કાશ્મીર : ઘણી હોટલોએ બુકિંગ કર્યા બંધ, ખાનગી વાહનોને એકલા આવવા જવા પર મુકાયો પ્રતિબંધ, પાણીની બોટલ 100 રૂપિયાની થઈ

0
204
views

જમ્મુ-કાશ્મીરમાં સ્થિત અમરનાથ યાત્રિયો ને બને એટલું વેહલું કાશ્મીર થી પાછું ફરવાની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ પછી હજારો પ્રવાસીઓ અને અમરનાથ યાત્રાળુઓ ખીણમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહાયા છે. કાશ્મીરમાં  ગયેલા  લોકોના સબંધીઓ હેરાન  છે. ભારતની એરપોર્ટ ઓથોરિટી અનુસાર શનિવારે 6,126 મુસાફરો ખીણ છોડવા માટે શ્રીનગર એરપોર્ટ પહોંચ્યા હતા. તેમાંથી 5829 મુસાફરો 32 શેડ્યૂલ કરાયેલી  ફ્લાઇટ્સ થી રવાના થયા છે.

ત્યાં જ, શ્રીનગરથી દિલ્હીનું હવાઇ ભાડું રૂપિયા 22,000 સુધી પોહચી ગયું છે. શ્રીનગરથી જુમ્માની ફ્લાઇટ ટિકિટ 10,000 રૂપિયાથી વધુમાં  મળી રહી છે. શનિવારે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ એરલાઇન્સને કાશ્મીરથી પરત આવેલા અમરનાથ યાત્રાળુઓ માટે વધતા હવાઈ ભાડાને નિયંત્રિત કરવા જણાવ્યું હતું. રાજ્યમાં એકલા ખાનગી વાહનોના આગમન પર પ્રતિબંધ છે. તેમને સેનાના કાફલા સાથે કાઢવામાં આવી રહ્યા છે.

Image result for kashmir tourist

અમરનાથ ગયેલા ભાઈ સાથે આખી રાત વાત થઇ શકી નોહતી : મુસાફરના સંબંધીઓ

30 મી જુલાઈએ રાજસ્થાનના ભિલવારામાં રહેતા સુશીલ કાબરાના ભાઈ અને અન્ય સંબંધીઓ અમરનાથ યાત્રા પર ગયા હતા. તેઓ કહે છે કે આ પરિવાર 31 જુલાઈએ જમ્મુ પહોંચ્યો હતો. 2 અગસ્ટે પહેલગામથી પગપાળા જ  અમરનાથ પહોંચવા માટે સવારે 6 વાગ્યે નીકળવાના હતા. શુક્રવારે સવારે ન્યુઝ ચેનલો પર સમાચાર જોયા બાદ પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોન લાગ્યો ન હતો. ઘણા પ્રયત્નો કર્યા પછી શનિવારની સવારે  વાત થઇ હતી. ભાઈએ કહ્યું કે કાશ્મીરમાં ફોન અને ઇન્ટરનેટ કનેક્શન બંધ છે. ખાનગી વાહનોના પણ આગમન અને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હોટલોએ બુકિંગ બંધ કરી દીધું છે.

Image result for panic in kashmir

100 માં 20 રૂપિયાની બોટલ મળી, ચારેબાજુ સેનાનાં જવાનો : યાત્રી

ગુજરાત ના રાજકોટ  ખાતે રહેતા મનન ત્રિવેદી પણ અમરનાથ યાત્રા પર છે. તેમણે કહ્યું કે અમારું જૂથ પાછલા 5 દિવસથી એક જગ્યાએ રાખવામાં આવ્યું છે. યાત્રા  તો કરવી છે , પરંતુ સૈન્ય બહાર જવા દેતું નથી. અમારી પાસે ખાનગી કાર છે, છતાં કાફલા સાથે 100 કાર રવાના થઈ રહી છે. અહીં  જરૂરી ચીજવસ્તુઓનો દર અનેકગણો વધી ગયો છે. 20 રૂપિયામાં મળતું  બાટલીનું પાણી 100 માં મળે છે. અગાઉ એવું કહેવાતું હતું કે વરસાદને કારણે રસ્તો બંધ છે. હવે આતંકની ધમકીનો મામલો બહાર આવી રહ્યો છે. સૈનિકો ચારે બાજુ છે.

પ્લેનની ટિકિટની કિંમત હવે 20-22 હજાર રૂપિયા છે

જયપુર લક્ષ્મણ અમરનાથ માં ભંડારા લગાવે છે. કેન્દ્રની એડવાઈઝરી પછી તેઓ તરત જ ઘરની બહાર નીકળી ગયા. લક્ષ્મણ રવિવારે બપોરે દિલ્હી પહોંચ્યા હતા. તેઓએ ફોન પર કહ્યું કે કાશ્મીરના ઘણા ભાગોમાં ભાગદોડ જેવી પરિસ્થિતિ છે. દરેક વ્યક્તિ તરત જ ખીણમાંથી બહાર નીકળવાની ઇચ્છા રાખે છે. પરંતુ, પરિવહનની સમસ્યા છે. દિલ્હી-શ્રીનગર ફ્લાઇટ્સ માટે ફ્લાઇટ્સના રૂ. 5000 થી રૂ .8000 માં મળતી હતી, જે હવે 20-22 હજારમાં મળી રહી છે વરસાદને કારણે રોડ નો  માર્ગ જોખમી હતો. તેથી જ મજબૂરીમાં વિમાનમાંથી આવવું પડ્યું.

એરફોર્સનાં વિમાન થી 300 લોકોને મોકલવામાં આવ્યા

જમ્મુ-કાશ્મીર ટૂરિઝમ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર નિસાર વાની કહ્યું કે શુક્રવારે કાશ્મીરમાં 20-22 હજાર પ્રવાસીઓ હતા. તેમાંથી ઘણા શ્રીનગર પહોંચ્યા છે અથવા તો ખીણમાંથી નીકળી ગયા છે. એડવાઈઝરી ની રજૂઆત પછી તરત જ ગુલમર્ગ, પહેલગામ અને અન્ય પર્યટક સ્થળોએ બસો મોકલવામાં આવી હતી. ત્યાંથી બધા પ્રવાસીઓને શ્રીનગર લાવવામાં આવ્યા હતા. કેટલાક પ્રવાસીઓ પહેલગામમાં ટ્રેકિંગ પર ગયા છે, જે અત્યારે તેમના બેઝ પર પાછા નથી ફર્યા. હવાઈ ​​દળના વિમાનથી આશરે 300 લોકોને રવાના કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here