લોખંડની વીંટી પહેરવાથી મળે છે ઘણા પ્રકારના લાભ, જાણો શા માટે ધારણ કરવી જોઈએ આ વીંટી

0
518
views

જીવનમાં સાડાસાતીના પ્રભાવને કારણે મનુષ્યનો ખરાબ સમય શરૂ થઈ જાય છે. સાડાસાતીને કારણે માણસ બીમાર પડી જાય છે, તે પૈસા ગુમાવવા લાગે છે અને તેના ઘરમાં હંમેશાં વિવાદ રહે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ લોખંડની વીંટી ધારણ કરવાથી સાડાસાતી થી બચી શકાય છે. જે લોકો લોખંડની બનેલી વીંટી પહેરે છે, તેઓ શનીદેવ ના ક્રોધથી બચી જાય છે. તેથી જો તમારી કુંડળીમાં શનિદેવની ખરાબ અસર પડે છે અને તમારે સાડા સાતિ ચાલતી હોય તો તમારે લોખંડની વીંટી પહેરવી જોઈએ.

લોખંડની વીંટી કોણ પહેરી શકે છે

ફક્ત એવાજ લોકો લોખંડની વીંટી પહેરી શકે છે જેમની કુંડળીમાં શનિનો ખરાબ પ્રકોપ હોય છે. જેમની કુંડળીમાં શનિ સારા પરિણામ આપી રહ્યા છે અને જેની કુંડળીમાં સૂર્ય, શુક્ર અને બુધ હોય છે તેવા લોકોએ વિટી પહેરવાની ભૂલ ન કરવી.

રિંગ પહેરવાથી શું ફાયદા થાય છે

લોખંડની વીંટી પહેરીને શનિ, રાહુ અને કેતુના દુષ્પ્રભાવોથી બચી શકાય છે. ઉપરાંત, કોઈ નકારાત્મક ઉર્જા પણ જીવનમાં પ્રવેશ કરતી નથી. તેથી જે લોકોને શનિ, રાહુ અને કેતુની સમસ્યા હોય છે, તેઓએ પણ આ વીંટી પહેરવી જોઈએ.

કયારે પહેરવી આ વીંટી

લોખંડની વીંટી પહેરવા માટે શનિવારનો દિવસ શ્રેષ્ઠ છે. શનિવારે તમે આ વીંટીને પહેલા ગંગાના જળમાં મૂકો અને સૂર્યાસ્ત થતાંની સાથે જ તમે આ વીંટોને ગંગાના પાણીમાંથી કાઢીને પહેરી લેવી. આ વીંટી પહેરવા માટે સૌથી સચોટ નક્ષત્ર પુષ્ય, અનુરાધા, ઉત્તરા અને ભાદ્રપદા છે.

કઈ આંગળી પહેરવી

લોખંડની વીંટી હંમેશા જમણા હાથની મધ્યમ આંગળીમાં પહેરવી જોઈએ. કારણ કે આ આંગળી શનિદેવ સાથે સંબંધિત છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આંગળીની નીચે શનિ પર્વત છે. જેના કારણે આ આંગળી આ રિંગ પહેરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

જ્યોતિષના કહેવા પર જ આ વીંટી ધારણ કરો

આ વીંટીને ધારણ કરવા પહેલા તમે તમારી કુંડળીને કોઈ જ્યોતિષને બતાવી લો. કારણ કે જે લોકોની કુંડળીમાં શનિ, રાહુ અને કેતુની આડઅસર નથી અને છતાં આ વીંટીને  પહેરે છે, તો તેના જીવન પર તેની ખરાબ અસર થવા લાગે છે.

વારંવાર આંગળી પર થી ના ઉતારો

આ વીંટીને એક વાર પહેર્યા પછી વારંવાર આંગળી પરથી ના ઉતારો. કારણ કે તમને વારંવાર રિંગ ઉતારવાથી તેનો કોઈ ફાયદો નથી થતો. એકવાર તમે આ વીંટી પહેરો, પછી તેને ત્યાં સુધી તમારી આંગળીથી દૂર ન કરો જ્યાં સુધી શનિ, રાહુ અને કેતુની આડઅસર તમારા પર થી ખતમ ન થઈ જાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here