જ્યારે ભારત અને પાકિસ્તાન પહેલી વખત ટેસ્ટ ક્રિકેટ રમ્યા હતા, જાણો ત્યારે શું થયું હતું

0
219
views

જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ હોય છે ત્યારે સ્ટેડિયમથી લઈને ઘર સુધી લોકો ગાંડા થઈ જતા હોય છે. કોઈ ટીવીને વળગી રહે છે તો કેટલાક ડ્રાઇવિંગ કરતી વખતે એફએમ રેડિયો પર. ટૂંકમાં ચારે તરફ તેની જ ચર્ચા ચાલટી હોય છે. હવે જરાક વિચારો કે જયારે આઝાદી પછી ભારત અને પાકિસ્તાનની વચ્ચે પહેલો મેચ રમાયો હશે ત્યારનું દ્રશ્ય કેવું હશે. વિચારી નથી શકતા ને? વાંધો નઈ ચાલો અમે તમને લઈ જઈએ. ક્યાં? ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ, દિલ્હી. ક્યારે? ૧૬ ઓક્ટોબર ૧૯૫૨.

પાકિસ્તાન ભારતની મુલાકાતે છે. પાંચ ટેસ્ટ મેચ રમવા આવ્યા હતા. તે સમયે વન –ડે દૂર દૂર સુધી ક્યાંય ન હતી. ૧૦ ઓક્ટોબરે આવેલી પાકિસ્તાનની ટીમ ૨૪ ડિસેમ્બર સુધી રોકાવાની હતી. ૧૬ ઓક્ટોબરની મેચ પાકિસ્તાન માટે તેની ડેબ્યુ ક્રિકેટ મેચ હતી.

લાલા અમરનાથ ભારતીય ટીમના કેપ્ટન હતા. પાકિસ્તાની ટીમના કેપ્ટન હતા અબ્દુલ કરદાર. કરદારએ પહેલાં પણ ભારત તરફ થી ક્રિકેટ રમી ચુક્યા હતા. તે અને આમિર ઇલાહી તેની ટીમમાં એવા ખેલાડીઓ હતા જેમણે આઝાદી પહેલા ભારત તરફથી અને આઝાદી પછી પાકિસ્તાન પછી ટેસ્ટ ક્રિકેટ રમ્યા હતા.

આ સિવાય બધા જ પ્રથમ વખત જ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરી રહ્યા હતા. ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસથી હારીને પાછા ફર્યા હતા. ભારત પાસે હતા વીનુ માંકડ, હેમુ અધિકારી અને લાલા અમરનાથ. વીનુ માંકડ એ હતા જેમના નામ પરથી મેનકડીંગની આઉટીંગ સ્ટાઇલનું નામ રાખવામાં આવ્યું હતું.

ભારતે પ્રથમ દાવમાં ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતે ૩૭૨ રન પણ  બનાવ્યા હતા, ૧૩૯.૪ ઓવરમાં. હેમુ અધિકારી ૮૧ રન બનાવીને આઉટ થયા હતા. વિજય હજારેએ ૭૬ રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી આમિર ઇલાહીએ ૧૩૪ રન આપીને ચાર વિકેટ લીધી હતી. ખાન મોહમ્મદે ૫૨ રનમાં ૨ વિકેટ લીધી હતી. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ બેટિંગ કરવા ઉતરી હતી અને ૧૫૦ રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. ૧૪૦.૩ ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર હનાફ મોહમ્મદ રહ્યો, જેણે ૫૧ રન બનાવ્યા. પાકિસ્તાનની  આવી પરિસ્થિતિ કરનાર બોલર વીનુ માંકડ હતા. તેણે આ ઇનિંગ્સમાં માત્ર ૫૨ રન આપીને આઠ વિકેટ ઝડપી હતી.

ફોલો ઓન કરાવામાં આવ્યું. પાકિસ્તાનની ટીમ ફરી રમવા નીચે આવી હતી. આ વખતે ૫૮.૨ ઓવર રમ્યા હતા. ૧૫૨ રને ઓલ આઉટ થઈ ગઈ. ઈમ્તિયાઝ અહેમદે ૪૧ અને કેપ્ટન અબ્દુલ કરદારે ૪૩ રન બનાવ્યા. ગુલામ અહમદે ૨૩ ઓવર ફેંકી, ૩૫ રનનો સમાવેશ કર્યો અને ચાર વિકેટ ઝડપી. ત્યારબાદ વીનુ માંકડે ફરી પાકિસ્તાનને ધોઈ નાખ્યું. ૨૪.૨ ઓવરની બોલિંગ કરી ૭૯ રન આપ્યા અને પાંચ વિકેટ લીધી.

ભારતે આ મેચને ઈનિંગ્સ અને ૭૦ રને જીતી હતી

જોકે પછીની મેચમાં પાકિસ્તાને મેચ જીતીને સ્કોર બરાબર કરી દીધો હતો. આ લખનૌમાં બન્યું હતું. પાકિસ્તાને ભારતને ઇનિંગ્સ અને ૪૩ રનથી હરાવ્યું હતું. પરંતુ આ ટેસ્ટ શ્રેણીમાં ભારતનો વિજય થયો. કારણ કે ભારતે બોમ્બેમાં ત્રીજી ટેસ્ટ જીતી હતી અને બાકીની બે મેચ ડ્રો રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here