કુંવારા લોકોને જો આવા સપના આવે તો સમજી લો કે બહુ જલ્દી થવાના છે તમારા લગ્ન

0
406
views

કેટલીકવાર આપણે લોકો ને સપનાઓ આવે છે તે અમારા ભવિષ્યમાં શું થવાનું છે તેના સંકેત બતાવે છે. સપનામાં હંમેશા જોવા મળતી ચીઝ ઘણીવાર કોઈ ખાસ ઘટના થવાનો સંકેત આપે છે.

જો કોઈપણ વ્યક્તિને નીચે બતાવેલી ચીજો સપનામાં જોવા મળે તો તે વ્યક્તિ એ સમજી લેવું કે તેનું લગ્ન થશે. વાસ્તવમાં સ્વપ્નો શાસ્ત્રમાં તે ચીજો અન્ય ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે જોવા મળે તો લગ્ન થવાના સંકેત બતાવે છે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર જો કોઈ અવિવા હિક વ્યક્તિ ને આ વસ્તુ જો સપનામાં જોવા મળે તો તેમનું લગ્ન એક વર્ષની અંદર થઈ જાય છે.

લગ્નના કપડા

જો કોઈ કન્યાને સપનામાં લાલ રંગના લગ્નના કપડાં જોવા મળે તો સમજી લેવું કે તેના લગ્ન ખૂબ જ જલદી થઈ જશે અને તે દુલ્હન બનશે. સ્વપ્નશાસ્ત્રમાં સપનામાં લગ્નનો લાલ કલરનો જોડો અને શૃંગાર કરેલી દુલ્હન જોવા મળે તો તે વિવાહ થવાનો સંકેત માનવામાં આવે છે.

ઘરેણા મળવા

સપનામાં જો તમને કોઈ ઘરેણું કે ઉપહાર મળે તો અથવા તમારા હાથની બંગડી કે સોનાના કડા પહેરાવવામાં આવે તો તેનો અર્થ એ છે કે તમારા લગ્ન જલદી થઈ જશે. જે લોકોની આ સપના આવતા હોય અને સપનાના સોનાના આભૂષણોના ઉપહાર મળતા હોય તો લગ્ન એક વર્ષની અંદર થઇ જશે.

પ્રેમી યુગલ

સપનામાં કોઇ પણ પ્રેમીયુગલ એક સાથે જોવા મળે તો તે લગ્ન થવાનો ઈશારો છે. તે ઉપરાંત જો સપનામાં તમને કોઈ લગ્ન કરતો જોવા મળે તો તેનાથી ખૂબ જ જલ્દી તમારા લગ્ન થઈ જવાનો સંકેત માનવામાં આવે છે.

મોર પંખ

સપનામાં જો તમને મોર પંખ જોવા મળે તો તે શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો સપનામાં મોર પંખ જોવા મળે તો સમજી લેવું કે તમારા લગ્ન ખૂબ જ જલદી થઈ જશે અને તમારા ઘરમાં લગ્નની શરણાઇ વાગશે. મોર પંખ ઉપરાંત તમને વાંસળી જોવા મળે તો તે પણ જીવનસાથી મળવાનો સંકેત દર્શાવે છે.

ફુલ કે બગીચો જોવા મળવો

સપનામાં લાલ કલરનો ગુલાબ કે બગીચો જોવા મળે તો તે લગ્ન થવાનો સંકેત માનવામાં આવે છે. વાસ્તવમાં લાલ કલર અને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે અને તે જોવા મળે તો જીવનમાં પ્રેમ આવવાના સંકેત હોય છે.

મેળામાં ફરવું

જો કોઈ યુવતીને મેળાનું સપનું આવે તો તે યુવતીને સમજી લેવું કે તેને જલદી જીવનસાથી મળશે અને તેનો લગ્ન થઈ જશે.

શિવ અને પાર્વતી માતા

સપનામાં શિવ અને પાર્વતી માતા એક સાથે જોવા મળે તો તે શુભ માનવામાં આવે છે અને સ્વપ્નશાસ્ત્રમાં આ પ્રકારના સપના આવવા લગ્ન સંબંધિત લગ્ન થવાની સાથે જોડવામાં આવે છે. શિવ પાર્વતી ઉપરાંત જો તમને રાધા અને કૃષ્ણનું સપનું આવે તો તે પણ લગ્ન થવાનો સંકેત હોય છે.

મહેંદી લગાવવી

સપનામાં જો તમને કોઈ વ્યક્તિ તમારા હાથ પર મહેંદી લગાવી રહી હોય અથવા તો હળદર લગાવી રહી હોય તો સમજી લેવું કે તેનું લગ્ન થશે. તે ઉપરાંત સપનામાં જો કોઈ છોકરો તમને ઘોડા પર આવતો જોવા મળે તો તે લગ્ન થવાનો સંકેત માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here