ક્યાથી આવ્યા ગાંધીજીનાં આ ત્રણ વાંદરા, ૯૯% લોકોને આ ત્રણ વાંદરાના નામ ખબર નહીં હોય

0
1013
views

તમે બાળપણમાં ગાંધીજીના ઘણા સિદ્ધાંતો વિશે વાંચ્યું હશે. જેમાંથી કદાચ ઘણા સિદ્ધાંતો પર તમે અમલ પણ કર્યું હશે. ગાંધીજી સત્ય અને અહિંસાના પૂજારી હતા તે કોઈ પણ રીતે અસત્ય અને હિંસાના સમર્થક ન હતા. તમે ગાંધીજીનો એક સિદ્ધાંત ગાંધીજી ના ત્રણ વાંદરા ના વિશે જરૂર સાંભળ્યું હશે. પરંતુ શું તમે જાણો છો કે ક્યાંથી આવ્યા હતા એ ત્રણ વાંદરા અને ગાંધીજી સાથે કેવી રીતે લગાવ થઈ ગયો હતો જો તમને તેની ખબર ન હોય તો આજે તમને તે સિદ્ધાંત વિશે જણાવીશું.

ગાંધીજી પોતાના મહાન સિદ્ધાંતના લીધે દુનિયાભરમાં પ્રસિદ્ધ થઈ ગયા હતા. દુનિયાભર માંથી લોકો તેમની મળવા માટે આવતા હતા. કેવી રીતે એક વખત ચીનના પ્રતિનિધિમંડળ તેમને મળવા માટે આવ્યા. ગાંધીજીને મળ્યા બાદ ચીનના પ્રતિનિધિમંડળે ગાંધીજીને એક ગિફ્ટ આપી હતી જેમાં ત્રણ વાંદરા વાળી મૂર્તિ હતી.

સાથે એ પણ કહ્યું હતું કે આ ત્રણ વાંદરા વાળી મૂર્તિની કિંમત ભલે રમકડા જેટલી હોય પરંતુ આ અમારા દેશમાં એટલે કે ચિનમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. આ વાત સાંભળીને ગાંધીજીએ તેમની ગિફ્ટ ને સ્વીકાર કરી લીધો. ત્યારથી આ ત્રણ વાંદરા ગાંધીજી સાથે જોડાઈ ગયા અને આગળ જઈને એક સિદ્ધાંત ના રૂપમાં પ્રસિદ્ધ થયા.

એવું પણ કહેવામાં આવે છે કે ગાંધીજીના ત્રણ વાંદરા નું નામ પણ છે. જેમાં પહેલા વાંદરા નું નામ મિજારૂ છે. જે તેની આંખોમાં હાથ રાખીને દર્શાવે છે કે કોઈ દિવસ ખોટું જોવું નહીં. બીજા વાંદરા નું નામ મિકાજારૂ છે જે કાન ઉપર હાથ રાખીને દર્શાવે છે કે ખોટું સાંભળવું નહીં. ત્રીજા વાંદરા નું નામ મજારૂ છે જે પોતાના મોઢા ઉપર હાથ રાખીને દર્શાવે છે કે કોઈ દિવસ ખોટું બોલવું નહીં. તમને જણાવી દઈએ તો યુનેસ્કોએ તેમની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સ્થાન આપ્યું હતું. જાપાનમાં તેને ખૂબ જ બુદ્ધિમાન વાંદરા તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં નો શિન્ટો તો સંપ્રદાય તેને ખુબ જ સન્માન આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here