કામદેવ વશીકરણ મંત્રનો જાપ કરવાથી ૨૧ દિવસમાં તમને તમારો મનપસંદ પ્રેમ મળશે

0
4977
views

હિન્દુ ધર્મમાં કામદેવને પ્રેમ અને આકર્ષણના દેવતા માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે કામદેવની પૂજા કરવાથી સાચો પ્રેમ પ્રાપ્ત થાય છે. પુરાણો અનુસાર કામદેવ બ્રહ્માજીના પુત્ર હતા અને બ્રહ્માજીના અંશમાંથી ઉત્પન્ન થયા હતા. બ્રહ્માજીએ કામદેવને સૃષ્ટિની રચના અને લોકોના મનમાં પ્રેમ ભાવના પેદા કરવા માટે ઉત્પન્ન કર્યા હતા. એટલા માટે કામદેવને પ્રેમના દેવતાનો દરજ્જો આપવામાં આવેલ છે અને તેમના મંત્રનો જાપ કરવાથી જીવનમાં પ્રેમ મેળવી શકાય છે. એવું માનવામાં આવે છે કે કામ દેવની પૂજા કરવાથી વ્યક્તિ આકર્ષિત થાય છે અને જેને તમે મેળવવા માંગો છો તે તમને મળી જાય છે.

ક્યા કરે છે કામદેવ નિવાસ

મુદગલ પુરાણમાં કામદેવ સાથે જોડાયેલ એક શ્લોકમાં બતાવવામાં આવેલ છે કે કામદેવ ક્યાં નિવાસ કરે છે. આ શ્લોક અનુસાર કામદેવ યૌવન, સ્ત્રી, સુંદર ફૂલ, ગીત, ફૂલોનો રસ, પક્ષીઓનો મીઠો અવાજ, સુંદર બાગ બગીચા, વસંત ઋતુ, ચંદન, મંદ હવા, આકર્ષક વસ્ત્ર અને સુંદર આભૂષણોમાં હોય છે.

કામદેવ અને શિવની કથા

એક કથા અનુસાર દેવી સતીએ આત્મહત્યા કરી લીધા બાદ શિવજી ખૂબ જ દુઃખી થઈ ગયા હતા અને મનને શાંત કરવા માટે શિવજી ગંગા અને તમસા નદીના સંગમ પર જઈને ધ્યાનમાં બેસી ગયા હતા. વળી પાર્વતીના રૂપમાં માતા સતીએ બીજી વખત જન્મ લીધો અને જન્મ લીધા બાદ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી જેથી કરીને તેઓ તેને પતિના રૂપમાં મળી શકે. માતા પાર્વતીની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને શિવજીએ તેમની સાથે લગ્ન કરી લીધા. જોકે શિવજી માતા પાર્વતી તરફ બિલકુલ આકર્ષિત ન હતા અને તેઓ પાર્વતી સાથે પ્રેમ કરતા ન હતા.

વળી બીજી તરફ રાક્ષસ તારકાસુરે બ્રહ્માજીની તપસ્યા કરીને એવું વરદાન માંગી લીધું કે તેનું મૃત્યુ ફક્ત શિવ પુત્રના હાથે થાય. હકીકતમાં તારકાસુરને જાણ હતી કે શિવજી પાર્વતીજીને પ્રેમ કરતા નથી. આ વરદાન મળ્યા બાદ તારકાસુરે દેવતાઓ પર આક્રમણ કરવાનું શરૂ કરી દીધું. જેના લીધે દેવતાઓના મનમાં ભય પેસી ગયો. તારકાસુરના અત્યાચારોથી પરેશાન થઈને બધા દેવતાઓ બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજીને તારકાસુર દ્વારા કરવામાં આવેલા અત્યાચારો વિશે જણાવે છે.

ત્યારે બ્રહ્માજી કામદેવને ભગવાન શિવજીને ધ્યાન મુદ્રામાંથી જાગૃત કરવાનો આદેશ આપે છે. આ આદેશ મળ્યા બાદ કામદેવ ધ્યાન મુદ્રામાં બેસેલા શિવજીને જગાડે છે. જેના લીધે ભગવાન શિવ ક્રોધિત થઈ જાય છે અને કામદેવને ભસ્મ કરી દે છે. જોકે કામદેવ પોતાના લક્ષ્ય માં સફળ થઈ જાય છે અને થોડા વર્ષો બાદ શિવજીના પુત્ર ના હાથે તારકાસુરનો વધ થાય છે.

મળે છે મનપસંદ પ્રેમ

કામદેવ વશીકરણ મંત્ર જાપથી મનપસંદ પ્રેમ મળે છે. પ્રેમ અને આકર્ષણના દેવતા કામદેવની પૂજા કરવાથી અને તેની સાથે જોડાયેલા મંત્રનો જાપ કરવાથી મનપસંદ પ્રેમ મળે છે. તેની સાથે જોડાયેલા મંત્રોને વાંચવાથી આકર્ષણ શક્તિમાં વૃદ્ધિ થાય છે અને આવું થવા પર લોકો તમને પ્રેમ કરવા લાગે છે.

કામદેવ વશીકરણ મંત્ર

કામદેવ વશીકરણ મંત્ર ખૂબ જ અસરદાર મંત્ર માનવામાં આવે છે. કામદેવ વશીકરણ મંત્રનો જાપ કરવાથી ઇચ્છિત પ્રેમ પ્રાપ્ત થાય છે. ફક્ત એટલું જ નહીં પરંતુ પતિ અને પત્નીના સંબંધોમાં પણ પ્રેમ વધે છે. વળી જો તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરો છો અને તેને મેળવવા માંગો છો તો કામદેવની પૂજા કરો અને કામદેવ વશીકરણ મંત્ર વાંચો. આવું કરવાથી વ્યક્તિ તમારા પ્રેમમાં પાગલ થઇ જશે.

પહેલો મંત્ર

ॐ कामदेवाय विद्महे, रति प्रियायै धीमहि, तन्नो अनंग प्रचोदयात्

ઉપર બતાવવામાં આવેલ કામદેવ વશીકરણ મંત્રનો જાપ કરવાથી કામદેવ સરળતાથી પ્રસન્ન થાય છે અને તમારા શરીરને આકર્ષિત બનાવી દે છે. આ મંત્રનો જાપ કરતા પહેલા થોડા સમય કામદેવનું ધ્યાન કરવું અને ત્યારબાદ આ મંત્રનો ૧૦૮ વખત જાપ કરવો.

બીજો મંત્ર

ॐ नमो भगवते कामदेवाय यस्य यस्य दृश्यो भवामि यस्य यस्य मम मुखं पश्यति तं तं मोहयतु स्वाहा

આ મંત્રનો જાપ સવારે અને સાંજના સમયે કરવો. દરરોજ ૨૧ દિવસ સુધી આ મંત્રનો જાપ કરવાથી મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન થાય છે અને જીવન પ્રેમથી ભરેલું રહે છે. આ મંત્રનો જાપ કરવા હેતુ તમે સૌથી પહેલા ધૂપ કરો અને ત્યારબાદ લાલ રંગના આસન પર બેસીને ૧૦૮ વખત મંત્રનો જાપ કરો.

ત્રીજો મંત્ર

ॐ नमः काम-देवयः सहकल सहदृशः सहमसह वन्हे धुननः जनममदर्शनं उत्कण्ठितं कुरु कुरु, दक्ष दक्षु-धरः कुसुम-वाणेनः हनः हनः स्वहः

આ કામદેવ વશીકરણ મંત્રનો જાપ તમે સાંજના સમયે કરો. આ મંત્ર નો જાપ કરતા સમયે પોતાની પાસે એક ફળ રાખો અને ધૂપ કરો. ૧૦૦૧ વખત આ મંત્રનો જાપ કર્યા બાદ આ ફળ તે વ્યક્તિને ખવડાવો જેને તમે પ્રેમ કરો છો. આવું કરવાથી તે વ્યક્તિ તમને પ્રેમ કરવા લાગશે અને તમારા પ્રત્યે આકર્ષિત થશે.

ચોથો મંત્ર

ॐ क्लीं कामदेवायः नमः

આ મંત્રનો જાપ તમે સતત ૧૧ દિવસ સુધી કરો. આ મંત્રનો જાપ કરવાથી તમને સાચો પ્રેમ પ્રાપ્ત થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here