કાશ્મીરમાં ધારા ૩૭૦ હટાવવાથી ડરેલા કાયર ઇમરાન ખાને ભારતને આપી યુધ્ધની ધમકી

0
337
views

કાશ્મીરમાં ધારા 370 હટાવવાથી પાકિસ્તાન સ્તબ્ધ થયેલ છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ભારતને યુદ્ધની કાયર ધમકી પણ ઉચ્ચારી છે. ઈમરાન ખાને કહ્યું હતું કે ભારત ફક્ત કાશ્મીર સુધી નહી રોકાય, પીઓકેમાં પણ આગળ વધશે. ઇમરાન ખાને બાલાકોટ એર સ્ટ્રાઈક ને પણ દબાયેલા સ્વરે સ્વીકાર કર્યો હતો.

ઈમરાન ખાને કહ્યું, “ભારતે બાલાકોટ થી પણ વધારે ખતરનાક પ્લાન બનાવેલ છે. બાલાકોટ થી પણ વધારે મોટી કાર્યવાહી ભારત પીઓકેમાં કરશે. જો યુદ્ધ થાય છે તો તેની જવાબદારી દુનિયાની રહેશે. અમે ઈટ નો જવાબ પથ્થરથી આપીશું.”

ઈમરાન ખાને કહ્યું હતું કે, “ભારત ફક્ત કાશ્મીર સુધી નહીં રોકાય તેઓ પાકિસ્તાન તરફ પણ આવશે. અમને જાણકારી છે, બે વાર મીટીંગ પણ છે. પાકિસ્તાની સેનાને બધી જાણકારી છે, તેઓએ આઝાદ કાશ્મીર નો પ્લાન બનાવેલ છે. જેવી રીતે પુલવામાં બાદ બાલાકોટ કરેલ હતું તેનાથી પણ વધારે ભયાનક પ્લાન બનાવેલ છે. તમારી ઈટનો જવાબ પથ્થર થી આપવામાં આવશે. પાકિસ્તાની સેના તૈયાર છે અને સમગ્ર સમુદાય પણ તૈયાર છે. મુસલમાનો મોત થી નથી ડરતા. એટલા માટે જ્યારે મુસલમાન પોતાની આઝાદી માટે લડે છે ત્યારે મોટી મોટી સેનાઓને પણ હરાવી ચુકેલ છે.

આ પહેલા પણ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ એ ખુલ્લેઆમ ભારત વિરુદ્ધ જેહાદ ની ધમકી આપેલ છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અલ્વીએ કહ્યું હતું કે ભારતે સીમલા સમજૂતી તોડેલ છે, હવે તેના વિરુદ્ધ જેહાદ થઈ શકે છે. સાથોસાથ તેઓએ કહ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીરીઓને મદદ કરવાનું ચાલુ રાખશે. અમે ભારતના નિર્ણય વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રમાં અપીલ કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here