માં ના બીજા લગ્ન પર દિકરાએ સોશિયલ મીડિયા પર લખી ભાવુક પોસ્ટ, ૩૫ હજાર થી વધારે લોકોએ કર્યું શેયર

0
2799
views

કેરળના તીરુઅનંતપુરમ માં એક યુવકે તેની માતા ના બીજા લગ્ન પર ભાવુક પોસ્ટ લખી. આ પોસ્ટ મલયાલમ માં લખી હતી જે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. ગોકુલ શ્રીધર નામના યુવકે તેની પોસ્ટમાં લખ્યું કે તેની માતાએ પહેલા લગ્નમાં ઘણા દુઃખ સહન કર્યા હતા અને તેમને શારીરિક હિંસાનો શિકાર થવું પડ્યું. તેમની આ બધું તેમની દેખભાળ માટે સહન કર્યું હતું. પરંતુ હવે તે સમય આવી ગયો માતા તેના જૂના દુઃખો ભૂલીને નવી જિંદગીની શરૂઆત કરે.

ગોકુલ તેની  માતા ના બીજા લગ્ન પર ખુશ થઈને લખ્યું કે “આજે મારા માટે ખૂબ જ ખુશી નો દિવસ છે અને આનાથી વધુ ખુશી મારા માટે બીજી કોઈ નથી” એક મહિલા જેણે પોતાનો જીવન મારા માટે કુરબાન કરી દીધું, અને દુઃખ દર્દ સહન કર્યા અને ઘણીવાર તો શારીરિક હિંસક બનીને માથા પરથી લોહી પણ નીકળવા લાગ્યું. જ્યારે મેં તેમને પૂછ્યું કે તમે આ બધું શું કરવા સહન કરો છો ત્યારે તેમણે જવાબ આપ્યો કે, “આ બધું મારા માટે સહન કરી રહ્યા છે.”

ગોકુલ એ કહ્યું કે તેની માતાએ તેમની પુરી યુવાની તેના માટે ન્યોછાવર કરી દીધી. હવે તેમના ઘણા સપનાઓ છે કે જેને પૂરા કરવાનો અવસર આવ્યો છે. મારા માટે કહેવા કંઈ જ નથી અને મને લાગે છે કે આ કંઈક એવું છે કે જે મને છુપાવવાની કોઈ જરૂર નથી. મા તમારુ આ લગ્નજીવન ખૂબ જ ખુશ રહે.

35 હજાર લોકોએ કર્યું શેર

યુવકનું કહેવું છે કે ફેસબુક પર આ પોસ્ટને શેર કરતા પહેલા ખૂબ જ કરી રહ્યા હતા અને તે વિચારતા હતા કે મારા આ વિચારને સમાજ સમજશે નહીં. પરંતુ આ યુવકની ભાવુક પોસ્ટ સોશિયલ મીડિયા પર સારી વાયરલ થઇ રહી છે. આ પોસ્ટ ને 35000 થી વધુ લોકો શેર કરી ચૂક્યા છે. આ પોસ્ટ ઉપર ઘણા સકારાત્મક જવાબ મળ્યા છે. ગોકુલ એ પોસ્ટર પોતાની અને તેની માતા સાથે તેના બીજા પતિ પણ ફોટો શેર કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here