કમાવા છતાં પણ પૈસાની તંગી રહે છે? માં લક્ષ્મીના ૧૮ પુત્રોનાં નામનો જાપ કરવાથી દુર થશે સમસ્યા

0
682
views

દરેકને સંપત્તિની ઇચ્છા હોય છે. પોતાની તિજોરી હંમેશા પૈસા થી ભરેલી કોણ જોવા નથી ચાહતુ? પરંતુ એવું કહેવામાં આવે છે કે લક્ષ્મી ચંચળ છે. તે કોઈપણ સમયે કોઈ એક જગ્યા એ રહેતી નથી. પણ જો તમને લક્ષ્મીનો આશીર્વાદ મળે તો જીવન સુખમાં વ્યતીત થાય છે.

હવે આવી સ્થિતિમાં સવાલ એ છે કે માતા લક્ષ્મીના આશીર્વાદ કેવી રીતે પ્રાપ્ત થાય. એવું શું કરવું જોઈએ જેથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય અને વરદાન આપે. જેથી આ ભૌતિક વિશ્વનું દરેક સુખ મળી શકે. ચાલો અમે તમને માતા લક્ષ્મીના તે 18 પુત્રોની પૂજા ઉપાસનાની કેમ કરવી તે જણાવીએ, જેથી માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય.

જ્યોતિષીઓ માને છે કે લક્ષ્મીના 18 પુત્રો તેમના નામનો જપ કર્યા પછી માતા લક્ષ્મી ભક્તોની પાસે આવે છે અને ઇચ્છિત આશીર્વાદ આપે છે. જ્યોતિષીઓનું તો એવુ પણ કહેવુ છે કે જો અચાનક પૈસાની તંગી આવી જાય તેવામાં જો માં લક્ષ્મીના પુત્રોના નામ બોલાવવામાં આવે તો આર્થિક સંકટ ટળી જાય છે. જ્યોતિષીઓ માને છે કે લક્ષ્મી હંમેશાં ત્રણ જગ્યાએ રહે છે.

માં લક્ષ્મીજી હંમેશાં ત્યાં રહે છે, જ્યાં ગણપતિની પૂજા કરવામાં આવે છે. પરંતુ જો અચાનક પૈસાની જરૂર પડે તો માતા લક્ષ્મીને બદલે તેમના પુત્રોના નામનો જાપ કરવો ખૂબ કલ્યાણકારી માનવામાં આવે છે.

ઋગ્વેદમાં એક શ્લોકમાં માતા લક્ષ્મીના પુત્રોના નામનો ઉલ્લેખ છે. જ્યારે પણ અચાનક પૈસાની જરૂર પડે ત્યારે શુક્રવારથી તેમના 18 પુત્રોના નામનો જાપ કરવાનું શરૂ કરો. ત્યારબાદ માતા લક્ષ્મી પૈસાની વ્યવસ્થા કરશે. ચાલો હવે અમે તમને માતા લક્ષ્મીના 18 પુત્રોના કલ્યાણકારી નામ જણાવીએ જેનો જાપ તમે કરી શકો છો.

માં લક્ષ્મી ના પુત્રો ના નામ

 • ऊं देवसखाय नम:
 • ॐ चिक्लीताय नम:
 • ॐ आनन्दाय नम:
 • ॐ कर्दमाय नम:
 • ॐ श्रीप्रदाय नम:
 • ॐ जातवेदाय नम:
 • ॐ अनुरागाय नम:
 • ऊं सम्वादाय नम:
 • ॐ विजयाय नम:
 • ॐ मदाय नम:
 • ॐ वल्लभाय नम:
 • ॐ हर्षाय नम:
 • ॐ बलाय नम:
 • ॐ तेजसे नम:
 • ॐ दमकाय नम
 • ॐ सलिलाय नम:
 • ॐ गुग्गुलाय नम:
 • ॐ कुरूण्टकाय नम:

માતા લક્ષ્મીના પુત્રોના આ નામો નો જપ એવી કોઈ પણ પસ્થિતિ માં કરી શકો કે જેમાં તમને સૌથી વધુ પૈસાની જરૂર હોય. તેમાં પૈસાની વ્યવસ્થા થઈ જશે. જો તમે પણ આવી કોઈ પરિસ્થિતિનો શિકાર છો કે જેમાં અચાનક પૈસાની જરૂર છે, તો શુક્રવારથી આ ઉપાય કરી જુવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here