ખુબ જ પવિત્ર શબ્દ છે “ૐ”, તેનું ઉચ્ચારણ કરવાથી શરીરને ક્યાં-ક્યાં ફાયદાઓ મળે છે એ જાણીને ચોંકી જશો

0
489
views

ૐ હિંદુ ધર્મનો સૌથી પવિત્ર શબ્દ છે અને આ શબ્દ પૂરા બ્રહ્માંડને દર્શાવે છે. ૐ ચિન્હ “ૐ” શબ્દનું પ્રતિક હોય છે અને આપણા બંને વેદોમાં ૐ શબ્દની જગ્યાએ ૐ ચિન્હનો વધારે પ્રયોગ કરવામાં આવ્યો છે. ૐ ચિન્હ દરેક મંદિર ઉપર બનાવવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે ૐ ચિન્હ હોવાથી નકારાત્મક શક્તિ દૂર થાય છે. હિન્દુ ધર્મમાં ૐ શબ્દને પવિત્ર કેમ માનવામાં આવ્યો છે? તેનો અર્થ, મહત્વ અને પ્રભાવ શું છે? તેનો ઉલ્લેખ આ પ્રકારે છે.

ૐ શબ્દનો અર્થ

ૐ શબ્દનો અર્થ શું છે તેના વિશે ઘણા ઓછા લોકોને જાણકારી હશે. વાસ્તવમાં ૐ શબ્દો ત્રણ અક્ષરથી બનેલો છે જેમ કે અ ઉ મ્ છે, જેમાં “અ” નો અર્થ છે ઉત્પન્ન, “ઉ” નો મતલબ છે ઉઠવું અથવા તો વિકાસ, જ્યારે “મ્” નો મતલબ છે મૌન. શ્રીમદ્ ભાગવતમાં ૐ શબ્દના અર્થને વર્ણિત કરીને લખવામાં આવ્યું છે કે *ओमित्येकाक्षरं ब्रह्म ॐ इति एकाक्षरं ब्रह्म’। એટલે કે આ અક્ષર જ બ્રહ્મ છે.

ૐ શબ્દનું મહત્વ

હિન્દુ ધર્મમાં ૐ શબ્દનું ખૂબ જ મહત્વ છે અને લગભગ દરેક મંત્રમાં આ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ૐ શબ્દનું મહત્વ બતાવીએ તો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ૐ શબ્દ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે જોડાયેલા છે. આ શબ્દનું ઉચ્ચારણ કરવાથી આપણે સીધા પરમાત્મા સાથે જોડાઈ જઈએ છીએ. તે જ કારણ છે કે જ્યારે પણ આપણે ધ્યાન કરીએ છીએ કે પૂજા કરીએ છીએ ત્યારે ૐ શબ્દ જરૂરથી બોલીએ છીએ. શાસ્ત્રોમાં શબ્દને મહત્વ આપતા લખવામાં આવ્યું છે કે, ૐ શબ્દ જ આપણી સૃષ્ટિનો આધાર છે અને આ શબ્દ દરેક મંત્રોનું કેન્દ્ર છે.

ૐ શબ્દનો પ્રભાવ

ૐ શબ્દ ખૂબ જ પ્રભાવશાળી છે અને તેનું ઉચ્ચારણ કરવાથી અનેક રીતના લાભ થાય છે. ૐ શબ્દનો પ્રભાવ આપણા શરીર પર ખૂબ જ સારો પડે છે. જ્યારે આપણે ૐ શબ્દ કહીએ છીએ ત્યારે આપણા શરીરમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. ૐ શબ્દ થી કયા કયા પ્રભાવ જોડાયેલા છે અને તે આપણા શહેરમાં શું લાભ આપે છે તે આ પ્રકારે છે.

  • ધ્યાન કરતા સમયે ૐનું ઉચ્ચારણ કરવાથી તણાવ એકદમ દૂર થાય છે અને તમે તણાવ રહિત થઇ જાવ છો.
  • જે લોકો નિયમિત રૂપે ૐ બોલે છે તે લોકોના શરીરમાં લોહીનો પ્રવાહ સારી રીતે થાય છે.
  • ૐ શબ્દનો પ્રભાવ ફેફસા પર સારી રીતે પડે છે અને તેનું ઉચ્ચારણ કરવાથી ફેફસાં મજબૂત બને છે.
  • ૐ શબ્દ ખુબજ પ્રભાવશાળી છે અને તેને બોલવાથી શરીરમાં જે કંપન પેદા થાય છે તેનાથી હાડકા પર સારી અસર પડે છે અને હાડકા મજબુત થાય છે.

  • ૐ બોલતા સમયે ‘ઓ’ અક્ષર પર વધારે વજન આપવામાં આવે છે જેનાથી પેટ પર જોર પડે છે અને એવું થવાથી પાચનશક્તિ સતેજ થાય છે.
  • જે લોકોને ઉંઘ ના આવતી હોય તે રાત્રે ઉંઘતા સમય આ શબ્દનું ઉચ્ચારણ કરવું તેનાથી ઊંઘ સારી રીતે આવી જશે.
  • ૐ શબ્દને ઘરના મુખ્ય દરવાજા પર લગાવવું શુભ માનવામાં આવે છે અને ઘરના મુખ્ય દરવાજા પર ૐ શબ્દ લગાવવાથી ઘરમાં હંમેશા ખુશી આવે છે અને દરેક પ્રકારના દુઃખ દૂર થઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here