જીવનની કોઇપણ સમસ્યામાંથી છુટકારો અપાવે છે મહામૃત્યુંજય મંત્ર

0
605
views

મહામૃત્યુંજય મંત્ર એક શ્લોક છે. જેનું વર્ણન આપણને ઋગ્વેદ ગ્રંથમાં મળી આવે છે. ઋગ્વેદ ગ્રંથ માં આ મંત્રને ખૂબ જ શક્તિશાળી બતાવવામાં આવ્યો છે. ઋગ્વેદ ગ્રંથ અનુસાર આ મંત્રનો જાપ કરવાથી મૃત્યુથી પણ બચી શકાય છે અને મૃત્યુને ટાળી શકાય છે. આ મંત્રથી આપણે ભગવાન શિવજી ને સુરક્ષિત જીવન જીવવા માટે પ્રાથના કરીએ છીએ. ઋગ્વેદ ગ્રંથમાં ત્રણ પ્રકારના મહામૃત્યુંજય શ્લોક વિશે બતાવવામાં આવેલ છે. જેના નામ છે મહામૃત્યુંજય મંત્ર, સંપુટયુક્ત મહામૃત્યુંજય અને લઘુ મહામૃત્યુંજય મંત્ર છે.

|| महा मृत्‍युंजय मंत्र ||

ॐ त्र्यम्बक यजामहे सुगन्धिं पुष्टिवर्धन्म। उर्वारुकमिव बन्धनामृत्येर्मुक्षीय मामृतात् !!

||संपुटयुक्त महा मृत्‍युंजय मंत्र ||

ॐ हौं जूं सः ॐ भूर्भुवः स्वः ॐ त्र्यम्‍बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्‍धनान् मृत्‍योर्मुक्षीय मामृतात् ॐ स्वः भुवः भूः ॐ सः जूं हौं ॐ !!

||लघु मृत्‍युंजय मंत्र ||

ॐ जूं स माम् पालय पालय स: जूं ॐ। किसी दुसरे के लिए जप करना हो तो-ॐ जूं स (उस व्यक्ति का नाम जिसके लिए अनुष्ठान हो रहा हो) पालय पालय स: जूं ॐ।

ઋગ્વેદ ગ્રંથમાં મહામૃત્યુંજય મંત્ર ને ખૂબ જ પ્રભાવશાળી અને ચમત્કારિક મંત્ર માનવામાં આવે છે. આ મંત્રના જાપ થી અકાલ મૃત્યુને પણ રોકી શકાય છે. ફક્ત એટલું જ નહિ આ મંત્રના જાપથી બીજા પણ ઘણા અઢળક લાભ થાય છે.

શાસ્ત્રોમાં આ મહામૃત્યુંજય મંત્ર વિશે જણાવવામાં આવ્યું છે કે આ મંત્રના જાપ કરવાથી જીવનની બીજી ઘણી તકલીફોમાંથી મુક્તિ મળે છે. આ મંત્રના જાપથી કોઈપણ રોગ માંથી મુક્તિ મળે છે અને જીવનમાં આવનારી મુસીબત માંથી પણ મુક્તિ મળે છે. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી માણસની બધી જ મનોકામના પુરી થાય છે. ઘણા પ્રકારની પરિસ્થિતિમાં આ મંત્રના જાપ લાભદાયક રહે છે. તો ચાલો કઈ પરિસ્થિતિમાં આ મંત્રના જાપ કરવાથી લાભ થાય છે.

આટલી પરિસ્થિતિમાં કરો મહામૃત્યુંજય મંત્રના જાપ

  • જો આપને ધન માં હાની થઈ રહી હોય તો આપ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. આ મંત્રના જાપ થી ધનમાં હાની નથી થતી.
  • કોઈપણ પ્રકારના રોગ માંથી મુક્તિ મેળવવા માટે મહા મૃત્યુંજય મંત્રના જાપ કરવાથી રોગ માંથી તરત જ મુક્તિ મળે છે.
  • મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી સંતાન પ્રાપ્તિ આસાનીથી થાય છે. જે લોકો ને સંતાન નથી તે લોકો આ મંત્રનો જાપ શરૂ કરી દે.
  • ઘરમાં કંકાશ હોય તો આ મંત્રનો જાપ શરૂ કરી દો. મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી ઘરમાં થઈ રહેલ કંકાશ તુરંત જ ખતમ થઈ જશે અને ઘરમાં શાંતિ બની રહેશે.
  • જો રાતના સમયે ખરાબ સપના આવતા હોય તો પણ આ મંત્રનો જાપ કરવાથી પણ ખરાબ સપના આવતા બંધ થઈ જશે. મહામૃત્યુંજય નો જાપ તમે તમારી પરેશાની ના હિસાબ થી કરાય છે. સામાન્ય રીતે આ મંત્રનો જાપ ઓછામાં ઓછાં ૧૦૮ વાર કરવામાં આવે છે. બીજી તરફ તમારી પરેશાની ન હિસાબે આ મંત્રનો જાપ હજાર વાર પણ કરવામાં આવે છે.
  • સંતાન પ્રાપ્તિ માટે આ મંત્રનો જાપ સવા લાખ વાર કરવામાં આવે છે.
  • અકાલ મૃત્યુથી બચવા માટે પણ આ મંત્રનો જાપ સવા લાખ વાર કરવામાં આવે છે.
  • કોઈપણ રોગ થી છુટકારો મેળવવા માટે આ મંત્રનો જાપ ૧૧૦૦૦ વાર કરવામાં આવે છે.

કઈ રીતે કરશો આ મંત્રનો જાપ

મહામૃત્યુંજય મંત્રનો જાપ સોમવારથી જ શરૂ કરો. કારણકે સોમવારનો દિવસ ભગવાન શિવનો છે. સોમવારે આ મંત્રનો જાપ કરવાથી વધારે લાભ મળે છે. આ મંત્રનો જાપ સવારે જ કરવો જોઈએ. ૧૨ વાગ્યા પછી આ મંત્રનો જાપ કરવાથી લાભ મળતો નથી. આ મંત્રનો જાપ રુદ્રાક્ષ ની માળા થી જ કરવો જોઈએ. આ મંત્રનો જાપ સતત ૯૦ દિવસ સુધી રોજ કરવો જોઈએ. આ મંત્રના જાપ પૂરા કર્યા બાદ એક હવન જરૂર કરવો જોઈએ. જે લોકો હવન ના કરાવી શકતા હોય તેણે આ મંત્રનો જાપ વધારે ૨૫ હજાર વાર કરવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here