કાળા રંગનાં દોરાનો આ સરળ ઉપાય તમને બનાવી શકે છે માલામાલ, માં લક્ષ્મીની કૃપા વરસશે

0
529
views

કાળા રંગને હિંદુ ધર્મમાં અશુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે કાળો રંગ ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાવે છે તેથી ઘરમાં ઉંમરલાયક માણસો કોઈપણ પ્રસંગમાં કાળા રંગના કપડાં પહેરવા ના પાડે છે. પરંતુ જ્યારે વાત આવે છે ખરાબ નજરની ત્યારે તેનાથી બચવા માટે કાળા રંગનો ઉપયોગ કરવામાં આવે છે. જો ઘરમાં નાનું બાળક હોય તો તેની ખરાબ નજરથી બચાવવા માટે કાળા રંગનો દોરો કે તાવીજ તેને બાંધવામાં આવે છે. અને કાળા રંગનું કાજલ પણ લગાવવામાં આવે છે.

તેવી જ રીતે નવા ઘરની નજરથી બચાવવા માટે કાળા રંગની માટલી બાંધવામાં આવે છે. કેમકે તેનાથી ઘર પર કોઈની ખરાબ નજર ન લાગે અને તમે જોયું હશે કે ઘણી વખત કે ઘણા  ખેલાડી અને ડાન્સ કરવા વાળા પણ પોતાના એક પગ ઉપર કાળા રંગનો દોરો બાંધે છે. ભલે કાળા રંગને શુભ નથી માનવામાં આવતો પરંતુ ખરાબ નજરથી બચવા માટે કાળો રંગ ખૂબ જ સહાયક બને છે.

ઘણા માણસો કદાચ એ વાત થી અજાણ હશે કે કાળો રંગ માત્ર ખરાબ નજરથી બચવા માટે જ નહીં પરંતુ જો તેનો ઉપાય સાચી રીતે કરવામાં આવે તો તમારું નસીબ ચમકાવી દેશે. તો આજે તમને જણાવીશું કઈ રીતે કરવા જોઈએ તેના ઉપાય.

કાળા રંગના દોરા સાથે જોડાયેલી આ વાતો તમને ખબર જ હશે કે તેનાથી ખરાબ નજરથી બચાવે છે પરંતુ તેની સાથે સાથે આથી વ્યક્તિ માલામાલ પણ બનાવી દે છે જો તમે તેનો ઉપાય સાચી રીતે કરો તો. અને તેનાથી માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર હંમેશા બની રહેશે.

ઉપાય

તમારે એના માટે બસ એટલું જ કરવાનું છે કે બજારમાં જઇને કાળા દોરાને લાવો અને ત્યારબાદ શનિવાર કે મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં લઈ જવો. તે દોરામાં નાની-નાની ગાંઠો બાંધી દેવી. ત્યારબાદ તે દોરાને હનુમાનજીના ચરણોમાં મૂકવો અને હનુમાનજીના ચરણોમાં થી સિંદૂર લઈને તે દોરા ઉપર લગાવો. ત્યારબાદ તે દોરાને ઘરમાં તિજોરીમાં કે મુખ્ય દરવાજા પર બાંધી દેવો તેનાથી તમને ક્યારેય પૈસાની કમી નહીં રહે અને તમે માલામાલ બની જશો.

જો તમે આ દોરાને ઘરના મુખ્ય દરવાજા પર લગાવશો તો તેનાથી ઘરની કોઈ ખરાબ નજર પણ નહિ લાગે અને ઘર માં આવતી દરેક સમસ્યા થી પણ બચાવશે.

તમને જણાવી દઈએ કે ધાર્મિક રીતે નહીં પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ કાળા દોરા નું મહત્વ બતાવવામાં આવ્યું છે. વૈજ્ઞાનિક રીતે જણાવીએ તો કાળો રંગ અને કાળો દોરો ખરાબ નજર અને હવાને અવશોષિત કરી લે છે. જેનાથી તેની અસર આપણા શરીર પર નથી થતી. અને આપણા શરીર પર એક સુરક્ષા કવચનું કામ કરે છે. તે ઉપરાંત કાળો દોરો શનિ પ્રકોપથી પણ બચાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here