જ્યાં જ્યાં પડ્યા દેવી સતી ના અંગો, ત્યાં ત્યાં સ્થાપિત થયા શક્તિપીઠ, જાણો ૫૧ શક્તિપીઠો ના નામ

0
1314
views

પૌરાણિક કથા અનુસાર સતીનાં શવના વિભિન્ન અંગોથી શક્તિપીઠનું નિર્માણ થયું હતું તેની પાછળ એક વિશેષ કથા છે. દક્ષ પ્રજાપતિએ હરિદ્વારમાં એક યજ્ઞ કર્યું હતું. તે યજ્ઞમાં બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર અને બીજા દેવી-દેવતાઓની આમંત્રિત કર્યા હતા પરંતુ તેમણે જાણીજોઈને ભગવાન શંકરને ના બોલાવ્યા. શંકરજી ની પત્ની અને દક્ષની પુત્રી સતી પીતાજી ના બોલાવ્યા પર ભોલેનાથનાં ના પાડવા છતાં તે યજ્ઞમાં ભાગ લેવા માટે ગયા.

યજ્ઞ સ્થળ પર પુત્રીએ તેના પિતા દક્ષને ભોલેજી ને ના બોલવવા પાછળનું કારણ પૂછ્યું અને પિતાજી સામે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. તેના પર દક્ષ રાજાએ શિવજીને અપશબ્દો કહ્યા. તે અપમાન ના લીધે શકીએ તે યજ્ઞકુંડમાં કૂદીને તેની પ્રાણ આહુતિ આપી દીધી. ભગવાન શંકરને જ્યારે આ દુર્ઘટના ની ખબર પડી ત્યારે ગુસ્સામાં તેમનું ત્રીજું નેત્ર ખૂલી ગયું અને તે ભયંકર તાંડવ કરવા માટે ઉભા થઈ ગયા.

ભગવાન શંકરના આદેશ પર તેમના ઉગ્ર ક્રોધથી ભયભીત બધા દેવતા, ઋષિગણ યજ્ઞ સ્થળથી ભાગી ગયા શંકરજીએ સતીના પાર્થિવ શરીરને યજ્ઞકુંડમાં થી ઉઠાવી લીધો અને દુઃખી થઈને પૃથ્વી પર ફરીને તાંડવ કરવા લાગ્યા. ત્યારે સંપૂર્ણ વિશ્વને પ્રલયથી બચાવવા માટે ભગવાન વિષ્ણુએ તેમના ચક્રથી સતીના શરીરના ટુકડા કરી નાખ્યા. આ ટુકડા જે જગ્યા પર પડ્યા છે તે સ્થાનને શક્તિપીઠ કહેવાય છે.

આ શક્તિ પીઠની સંખ્યા ૫૧ છે અને તે અને પૂરા ભારતીય ઉપમહાદ્વીપમાં ફેલાયેલ છે. આજે જણાવીશું તે સ્થાન અને તે સ્થાનમાં સ્થાપિત દેવીનું નામ અને કયું અંગ આભૂષણ ક્યાં પડ્યું તેના વિશે.

 • હિંગુલ કે હિંગળાજ કરાચી પાકિસ્તાન થી લગભગ 125 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં સ્થિત છે ત્યાં દેવી નો માથાનો ઉપરનો ભાગ પડ્યો હતો અને ત્યાં દેવી કટોરી નામથી સ્થાપિત છે.
 • શકૅરરે કરાચી પાકિસ્તાનથી શુક્રર સ્ટેશનથી નજીક છે અને તેની નૈનાદેવી બિશાલ પૂરમાં પણ જણાવવામાં આવે છે. ત્યાં દેવી ની આંખો પડી હતી અને તેને મહર્ષિ મર્દિની કહેવામાં આવે છે.
 • સુગંધ, બાંગ્લાદેશમાં શિકારપુર બરિસલ થી 20 કિલોમીટર દુર નદીના કિનારે પડેલી દેવીની નાસિકા અને તેમનું નામ છે સુનંદા.
 • અમરનાથ, પહેલગામ કાશ્મીર પાસે દેવીનું ગળું પડ્યું હતું અને ત્યાં તે મહામાયા ના નામે સ્થાપિત છે.
 • જ્વાલા જી, હિમાચલ પ્રદેશમાં જ્યાં દેવીની જીભ પડી હતી અને તેમનું નામ પડ્યું સીધિદા કે અંબિકા.
 • જાલંધર, પંજાબના છાવણી સ્ટેશન નજીક તળાવમાં તેમનો ડાબુ  વક્શ પડ્યું અને ત્યાં દેવી ત્રિપુર માલીની નામથી સ્થાપિત થયા.

 • અંબાજી મંદિર, ગુજરાતમાં દેવી નો હૃદય પડ્યું હતું અને તે અંબાજી નામે સ્થાપિત થયા.
 • ગુજયેક્શવરિ મંદિર, નેપાળમાં પશુપતિનાથ મંદિરની સાથે જ છે દેવી નું મંદિર ત્યાં દેવી ના બંને ઘૂંટણ પડ્યા હતા અને ત્યાં દેવી નું નામ મહાશિરા છે.
 • માનસ, કૈલાશ પર્વત માન સરોવર માં તિબત નિ નજીક. પાશણશિલ્લા ના રૂપમાં મોજૂદ દેવી ત્યાં તેમનો જમણો હાથ પડ્યો હતો અને તે દાયાકશની ના રૂપે સ્થાપિત થયા.
 • બિરાજ, ઉત્કલ ઓડિશામાં દેવીને નાભિ પડી અને તે વિમળા બની.
 • ગંડકી નદીના કિનારે પોખરા, નેપાળમાં મુક્તિનાથ મંદિરમાં દેવીનો માથું પડ્યું અને તે ગંડકી ચંડી ના રૂપે સ્થાપિત થયા.
 • બાહુલ, અજય નદી તટ કેતુ ગ્રામ, કટુઆ વર્ધમાન જિલ્લામાં પશ્ચિમ બંગાળ થી 8 કિલોમીટર દૂર બહુલા દેવી છે જ્યાં દેવીનો ડાબો હાથ પડયો હતો.
 • ઉજ્જૈની, ગુસ્કૂર સ્ટેશનથી વર્ધમાન જિલ્લા પશ્ચિમ બંગાળમાં જમણો હથેળી પડી અને મંગળ દેવી ચંદ્રિકા ની સ્થાપના થઈ.

 • માતા બાટી પર્વત શિખર, રાધા કિશોર પુર ગામ ઉદલપુર ત્રિપુરામાં ડાબો પગ પડ્યો અને દેવી ત્રિપુર સુંદરી બની.
 • છત્રાલ ચંદ્ર નાથ પર્વત શિખર સીતા કુંડ સ્ટેશન ચિત્તા ગોંગ જિલ્લા બાંગલાદેશમાં પડ્યો જમણી ભુજા અને નામ પડ્યું ભવાની.
 • સાલ બાઢિ ગામ અને બોળા બંડલ જલપાઇગુડિ પશ્ચિમ બંગાળમાં માનો જમણો પગ પડ્યો અને તે ભ્આમરિ દેવી સ્થાપિત થયા.
 • કામગીરી કામાખ્યા નીલાંચલ પર્વત ગોવાહાટી ત્યાં તેમની યોની પડી અને તે કામાખ્યા ઋપ માં પ્રસિદ્ધ થયા.
 • જુગાડ્યા, ખિરગ્રામ વર્ધમાન જિલ્લો પશ્ચિમ બંગાળમાં ડાબો પગ નો અંગૂઠો પડયો અને નામ પડ્યું જુગાડ્યા.
 • કાલીપીઠ, કાલીઘટ, કોલકાતામાં જમણા પગનો અંગુઠો પડ્યો અને તે માં કાલિકા બન્યા.
 • પ્રયાગ સંગમ, ઇલ્હાબાદ, ઉત્તરપ્રદેશમાં માં લલિતાના હાથની આંગળી પડી.

 • જયંતિ નામથી સ્થાપિત છે કાલાજોર ભોરભોગ ગામ, ખાસી પર્વત, જયંતિયા પરગના, બંગ્લાદેશ જ્યાં દેવીની ડાબી જાંઘ પડી.
 • કિરીટ નામથી જ સ્પષ્ટ છે કે કિરીટકોણ ગ્રામ, મુર્શિદાબાદ જિલ્લો, પશ્ચિમ બંગાળમાં દેવીનો મુકુટ પડેલો અને તે વિમલા માં કહેવાયા.
 • મણીકર્ણિકા ઘાટ, કાશી, વારાણસી, ઉત્તરપ્રદેશ માં તેમની મણીકર્ણિકા પડેલી અને તે વિશાલાક્ષી અને મણીકર્ણી રૂપથી પ્રસિધ્ધ થયા.
 • કન્યાશ્રમ, ભદ્રકાલી મંદિર, કુમારી મંદિર, તામિલનાડું માં દેવીની પીઠ પડી અને તે શ્રવણી તરીકે ઓળખાયા.
 • કુરુક્ષેત્ર, હરિયાણામાં તેમની પગની એડી પડી અને માતા સાવિત્રીનું મંદિર સ્થાપિત થયું.
 • મણીબંધ, ગાયત્રી પર્વત, પુષ્કર, અજમેરમાં દેવીના હાથમાં પહેરવાના બે આભૂષણ પડ્યા અને દેવી ગાયત્રી તરીકે પ્રખ્યાત થયા.
 • શ્રી શૈલ, જૈનપૂર ગામ પાસે સિલ્હેટ શહેર, બાંગ્લાદેશમાં દેવીનું ગળું પડ્યું, જ્યાં દેવીનું નામ મહાલક્ષ્મી છે.

 • કાંચી, કોપઈ નદીના તટ પર પંશ્ચિમ બંગાળમાં દેવીની અસ્થિ પડેલી અને તેઓ દેવગર્ભ રૂપમાં સ્થાપિત થયા.
 • મધ્યપ્રદેશમાં અમરકંટકમાં કમાલધાવ નામની જગ્યા પર શોન નદીના કિનારે ગુફામાં તેમનું ડાબું નિતંબ પડેલું ત્યાં તેઓ કાળી માં ના રૂપમાં સ્થાપિત થયા.
 • શોનદેશ, અમરકંટક, મધ્યપ્રદેશમાં તેમનું જમણું નિતંબ પડેલું અને નર્મદા નદીનું ઉદગમ સ્થાન હોવાને કારણે દેવી નર્મદા કહેવાયા.
 • ઉત્તરપ્રદેશ રામગિરિ, ચિત્રકૂટમાં ડાબું વક્ષ પડેલું અને શિવાની નામથી સ્થાપિત થયા.
 • વૃંદાવન, ભૂતેશ્વર મહાદેવ મંદિરની પાસે ઉત્તરપ્રદેશમાં દેવીના વાળનો ગુચ્છો અને ચૂડામણિ પડી અને ત્યાં ઉમા નામથી પ્રસિધ્ધ થયા.
 • શુચિતીથર્મ શિવ મંદિરની પાસે કન્યાકુમારી, તામિલનાડુમાં ઉપરની દાઢ પડી અને ત્યાં નારાયણી નામથી બિરાજમાન થયા.
 • વળી પંચસાગરમાં તેમની નીચલી દાઢ પડી અને ત્યાં તેઓ વારાહી નામથી બિરાજમાન થયા.
 • બાંગ્લાદેશના કરતોયતત, ભવાનીપુર ગામમાં તેમની ડાબી ઝાંઝર પડી અને તેઓ અર્પણ નામથી જાણીતા બન્યા.

 • શ્રીશૈલમ, કુર્નુલ જિલ્લા આંધ્રપ્રદેશમાં જમણી ઝાંઝર પડી અને તેઓ શ્રી સુંદરી નામથી જાણીતા બન્યા.
 • પશ્ચિમ બંગાળના વિભાલ, તામલૂક, પૂર્વ મેદીનીપુર જીલ્લામાં દેવી કપાલીની (ભીમરૂપ)ની ડાબી એડી પડી.
 • પ્રભાસ, જુનાગઢ જિલ્લો, ગુજરાતમાં દેવી ચંદ્રભાગાનો પેટનો ભાગ પડ્યો.
 • ભૈરવ પર્વત પર ક્ષ્રિપા નદીના કિનારે ઉજજયની, મધ્યપ્રદેશમાં દેવીના ઉપરના હોઠ પડ્યા જ્યાં તેઓ અવંતી નામથી જાણવામાં આવે છે.
 • જનસ્થાન, નાસિક, મહારાષ્ટ્રમાં તેમના ગળાથી ઉપરનો ભાગ પડ્યો અને દેવી ભ્રામરી રૂપમાં સ્થાપિત થયા.
 • સર્વશૈલ, રાજમહેન્દ્રી, આંધ્રપ્રદેશમાં તેમના ગાલ નો ભાગ પડ્યો અને દેવીને નામ મળ્યું રાકીની અથવા તો વિશ્વેશ્વરી.
 • બિરાત, રાજસ્થાનમાં તેમના ડાબા પગની આંગળી પડી અને ત્યાં તેઓ અંબિકા નામથી જાણીતા બન્યા.
 • રત્નાવલી, હુગલી, પશ્ચિમ બંગાળમાં દેવીનો ડાબો ખભો પડ્યો અને તેમનું નામ કુમારી થયું.

 • મિથિલા, ભારત-નેપાલ સીમા પર દેવીનો જમણો ખભો પડ્યો અને દેવી ઉમ નામથી પ્રસિધ્ધ થયા.
 • નલહાટી, બીરભૂમ, પશ્ચિમ બંગાળમાં પગનું હાડકું પડ્યું અને દેવીનું નામ પડ્યું કલિકા દેવી.
 • કર્નાટમાં દેવી જય દુર્ગાના બંને કાન પડ્યા.
 • વક્રેશ્વર, પશ્ચિમ બંગાળમાં તેમનો ગર્ભ પડ્યો અને તેઓ મહિષમર્દીની કહેવાયા.
 • યશોર, ઈશ્વરીપુરી, ખુલના જિલ્લો, બાંગ્લાદેશમાં તેમના હાથ અને પગ પડ્યા જ્યાં તેઓ યશોરેશ્વરી તરીકે ઓળખાયા.
 • અટ્ટહાસ, પશ્ચિમ બંગાળમાં ફુલ્લારામાં દેવીના હોઠ પડ્યા.
 • નંદિપુર, પશ્ચિમ બંગાળમાં માં નંદિની ના ગાળાનો હાર પડ્યો હતો.
 • લંકામાં અજ્ઞાત સ્થાન પર (એક મતાનુસાર, મંદિર ત્રિકોમાલિમાં છે, પરંતુ પુર્તગાલી બોંબમારા માં ધ્વસ્ત થઈ ગયેલ છે અને ફક્ત એક સ્તંભ બચેલ છે. આ પ્રસિધ્ધ ત્રિકોણેશ્વર મંદિરની નજીક છે) દેવીની પાયલ પડેલી હતી ત્યાં તે ઇન્દ્રક્ષી તરીકે ઓળખાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here