કેવી રીતે લાગી ઓસ્ટ્રેલિયાનાં જંગલોમાં ભયાનક આગ? જેમાં અંદાજે પચાસ કરોડ જાનવરો સળગીને મૃત્યુ પામ્યા

0
1546
views

ભારતના દક્ષિણ તરફ અને દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધીએ તો અંદાજે ૭૧૩૪ કિલોમીટર આગળ વધવા પર ઓસ્ટ્રેલિયા આવે છે. આ સમયે આદેશ સળગી રહ્યો છે. કારણ કે સપ્ટેમ્બર મહિનાથી અહીંયા જંગલોમાં આગ લાગેલી છે. તેને ઓસ્ટ્રેલિયન બુશ ફાયર કહેવામાં આવે છે. જાન્યુઆરીમાં ઘણી જગ્યાએ તાપમાન ૪૪ થી ૪૯ ડિગ્રી સુધી રહ્યું હતું. જે ભારે ઉનાળાના સમયમાં રહે છે, અને હાલ ડિસેમ્બરમાં શિયાળાનો સમય ચાલી રહ્યો છે.

કેવી રીતે લાગી આગ?

દર વર્ષે ઉનાળાના સમયમાં જંગલોમાં આગ લાગતી રહે છે. ૬ સપ્ટેમ્બરે સૌથી પહેલા ન્યૂ સાઉથ વેલ્સ પાસે આગ ભડકી. ત્યાંથી શરુ થયેલ આ તબાહી અત્યાર સુધી ચાલી રહી છે. દર વર્ષે ઉનાળાના સમયમાં જંગલોમાં આગ લાગે છે, આપણા દેશમાં પણ. જેને દાવાનળ કહે છે. ઉનાળાના સમયમાં જંગલોમાં સૂકા પાંદડાની સંખ્યા વધી જાય છે. વીજળી પડવા અથવા પરસ્પર સુકાય લાકડું ઘસાવવા પર આગ લાગે છે. જે સમય જતા ફેલાય છે. સામાન્ય રીતે વરસાદ થવા પર અથવા જંગલ ના કોઈ ભીના વિસ્તાર સુધી આગ પહોંચવા પર તે શાંત થઈ જાય છે. પરંતુ ઓસ્ટ્રેલિયા માં આવું બન્યું નથી.

પાછલા ઘણા વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં દુકાળની સ્થિતિ બની રહી છે. ૨૦૧૯ ઓસ્ટ્રેલિયાના પાછલા દર્શકનું સૌથી દુકાળગ્રસ્ત વર્ષ રહેલ. જેના લીધે સૂકી હવા આગ ફેલાવવામાં મદદગાર સાબિત થયેલ. તે સિવાય નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના અધિકારીઓએ ૧૯ વર્ષના યુવકની પણ ધરપકડ કરેલ. તેના પર આરોપ લગાવવામાં આવેલ હતો કે તેણે અલગ અલગ જગ્યા પર જઈને આગ લગાવી હતી. જેના લીધે આગ વધારે લાગી.

કોઆલા રીંછ, જે ઓસ્ટ્રેલિયાના મશહૂર પ્રાણી છે, તેમના પર ખૂબ જ અસર પડી છે. ન્યૂ સાઉથ વેલ્સના ૩૦% કોઆલાં આ આગમાં મરી ગયા અને કંગારૂ આઈલેન્ડના ૫૦% કોઆલા મરી ગયા. ૩૫૦૦ થી વધારે લોકો આ આગને કાબુમાં લેવા માટે લગાવવામાં આવેલ છે. પરંતુ તેની કોઇ અસર થઇ રહી નથી. આ આગ ખુબ જ મોટા ક્ષેત્રમાં ફેલાયેલી છે જેના લીધે મોટા વાદળ બની રહ્યા છે, જેથી વીજળી પણ કડકી રહી છે. આ સમગ્ર વાતાવરણને બદલી દેવા વાળી ઘટના છે. સામાન્ય રીતે જ્વાળામુખી ફાટવાના અને એટમ ધમાકાના ધૂમાડાથી આવું થાય છે.

આ આગને કાબુમાં લેવા માટે પ્લેનમાંથી આગ બુજાવવા માટેના કેમિકલ અને ડિવાઇસ નાંખવામાં આવી રહ્યા છે, પરંતુ તેનાથી કોઈ ખાસ ફાયદો નથી થઈ રહ્યો. આ તસ્વીરમાં એક આવું જ પ્લેન ઉડતું દેખાઈ રહ્યું છે.

તો શું જંગલમાં આગ લાગવી યોગ્ય નથી?

નહિ. અમુક હદ સુધી આગ લાગવી જરૂરી હોય છે કારણ કે તેના લીધે જમીનની માટી સારી બને છે. સળગેલા વૃક્ષોમાંથી જરૂરી મિનરલ્સ માટીમાં આવે છે. સડી રહેલાં વૃક્ષો અને ઘાસ પણ તેનાથી સાફ થઈ જાય છે. ખુબજ ગાડા જંગલોમાં જ્યારે આગ લાગે છે ત્યારે ઉપરના હિસ્સાને સાફ કરી દે છે. જેના લીધે સૂર્યપ્રકાશ તે સાંજ સુધી પહોંચી શકે છે જ્યાં બાકીના વૃક્ષો તેને બ્લોક કરી રહ્યા હોય છે. સુકાયેલા વૃક્ષો જ્યારે સળગીને સુકાઈ જાય છે ત્યારે તેમાં જંગલી જાનવરો પોતાનું ઘર બનાવી લે છે. ફક્ત એટલું જ નહીં પરંતુ ઘણી વખત બિમારી ફેલાવનારા કીડા મકોડા પણ સાફ કરી દે છે. તેનાથી યુવાન અને મજબૂત વૃક્ષો જે આગળથી બચી જાય છે તે યોગ્ય રીતે વધી શકે છે. નવા વૃક્ષોને પણ સુરક્ષા મળે છે.

પરેશાની ત્યારે થાય છે જ્યારે આગ કંટ્રોલ બહાર થઈ જાય છે. જ્યારે તેને શાંત કરી શકે તેવું વાતાવરણ જ ન હોય ત્યારે પરેશાનીમાં વધારો થાય છે. જ્યારે આગ કેવી રીતે ફેલાય છે કે સુકાયેલા વૃક્ષો ની સાથે સાથે લીલાછમ વૃક્ષો ને પણ સળગાવ્યા રાખ કરી દે અને પશુઓને છુપાવવા માટે જગ્યા પણ ના છોડે, જે અત્યારે ઓસ્ટ્રેલિયામાં થઇ રહ્યું છે. આકાશ સળગતી આગને કારણે નારંગી બની ગયું છે. ૧૨૦૦ માઈલ દૂર આવેલ ન્યૂઝીલેન્ડના આકાશ સુધી તેનો રંગ ફેલાયેલો છે.

પાછલા વર્ષે પણ એમેઝોનમાં જંગલોમાં આગ લાગી હતી જે સપ્તાહો સુધી ચાલતી રહી હતી. વૈજ્ઞાનિકો પણ વારંવાર એ વાત પર જોર આપી રહ્યા છે કે ક્લાઈમેટ ચેન્જના કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. ગ્લેશિયર, જે મોટાભાગની નદીઓના સ્ત્રોત છે તે ઝડપથી ઓગળી રહ્યા છે. પરંતુ કોઈ મોટું પગલું કોઈ દેશ દ્વારા ઉઠાવવામાં આવેલ હોય જેના લીધે ફરક પડી શકે તે કહેવું મુશ્કેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here