કિન્નર નસીબદારને જ આપે છે આ વસ્તુ, જો મળી ગઈ તો સમજો લક્ષ્મીજી સાક્ષાત તમારા પર મહેરબાન છે

0
3714
views

સામાન્ય રીતે લોકો કિન્નરને જોઇને ગુસ્સો કરવા લાગે છે અથવા તો તેમનાથી દૂર જવા લાગે છે. અમુક લોકો તો કિન્નરને જોઈને પોતાનો રસ્તો જ બદલી લે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે કિન્નરોને ભગવાન તરફથી એક વરદાન મળેલું છે. જે વરદાનની મદદથી કિન્નર કોઈપણ વ્યક્તિનું નસીબ ચમકાવી શકે છે. પ્રાચીન સમયથી જ કિન્નરોને દાન આપવાની પરંપરા ચાલતી આવી રહી છે. આજના જમાનામાં પણ લોકો ઘરના સારા પ્રસંગમાં કિન્નરોને ખાલી હાથે જવા દેતા નથી. એવી માન્યતા છે કે કિન્નરોએ આપેલી દુવા ખૂબ જ અસરકારક હોય છે. કિન્નરોએ આપેલી દુવા કોઈ પણ વ્યક્તિના નસીબને બદલી શકે છે.

આપણી આસપાસ કોઈ લગ્ન પ્રસંગ કે ઘરના શુભ કાર્યોમાં કિન્નરો અચૂક જોવા મળે છે. સમાજમાં કિન્નરોથી અંતર રાખવામાં આવે છે જેના કારણે તેઓ સમાજમાં થતા શુભ પ્રસંગો અને વાર-તહેવારે આશીર્વાદ આપીને દાન લઈ પોતાનું જીવન પસાર કરે છે. સમાજમાં તેઓને માન અને સ્થાન ન મળતો હોવાથી તેઓ પોતાનું સમગ્ર જીવન આ રીતે ગુજરાન કરીને ચલાવવું પડે છે.

કોઈપણ કિન્નર માં સ્ત્રી અને પુરુષ બંનેના ગુણો રહેલા હોય છે. માન્યતા એવી પણ છે કે કિન્નરોની બદદુવા ક્યારે પણ ન લેવી જોઈએ, કારણ કે તેમના દ્વારા આપવામાં આવેલી બદદુઆ સાચી જરૂર પડે છે. સાથોસાથ તેમણે આપેલા આશીર્વાદ પણ તમારું જીવન આનંદમય બનાવી શકે છે. આથી જ લોકો ઘરના શુભ પ્રસંગોમાં કિન્નરોને દાન આપીને ખુશ કરે છે.

એવી પણ માન્યતા છે કે કિન્નરોને કરવામાં આવેલું દાન અક્ષય પુણ્ય માનવામાં આવે છે. જેનો મતલબ થાય છે કે આ પુણ્ય જીવનભર વ્યક્તિની સાથે રહે છે અને તેનું ફળ પણ વ્યક્તિને જીવનભર મળે છે. કિન્નર એ આપેલી દુઆ પણ વ્યક્તિને જીવનની કોઈપણ આપત્તિઓથી બચાવે છે.

કિન્નર રાજી થઈ આપે આ વસ્તુ તો બેડો પાર

જો કોઈપણ કિન્નર તમને ખુશ થઈને ભેટ સ્વરૂપે આપે છે તો તમારી કિસ્મત ચમકી જશે. જો કોઈ કિન્નર તમારાથી ખુશ હોય તો તમે તેમની પાસેથી રાજીખુશીથી એક સિક્કો માંગી પણ શકો છો. જો તે કિન્નર તમને પ્રેમથી સિક્કો આપી દે છે તો સમજી લો કે હવે તમારા પર લક્ષ્મીજીની કૃપા વરસવા લાગશે. તમારા ઘરમાં ક્યારે પણ ધનની કમી નહી આવે તથા ઘરમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહેશે.

કિન્નર દ્વારા આપવામાં આવેલા આ સિક્કાને લાલ કલરના કપડાં વીંટીને પોતાના પર્સમાં અથવા તો ઘર કે ઓફિસની તિજોરીમાં રાખી દેવો. જો ઘરમાં તીજોરી ના હોય તો જે જગ્યા પર પૈસા રાખતા હોય તે જગ્યા પર આ સિક્કો લાલ કલરના કપડાં વીંટીને રાખી દેવો. આવું કરવાથી ઘરમાં ક્યારેય પણ પૈસાની અછતનો સામનો કરવો પડતો નથી.

અમારી પોસ્ટ સૌથી પહેલા વાંચવા માટે ફેસબુકમાં બતાવેલ સ્ટેપ પ્રમાણે સૌ પ્રથમ Visit Group ની બાજુના ત્રણ ડોટ પર ક્લિક કરો, ત્યારબાદ Following પર ક્લિક કરો અને પછી See Frist પર ક્લિક કરો. શાયરી તથા સુવિચાર વાંચવા માટે ફેસબુકમાં અમારા પેજ નિ:શબ્દ પ્રેમ, પ્રેમનો પાસવર્ડ થતાં લાગણીનો સંબંધ જરૂરથી લાઇક કરી લેજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here