કોઈ હિરોથી ઓછો નથી દેખાતો સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનો દિકરો, સલમાન બહુ જલ્દી તેને લોન્ચ કરશે

0
482
views

સલમાન ખાન બોલિવૂડના એક એવા સુપરસ્ટાર છે જેમના લીધે આજે ઘણા એક્ટર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે. સલમાન ખાને બોલિવૂડમાં ઘણાં હીરો-હીરોઇને તક આપી છે. અમુક ની સાથે તેમણે કામ કર્યું છે તો કોઈને લોન્ચ કરેલા છે. સોનાક્ષી, કેટરીના અને ડેઝી શાહ જેવી અભિનેત્રીઓ નું કરિયર બનાવી ચૂકેલા સલમાન ખાન હાલના દિવસોમાં મહેશ માંજરેકરની પુત્રી સઈ માંજરેકરનું કરિયર સેટ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે સઈ માંજરેકર ફિલ્મ દબંગ-૩ તે બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. આ ફિલ્મ ૨૦ ડિસેમ્બર ૨૦૧૯ ના રિલીઝ થઈ શકે છે. ફિલ્મના ડાયરેક્ટર પ્રભુદેવા છે. ભાઈજાન આજકાલ પોતાની ફિલ્મ દબંગ-૩ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેઓ જ્યાં પણ જાય છે ત્યાં ફિલ્મનું પ્રમોશન કરવાનું ભૂલતા નથી.

જેમ કે અમે જણાવ્યું કે સલમાન ખાન સઈ માંજરેકર સિવાય પણ બોલિવૂડની ઘણી હિરોઈનનું કરિયર બનાવી ચૂક્યા છે. હવે આ કડીમાં વધુ એક નામ સામેલ થવા જઈ રહ્યું છે અને આ નામ કોઈ સ્ટાર કીડ નું નથી પરંતુ સલમાન ખાનના ખૂબ જ અંગત શેરાના દિકરા ટાઈગરનું છે. રિપોર્ટ અનુસાર ખૂબ જ જલ્દી સલમાનખાન ટાઈગરને લોન્ચ કરશે. તમને જણાવી દઈએ કે પાછલા આ વર્ષે જ સલમાન ખાન ટાઈગરને લોન્ચ કરવાના હતા પરંતુ હરણ કેસમાં સજા મળ્યા બાદ વાતચીત વચ્ચે જ અટકી ગઈ.

ટાઈગરની ફિઝિક્સ થી ઈમ્પ્રેસ છે સલમાન

શેરા સલમાન ખાનની સાથે દરેક જગ્યાએ નજર આવે છે. શેરા ઘણા લાંબા સમયથી સલમાનખાનના બોડીગાર્ડ છે. હાલમાં જ શેરાએ શિવસેના પાર્ટીને જોઈન કરી હતી. શેરા વિશે મોટાભાગના લોકો જાણે છે પરંતુ તેના દીકરા ટાઈગર વિશે ખૂબ જ ઓછા લોકો જાણતા હશે. તમને જણાવી દઈએ કે હાલના દિવસોમાં સલમાન ખાન જ્યાં પણ જાય છે ત્યાં શેરા નો દીકરો ટાઈગર હંમેશા તેની સાથે જોવા મળે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૪ વર્ષીય ટાઈગર થી સલમાન ખાન ખૂબ જ ઈમ્પ્રેસ છે. ટાઈગરની ફિટનેસ અને તેનો ફિઝિક સલમાન ખાનની ખૂબ જ પસંદ આવે છે. સમાચારો મળી રહ્યા છે કે પોતાના પ્રોડક્શન હાઉસ ના વેન્ચરમાં સલમાનખાન ટાઈગર ને લોન્ચ કરી શકે છે, જેવી રીતે તેઓએ સૂરજ પંચોલીને લોન્ચ કર્યો હતો.

૨૦ વર્ષથી સલમાનના બોડીગાર્ડ છે શેરા

તમને જણાવી દઈએ કે શેરા નું સાચું નામ ગુરમિત સિંહ જોલી છે. તે સલમાન ખાનના ૨૦ વર્ષથી બોડીગાર્ડ છે. સલમાનખાન તેને ઘરના સભ્યો માને છે. આજે સલમાન ખાનની સાથોસાથ શેરાને પણ સમગ્ર બોલીવુડ જાણે છે. સલમાન ખાનને જે કોઈ જગ્યાએ જવાનું હોય, શેરા તે જગ્યા પર એક દિવસ પહેલા પહોંચી જાય છે અને તેનું નિરીક્ષણ કરે છે અને ઘણી વખત રસ્તો સાફ કરાવવા માટે પણ પાંચ-પાંચ કિલોમીટર જેટલું ચાલવું પડે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે શેરા બોડી બિલ્ડિંગ માં ઘણા ઈનામો પોતાના નામે કરી ચૂકેલ છે. શેરા બોડી બિલ્ડીંગમાં જુનિયર મિસ્ટર મુંબઈ અને મહારાષ્ટ્ર જેવા ખિતાબો જીતી ચુકેલ છે.

હોલિવૂડ સ્ટારને આપતા હતા સુરક્ષા

શેરાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ સલમાન ખાનની રક્ષા એક મિત્ર તરીકે કરે છે. પહેલા તેઓ મુંબઈમાં સલમાન ખાનના પાડોશી હતા, બાદમાં તેમના બોડીગાર્ડ બની ગયા. સલમાન ખાનના કહેવા પર શેરાએ પોતાની ઇવેન્ટ કંપની પણ ખોલી છે જેનું નામ “વિજક્રાફ્ટ” છે. સાથોસાથ તેઓ એક અન્ય કંપની “ટાઈગર સિક્યુરિટી” પણ ચલાવી રહ્યા છે. આ કંપની સ્ટારને સુરક્ષા પ્રદાન કરવાનું કામ કરે છે. સલમાન ખાન પહેલા શેરા ભારત આવનાર હોલિવૂડ સ્ટાર્સ અને સુરક્ષા આપવાનું કામ કરતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here