કોઈ ભુખ્યું ના સુવે એટલા માટે ગુજરાતનાં આ યુવાને શરૂ કર્યું “ભુખ મિટાઓ અભિયાન”

0
145
views

મજાક-મજાકમાં શરૂ કરવામાં આવેલ સફર એક અભિયાન બની જશે એવું દર્શન ચંદને ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. ૭ જૂન, ૨૦૧૫ ના રોજ પહેલીવાર દર્શન ચંદ્ર અને પોતાના મિત્રો સાથે વડોદરાના એક વિસ્તારમાં ગરીબ બાળકોને જમાડવા માટે પહોંચ્યા હતા. આજે તે “ભૂખ મિટાઓ” અભિયાન થી દર રવીવારના 2000 થી વધારે ગરીબ બાળકોને ભોજન આપે છે. વડોદરામાં એક જગ્યાથી શરૂ થયેલ આ સફર આજે એકલા વડોદરામાં જ ૧૦ વિસ્તારોમાં ચાલી રહ્યું છે. વડોદરા સિવાય દર્શન દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાન ધીરે ધીરે સમગ્ર ગુજરાતમાં પોતાની જગ્યા બનાવી રહ્યું છે.

દર્શન ચંદન જણાવે છે કે, “એક પારિવારિક હોટલમાં હોસ્પિટાલિટી યોગ્ય ન મળવાને કારણે મેં હોટલ મેનેજમેન્ટ ને તેની ફરિયાદ કરી હતી. હોટલ મેનેજમેન્ટ તેની માફી માંગતા ફરીથી બીલકુલ મફતમાં સમગ્ર પરિવારને જમાડવાની ઓફર આપેલ.”

તેઓ આગળ કહે છે કે, “ત્યારે મેં હોટલ મેનેજમેન્ટ ને ઉપાય આપ્યો કે એટલી રકમ નું ભોજન ગરીબ બાળકોમાં આપીને તેની તસવીર લઈને તેઓને મોકલે, જેથી કરીને માલુમ પડે કે હોટલ વાળાએ હકીકતમાં આવું કરેલ છે. હોટલ મેનેજમેન્ટ એ બિલકુલ તેવું જ કર્યું. ગરીબ બાળકોને ભોજન આપીને હોટલવાળાએ તેઓને તસવીર મોકલી આપી. તે તસવીરમાં બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી, ત્યાંથી મેં આ અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો.”

છ લોકોથી શરૂ થયેલ આ અભિયાન આજે 600 સ્વયંસેવકો સાથે જોડાયેલું છે. સ્વયં સેવકોની સંખ્યા વધવાને કારણે દર્શન ચંદને અલગ-અલગ ગ્રુપ બનાવ્યા. આ ગ્રુપ દર સોમવારે મળે છે અને ચર્ચા કરે છે કે આવનારા રવિવારના દિવસે શું કરવામાં આવે. જે લોકો આ અભિયાનમાં કોઈપણ પ્રકારનો પોતાનો સહયોગ આપવા માંગે છે તેઓ સ્વયં સેવકનો સંપર્ક કરવાની પણ કોશિશ કરે છે.

બધા જ સ્વયંસેવકો વોટ્સએપ ગ્રુપ દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. તેઓ દર રવિવારે ૧૧ વાગ્યે પોતાનો કાર્યક્રમ શરૂ કરે છે. બાળકોને મનોરંજન ની રમતો રમાડે છે પછી શિક્ષા સાથે જોડાયેલ ફિલ્મો બતાવે છે. અભ્યાસ માટે બાળકોને કાઉન્સલીંગ કરે છે અને પછી ભોજન આપે છે. બાળકો અને સ્વયંસેવકો સાથે બેસીને એક સાથે ભોજન ઘરે છે જેથી બાળકોમાં કોઈ હીન ભાવના ન આવે.

દર્શન જણાવે છે કે, આ અભિયાનમાં મદદ કરવા વાળા લોકોને તેઓ કહે છે કે તેઓ પૈસા ન આપે, ફક્ત જરૂરિયાત નો સામાન આપીને મદદ કરે. તેઓ કોઈપણ વ્યક્તિ પાસેથી કોઇપણ પ્રકારની આર્થિક મદદ લેતા નથી. દર્શના જણાવ્યા અનુસાર તેઓએ ૧૦૦ થી વધારે બાળકોને સ્કૂલમાં એડમિશન કરાવેલ છે જેથી તેઓ અભ્યાસ કરી શકે. દર્શન કહે છે કે લોકો તેમના આ અભિયાનને નોટિસ કરી રહ્યા છે તેનાથી ખુશી મળે છે. અમે સરકાર અથવા સરકારી કાર્યાલયો ની રાહ નથી જોઈ શકતા કે તેઓ અમારી મદદ કરે. આપણે સમાજને બદલાવ માટે જાતે આગળ આવવું પડશે. આપણે બધાએ વ્યક્તિગત રીતે સમાજ માટે કઈક નેં કઈક કરવાની જરૂરિયાત છે. સમાજમાં બદલાવ બધાના સહયોગથી આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here