મહાભારતમાં જણાવેલ છે સફળતાનું રહસ્ય, દરેક વ્યક્તિએ દરરોજ કરવા જોઈએ આ ૪ કાર્યો

0
712
views

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં રહેલી દરેક સમસ્યાને દૂર કરવાની ક્ષમતા રાખે છે અને જો તે પ્રયત્ન કરે તો અનેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન પણ કરી શકે છે. આપણા ધાર્મિક ગ્રંથોમાં એવી ઘણી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને વ્યક્તિ પોતાના જીવનમાં અપનાવે છે તો તે અનેક સમસ્યાઓથી સરળતાથી દૂર કરી શકે છે. મહાભારતમાં જ્યારે યુધિષ્ઠિર શ્રીકૃષ્ણની પૂછે છે ભગવાન કયા કયા કાર્યો એવા છે કે જેને રોજ કરવા જોઈએ અને તે કાર્યો કરવાથી શાંતિ મળે.

ત્યારે યુધિષ્ઠિરના આ પ્રશ્નનો જવાબ આપતા ભગવાન શ્રીકૃષ્ણએ જણાવ્યું કે મનુષ્યની ચાર કાર્યો રોઝ રૂપમાં કરવા જોઈએ. જો વ્યક્તિ પોતાના જીવનમાં આ ચાર કાર્યો કરે છે તો તેનું જીવન ખુશખુશાલ રહે છે. અને અનેક પ્રકારની સમસ્યાથી મુક્તિ પણ મળે છે. આચાર કાર્યો કર્યા છે તેના વિશે તમને જણાવીશું.

મનને વશમાં કરવું

વ્યક્તિ ક્યાંયને ક્યાંય કોઇપણ પરિસ્થિતિને સુધારવા કે બગાડવામાં પોતાની જ ભૂલ હોય છે. વ્યક્તિથી એવા ઘણા કાર્યો થઈ જાય છે જેનાથી પરિસ્થિતિ બગડી જાય છે. મનુષ્યનું મન આમતેમ ભટકતું રહે છે અને તેને કંઇ સમજમાં નથી આવતું કે તે કયું કાર્ય કરે છે. એટલા માટે દરેક વ્યક્તિએ પોતાના મનને વશમાં રાખવું જોઈએ. જે વ્યક્તિ પોતાના મનને વશમાં નથી કરી શકતું અને પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે ખોટા માર્ગે જાય છે તેના લીધે તેને પોતાના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

દાન કરવું જોઈએ

જેમકે દરેકને ખબર હોય છે કે હિન્દુ ધર્મમાં દાન ને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. દાન કરવાની પરંપરા આજથી નહીં પરંતુ ઘણા વર્ષો પહેલાથી ચાલતી આવી છે. આપણા મોટા ઉંમરલાયક પહેલા દાન-પુણ્ય કરવાનું કામ કરતા રહેતા હતા. આપણે આપણા પૂર્વજો થી દાન કરવાનું શીખતા આવ્યા છીએ. મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણએ બતાવ્યું હતું મનુષ્ય નિયમિત રૂપથી જરૂરતમંદ લોકોની સહાયતા કરવી જોઈએ અને દાન કરવું જોઈએ વ્યક્તિએ દાન કરતા સમયે કોઈ પણ પ્રકારનો દેખાવો કરવો ના જોઈએ. વ્યક્તિ આ દરેક વાતનું ધ્યાન રાખે છે તો તેના જીવનમાં દરેક પાપ દૂર થાય છે.

તપસ્યા કરવી

જો આપણે શાસ્ત્રો અનુસાર જોઇએ તો શાસ્ત્રોમાં આ વાત કરવામાં આવી છે તપસ્યાથી મનુષ્ય સફળ થાય છે. તેના માટે મનુષ્યે નિયમિત રૂપે રોજ ભગવાનનુ ધ્યાન કરવું જોઈએ અને પોતાના જીવનમાં થયેલી ભૂલોને ક્ષમા માગવી જોઇએ અને સારા કાર્યો કરવાની તપસ્યા કરવી જોઈએ. જો તમે આ કરશો તો તમને તમારા જીવનમાં નિશ્ચિતરૂપે સફળતા પ્રાપ્ત થશે કેમ કે તપ કરવાથી વ્યક્તિ ગમે તેવી પરિસ્થિતિને સરળતાથી કરી શકે છે.

સાચું બોલવું જોઈએ

જે મનુષ્ય સત્ય નો સાથ આપે છે અને સત્યના માર્ગ પર ચાલવાનું પસંદ કરે છે તેની અનેક પ્રકારની પરિસ્થિતિ પોતાની રીતે જ પૂર્ણ થઈ જાય છે. એક સાચા માણસને પોતાના જીવનમાં સફળતા અવશ્ય મળે છે જો તમે તમારું જીવન સારી રીતે પસાર કરવા માંગો છો તો હંમેશા સત્યનો સાથ આપવો જોઈએ તમારા જીવનમાં ગમે તેવી ખરાબ પરિસ્થિતિ કેમ ના આવે પરંતુ હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here