કડકડતી ઠંડીમાં ૧૨ કિલોમીટર ચાલીને સીઆરપીએફ નાં જવાનોએ ભુખ્યા બાળકો માટે જમવાનું પહોચાડ્યો

0
1395
views

જમ્મુ-કાશ્મીરના રામબનની નજીક રાષ્ટ્રીય રાજમાર્ગ પર લેન્ડ સ્લાઈડના લીધે ફસાયેલા એક પરિવારના સદસ્યો માટે  કેન્દ્રીય રિઝર્વ પોલીસના જવાન ભગવાનના રૂપમાં આવી પહોંચ્યા. કડકડતી ઠંડી અને ૧૨ કિલોમીટર સુધી ગાડીઓની લાંબી લાઈનની વચ્ચે ફસાયેલા તરસ્યા અને ભૂખરા છોકરાઓ માટે સીઆરપીએફ ના બહાદૂર જવાનો ખાવા પીવાની વસ્તુઓ અને દુધ પહોંચાડવાનું સાહસી ભર્યું કામ કર્યું. સૌથી મહત્ત્વનું કામ એ છે કે મદદગાર બનીને પહોંચેલ સીઆરપીએફના જવાનો કાતિલ ઠંડીમાં પર્વતના રસ્તેથી ૧૨ કિલોમીટરનો રસ્તો ચાલીને પાર કરવો પડ્યો.

સીઆરપીએફ બટાલિયનનાં ૮૪મી બટાલિયનના કમાન્ડો ડીપી યાદવે ઇન્ટરવ્યુમાં કહ્યું કે જમ્મુ શ્રીનગર રાજમાર્ગ પર રામ બનને દિંગડોલ વિસ્તારમાં ફસાયેલ આસિફાએ ભૂખ્યા છોકરાઓનું  પેટ ભરવા માટે સીઆરપીએફ થી મદદ માગી હતી.

આસિફાના પરિવારે સીઆરપીએફની હેલ્પલાઇન નંબર પર કોલ કરીને મદદ માંગી હતી, આ પછી મદદગાર હેલ્પલાઇન તરફથી સીઆરપીએફની ૮૪ મી બટાલિયનના જવાનો આ પરિવારની મદદ માટે મોકલવામાં આવ્યા હતા. આ ટીમના ઇન્સ્પેક્ટર રઘુવીર સાથે સીઆરપીએફ ના બીજા જવાન પરિવારના છોકરાઓ અને બીજા લોકો માટે દૂધ અને ખાવાનું લઈને પહોંચ્યા.

ઇન્ટરવ્યુમાં સીઆરપીએફના કમાન્ડે જણાવ્યું કે લેન્ડ સ્લાઈડના લીધે એટલો વધારે ટ્રાફિક જામ હતો કે પરિવાર સુધી ગાડીથી પહોંચી શકાય તેમ ન હતું. આ કારણથી સીઆરપીએફ ના જવાનોએ ચાલીને કડકડતી ઠંડીમાં ૧૨ કિલોમીટરનો રસ્તો કાપી મુસીબતમાં ફસાયેલ પરિવાર પાસે પહોંચ્યા.

આ પછી સીઆરપીએફના જવાનોએ છોકરાઓને દૂધ અને ખાવાનો સામાન દીધો. .સીઆરપીએફની વિશેષ મદદ પર આસિફાના પરિવારે હેલ્પલાઇનના લોકો અને સમય પર આવેલા જવાનોને દિલથી ધન્યવાદ કહ્યું. રામબનની જિલ્લાના દિંગદોલ અને ચંદ્ર કોટ વિસ્તારમાં ભારે લેન્ડ સ્લાઈડના લીધે નેશનલ હાઈવે બુધવાર સાંજથી બંધ કરી દેવાયો હતો. ભૂસ્ખલનના લીધે અહીં વધારે માત્રામાં મલબા અને પથ્થર પડી રહ્યા હતા જેને કારણે હાઇવે પરથી મલબા અને પથ્થર હટાવવાનું કામ કર્મચારીઓ માટે મુસીબત બની રહ્યું હતું.

જોકે રવિવાર ની સવારથી હાઇવે એક તરફ થી ખોલી દેવાયો હતો. જે સમયે કશ્મીરમાં ૫ ઓગસ્ટના રોજ ઇન્ટરનેટ અને ટેલિફોન બંધ કરી દીધા હતા ત્યારે લોકોની સહાયતા માટે કેન્દ્રીય રિઝર્વ પોલીસ બલએ શ્રીનગરના આધારિત હેલ્પ લાઇને પોતાનો ફોન નંબર બદલી નાખ્યો હતો.

આ વાતની સૂચના સીઆરપીએફની હેલ્પલાઈને ટ્વીટરે પણ આપી હતી. કાશ્મીરમાં ટેલિફોન સેવા બંધ થયા પછી મદદગાર હેલ્પલાઈને ઘણા લોકોની મદદ કરી હતી. આ મદદગાર હેલ્પલાઈને દેશના અલગ-અલગ વિસ્તારમાં રહેતાં લોકો જે કાશ્મીરમાં પોતાના પરિવાર સાથે સંપર્ક નોહતા કરી શકતા હતા એમને માટે પણ આ હેલ્પ લાઇન શરૂ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here