જીવનની કોઈપણ પરેશાની ને દુર કરી દેશે પવિત્ર ભગવદ્ ગીતાની આ ૫ વાતો

0
664
views

આપણે બધા એ એક વાત તો બધે સાંભળી હશે અથવા વાંચી હશે કે જ્યારે જ્યારે પણ ધર્મ ને નુકશાન પહોંચે છે અને અધર્મ વધે છે ત્યારે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દરેક યુગ માં અવતાર લે છે અને અધર્મ નો નાશ કરે છે.

એવું માનવામાં આવે છે કે ભાગવત ગીતામાં જીવનની દરેક વાત નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પવિત્ર ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એ ખુદ અર્જુન ને એ ઉપદેશ આપ્યો હતો કે તે મહાભારત નું યુદ્ધ કઈ રીતે લડી શકે છે કે જેનાથી તે વિજય મેળવી શકે. એટલા માટે કહેવામાં આવે છે કે વ્યક્તિને પોતાના જીવનમાં સફળતા મેળવવી હોય તો ભાગવત ગીતા વાંચવી જરૂરી છે.

ભાગવત ગીતામાં એવી ઘણી મહત્વપૂર્ણ વાત કરવામાં આવી છે કે જે વ્યક્તિને સફળતાના માર્ગ પર લઈ જાય છે. આજે અમે તમને પવિત્ર ગીતાની એવી વાતનો ઉલ્લેખ કરશું જે તમે જરૂરત થી વધારે પરેશાન હોય ત્યારે આ વાત પર એકવાર અવશ્ય વિચાર કરજો. જેથી તમારી પરેશાની દુર થશે.

  • ભાગવત ગીતામાં એ વાત નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માનવી નું શરીર માત્ર એક કપડાના ટુકડા સમાન છે. આ સ્થાન પર એ દર્શાવવામાં આવ્યું છે કે જે પ્રકારે મનુષ્ય જુના વસ્ત્રો ત્યાગીને નવા વસ્ત્ર ધારણ કરે છે તેવી જ રીતે આત્મા પણ જુના શરીરને ત્યાગીને નવા શરીરમાં પ્રવેશ કરે છે. તેનો અર્થ એ થાય છે કે મનુષ્ય ની ઓળખ તેના શરીર થી નહિ પરંતુ તેના મન અને તેની આત્મા થી કરવી જોઈએ.

  • ભાગવત ગીતામાં એક એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ક્રોધ એક સામાન્ય ભાવના છે. જે દરેક વ્યક્તિ ની અંદર હોય છે. ક્રોધ મનુષ્ય ના શરીર ની અંદર એક ભ્રમ ઉત્પન્ન કરે છે. જેના કારણે મનુષ્યને સારા અને ખરાબ કાર્ય ની ખબર નથી રહેતી. એટલા માટે મનુષ્ય એ ક્રોધ ને છોડીને શાંતિ નો માર્ગ અપનાવવો જોઈએ.
  • આપણને બધા ને એ વાત ની જાણકારી તો હોય જ છે કે કોઈપણ વસ્તુ કે વ્યક્તિ નો વધારે પડતો મોહ આપણા માટે ઘણીવાર નુકશાનકારક સાબિત થાય છે. પવિત્ર ગીતામાં જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિ એ સંબંધમાં દરેક પરિસ્થિતિમાં પોતાના જીવનનું સંતુલન જાળવી રાખવું જોઈએ.

  • પવિત્ર ગીતામાં એ વાત નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વ્યક્તિએ પોતાના જીવનમાં સફળતા મેળવવી હોય તો વ્યક્તિએ સ્વાર્થ નો ત્યાગ કરી દેવો જોઈએ. કારણકે સ્વાર્થી વ્યક્તિ પોતાના સ્વભાવના લીધે બીજા લોકો ને પોતાના થી દુર કરી દે છે. જો તમે તમારા જીવનમાં સફળ થવા માંગતા હોય અને તમારું જીવન ખુશીઓથી ભરવા માંગતા હોય તો બિના કોઈ સ્વાર્થ થી તમારું કાર્ય કરતા રહો.
  • પવિત્ર ગીતામાં ખૂબ જ જરૂરી વાત કરવામાં આવી છે કે ક્યારેય પણ વ્યક્તિએ સારા કર્મો કરવાથી પાછળ હટવું ના જોઈએ. વ્યક્તિને હંમેશા એક વાત શિખવવામાં આવે છે કે તેણે સારા કર્મો કરતા રહેવું જોઈએ. કારણકે વ્યક્તિ દ્વારા કરેલા સારા કર્મોનું ફળ તેને અવશ્ય મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here