. આ બાબતો આજના સમયમાં પણ ખુબ જ કારગર સાબિત થઇ રહેલી જોવા મળી રહી છે.

પોતાની ચાણક્ય નીતિમાં તેમણે મહિલાઓ સાથે સંબંધિત ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે. તેમાં મહિલાઓનાં તે ગુણ વિશે જણાવવામાં આવ્યું છે, જે કોઈપણ સ્ત્રીને સર્વ શ્રેષ્ઠ બનાવે છે, જે મહિલાની અંદર આ ત્રણ ગુણ રહેલા હોય છે, તે શ્રેષ્ઠ સ્ત્રી માનવામાં આવે છે. તો ચાલો આજે અમે તમને અમારા આર્ટીકલમાં ચાણક્ય નીતિમાં દર્શાવવામાં આવેલા તે ગુણ વિશે જણાવીએ.

વિનમ્ર અને દયાવાન

આચાર્ય ચાણક્યનાં જણાવ્યા અનુસાર જે મહિલામાં દયા અને વિનમ્રતાનો ભાવ હોય છે, તે મહાન સ્ત્રી કહેવામાં આવે છે. આ ગુણ એક સ્ત્રીને સમાજમાં સારો વ્યક્તિ બનાવે છે. લોકો આવી સ્ત્રીને પસંદ કરે છે. દયા અને વિનમ્રતા દાખવવા વાળી સ્ત્રી સમાજમાં હંમેશા સન્માન પ્રાપ્ત કરે છે. આ પ્રકારની સ્ત્રીઓને ખુબ જ ઓછો ગુસ્સો આવે છે. એક રીતે માનવામાં આવે તો તેઓ પોતાના ગુસ્સા પર વિજય પ્રાપ્ત કરી લેતી હોય છે. તેમના માં કરુણાની ભાવના ભરપૂર રહેલી હોય છે.

ધાર્મિક

જે સ્ત્રીઓ ધર્મ સાથે જોડાયેલી હોય છે અને ધર્મની દરેક વાતનું પાલન કરે છે, તેમને જીવનમાં યશની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારની સ્ત્રીની દરેક બાબત લોકો ધ્યાનમાં લેતા હોય છે. લોકો તેમને પોતાની આદર્શ માને છે. લોકો સલાહ લેવા માટે પણ આ પ્રકારની સ્ત્રી પાસે આવતા હોય છે. ધાર્મિક પ્રવૃત્તિ હોવાને કારણે આ સ્ત્રી સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ ખુબ જ સારી રીતે સમજતી હોય છે. તે સમાજમાં ઈમાનદારીથી રહેવાનું પસંદ કરે છે. આ પ્રકારની મહિલા ક્યારેય પણ ખોટું થતા જોઇ શકતી નથી. સમાજમાં તેમની માન-પ્રતિષ્ઠા ખુબ જ વધારે હોય છે.

ધન સંચયની આદત

જે મહિલા માં પૈસા ખર્ચ કરવાને બદલે બચાવવાની આદત હોય છે, તે શ્રેષ્ઠ સ્ત્રી માનવામાં આવે છે. આ પ્રકારની સ્ત્રી પરિવારને ખરાબ સમય માંથી બહાર કાઢી લેતી હોય છે. તેમના દ્વારા સંચય કરવામાં આવેલું ધન મુશ્કેલીઓને સરળ બનાવી દે છે. વળી જે સ્ત્રી ખુબ જ ખર્ચ કરે છે અને બચત કરતી નથી તેના જીવનમાં પરેશાનીઓ આવતી રહે છે. આચાર્ય ચાણક્ય કહે છે કે મુશ્કેલી આવવા પર ધન સૌથી મોટો મિત્ર હોય છે. એટલા માટે દરેક વ્યક્તિએ તેની બચત કરતા રહેવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here