કડવા ચોથના દિવસે પતિ-પત્ની કરી લો આ કામ, તમારો પ્રેમ રહેશે જીવનભર અતુટ

0
328
views

હિંદુ રીતી રીવાજો અનુસાર કડવા ચોથનું વ્રત ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. કડવા ચોથના દિવસે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે. આ વર્ષે કડવા ચોથનું વ્રત ૧૭ ઓક્ટોબર ૨૦૧૯ ના દિવસે આવે છે. જેમ જેમ સમય બદલાતો રહ્યો છે તેમ તેમ આપણી પરંપરાઓમાં પણ પરિવર્તન જોવા મળી રહ્યું છે. ઘણા પુરુષો એવા હોય છે જે કડવા ચોથના દિવસે પોતાની પત્ની માટે કડવા ચોથનું વ્રત રાખે છે અને તેની પત્ની ની સલામતી અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. પત્ની પણ પોતાના પતિના સુખમય જીવનની પ્રાર્થના કરે છે. કડવા ચોથના દિવસે માતા પાર્વતી, શિવજી, કાર્તિકેય, ગણેશજી તથા ચંદ્રની પૂજા થાય છે.

કડવા ચોથના દિવસે મહિલાઓ સવારથી જ નિર્જળા વ્રત કરે છે અને રાતના સમયે ચંદ્રને અર્ધ્ય આપીને પોતાનું વ્રત પૂર્ણ કરે છે. આ વખતે ના કડવા ચોથ માં મહાસંયોગનું નિર્માણ થઇ રહ્યું છે. આ દિવસે તમે થોડા ઉપાય પણ કરી શકો છો. આજે અમે તમને કડવાચોથ પર કરી શકાય તેવા અમુક મહત્વપૂર્ણ કાર્યો વિશે જાણકારી આપીશું, જેને પતિ-પત્ની જરૂર કરવા જોઈએ.

કડવા ચોથના દિવસે સ્ત્રીઓ કરે આ કામ

પતિ-પત્ની વચ્ચે જો કોઇ વાતને લઇને વાદ-વિવાદ થઈ રહી હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે તમે કડવા ચોથના દિવસે સાવરણીની બે સળીને ઉલટી અને સીધી રાખી દો અને તેને વાદળી રંગના દોરાથી બાંધીને પોતાના ઘરના દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખી દો. આવું કરવાથી વ્યવહારિક જીવનમાં જે પરેશાનીઓ ચાલી રહી છે તે દૂર થશે.

જો મહિલાઓ ઈચ્છતી હોય છે કે તેમનો પતિ તેમને હંમેશા પ્રેમ કરે અને ક્યારેય તેમની સાથે વિશ્વાસઘાત ન કરે તો એવામાં એક લાલ કાગળ પર ગોલ્ડન પેનથી પોતાના પતિનું નામ લખો અને તેને એક લાલ કપડામાં બે ગોમતી ચક્ર અને ૫૦ ગ્રામ પીળા સરસવ ની સાથે રાખી તેની પોટલી બનાવીને તેને કોઈ જગ્યાએ ચૂપચાપ સંતાડીને રાખવું. આટલું કર્યા બાદ એક વર્ષ પછી તેને કોઇ નદીમાં પધરાવી દેવું.

જો મહિલાઓ એવું ઇચ્છતી હોય કે તેમના પતિ સાથે તેમનો પ્રેમ સંબંધ વધારે સારો બને તો આવી સ્થિતિમાં તમે કડવા ચોથના દિવસે ગણેશજીને ગોળ અર્પણ કરો. કારણ કે કડવા ચોથના દિવસે ગણેશજીને ગોળ અર્પિત કરવાથી વૈવાહિક જીવનમાં મીઠાશ આવે છે.

કડવા ચોથના દિવસે પુરુષ કરે આ કામ

પતિ કડવા ચોથના દિવસે પોતાની પત્નીને વચન આપે અને જન્મો જનમ સુધી સાથ નિભાવવાનું પ્રણ લેવું. કારણ કે જીવનસાથી સાથે દગો કરવો અને વિશ્વાસ તોડવાથી સંબંધોમાં ખટાશ આવે છે. બંને મળીને એકબીજાને સહયોગ આપવો.

કડવા ચોથના દિવસે કડવા ચોથની કથા સાંભળવાનું ખૂબ જ મહત્વ માનવામાં આવેલ છે. જો તમે આ કથા સાંભળો છો તો તેનાથી ગણેશજીનો આશીર્વાદ મળે છે કારણ કે તે ગણેશજીના વરદાનની કહાની છે જેને સાંભળવાથી નસીબ ચમકી જાય છે. એટલા માટે પતિએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કડવા ચોથ માં જેટલું મહત્વ પૂજા અને વર્તન છે તેટલું જ કડવા ચોથ ની કથાનું પણ છે. એટલા માટે આ દિવસે કથા ધ્યાનથી સાંભળવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here