કીડીઓનું ઘરમાં આવવું આપે છે આવો સંકેત, ભુલથી પણ નજરઅંદાજ ના કરતાં

0
875
views

સામાન્ય રીતે તો ઘરમાં કીડીઓનું હોવું એ એક સામાન્ય બાબત છે અને આપણે તેને ઘણીવાર નજર અંદાજ પણ કરીએ છીએ. પરંતુ તમે આ કીડીઓને એક જ લાઈનમાં ચાલતા જરૂર જોઈ હશે. આ તેમની એકતાનું પ્રતિક છે, ફક્ત એટલું જ નહીં પરંતુ ઘણા મોટીવેશનલ થોટ આપણે કીડીઓ વિશે સાંભળતા રહીએ છીએ.

તમે લોકોએ જોયું હશે કે આ કીડી ઓ વારંવાર પહાડ ચડે છે અને ચડતા ચડતા ઘણી વખત નીચે પડે છે પરંતુ તેઓ ક્યારેય હાર માનતી નથી. જ્યાં સુધી તેઓ પહાડ પણ ચઢી ન જાય ત્યાં સુધી કોશિશ કરતી રહે છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી જો ઘરમાં કીડીઓ આવવા લાગે તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ કીડીઓના આવવાનો સંકેત હોય છે તેના વિશે જાણકારી આપીશું.

જો તમારા ઘરમાં લાલ કીડી આવે છે તો તે ખરાબ સમય નું પ્રતીક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર લાલ કીડી શેતાનનું રૂપ માનવામાં આવે છે. જો લાલ કીડી ઘરમાં જોવા તો તેને તુરંત જ ખાંડ આપવી, આવું કરવાથી ખરાબ સમય ચાલ્યો જાય છે.

જો તમારા ઘરમાં કાળી કીડી જોવા મળે તો કોઇ મોટી દુર્ઘટના નો સંકેત માનવામાં આવે છે અથવા તો કોઈ બીમારી આવવાનો સંકેત હોય છે. કાળી કીડી જોવા મળે તો તેમના પર લોટ અને ખાંડ મિક્સ કરીને આપી દો આવું કરવાથી દુર્ઘટના ટળી જશે.

તમને જણાવી દઈએ કે લાલ અને કાળી બંને પ્રકારની કીડીને લોટ નાંખવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલતી આવતી રહી છે. કીડીને ખાંડ સાથે લોટ મિક્સ કરીને નાખવાથી વ્યક્તિના દરેક પ્રકારના દુઃખમાંથી છુટકારો પ્રાપ્ત થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ કીડીઓને ખાંડ અને લોટ નિયમિત રૂપથી આપે છે તેને કર્જમાંથી છુટકારો પ્રાપ્ત થાય છે અને વ્યાપાર અથવા નોકરીમાં લાભ પ્રાપ્ત થાય છે. આ સિવાય જો શનિની મહાદશા, સાડાસાતી અથવા ઢૈયાનો પ્રભાવ છે તો લોટ માં ખાંડ મિક્સ કરીને કીડીઓને નાંખવાથી અશુભ ગ્રહો માંથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને બધા જ વિઘ્નો દૂર થાય છે.

તમને લોકોને એ વાતની જાણ તો હવે થઇ ચૂકી હશે કે જો તમારા ઘરમાં કીડીઓ જોવા મળી આવે તો તે કઈ વાતનો સંકેત આપે છે. આ વાતની સાથે સાથે તમે એ વાત પણ જાણી લો કે આ કીડીઓને મારવું અશુભ માનવામાં આવે છે એટલા માટે ક્યારેય પણ જાણી જોઈને તેમને મારવી જોઈએ નહીં. તેઓને લોટ નાખવામાં આવે છે તો તેઓ જાતે જ તે જગ્યા છોડીને ચાલી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here