Jio GigaFiber ની નવી સેવા થઈ લોન્ચ, હવે અડધી કિંમતમાં મળશે કનેક્શન

0
299
views

જો તમે પણ ઇચ્છો છો કે રિલાયન્સ જીયો નું ગીગા ફાઇબર કનેક્શન તમને રસ્તામાં મળી જાય તો તમારા માટે ખુશખબરી છે. રિલાયન્સ જીયો એ તમારી ઈચ્છા પૂરી કરવા માટે જીયો ગીગા ફાઇબર નું નવું વર્ઝન રજૂ કર્યું છે. જીઓ પોતાના નવા ગીગા ફાઇબર બ્રોડબેન્ડ કનેક્શન જુના કનેક્શનથી 2000 રૂપિયા ઓછામાં આપી રહી છે. તો ચાલો અમે તમને આ આર્ટીકલ માં નવી કિંમત અને બધી ઓફર વિશે જણાવીએ.

સૌથી પહેલા તમને જણાવી દઇએ કે રિલાયન્સ જીયો ગીગા ફાઇબર કનેક્શન આપતા પહેલા ગ્રાહકોએ સિક્યોરિટી ના રૂપમાં 4500 હજાર રૂપિયા લેતા હતા પરંતુ હવે કંપનીની નવી સેવા મુજબ સિક્યુરિટી ડિપોઝિટ ને ઓછી કરીને ફક્ત 2500 રૂપિયા કરી દેવામાં આવેલ છે.

જોકે જીયો ગીગા ફાઇબરનું આ નવું વર્ઝન ઓછી સ્પીડ સાથે આવશે. આ કનેક્શન સાથે તમને એક વાઈફાઈ રાઉટર મળશે જે સિંગલ બેન્ડને સપોર્ટ કરે છે. એવામાં તમને 100 MBPS ની બદલે 50 MBPS ની સ્પીડ મળશે. જેનો દાવો ટ્વિટર પર એક યુઝર દ્વારા કરવામાં આવેલ હતો. જોકે કંપની દ્વારા નવા કનેક્શન વિશે હાલમાં કોઈ જાણકારી આપવામાં આવેલ નથી.

વળી જીયો ગીગા ફાઇબર હજુ અધિકારીક રૂપથી લોન્ચ થયેલ નથી. પરંતુ દેશભરમાં ઘણા શહેરોમાં તેનું ટેસ્ટિંગ ચાલી રહેલ છે. ટેસ્ટિંગ માટે ગ્રાહકોને જીઓ ગીગા ફાઇબર નું કનેક્શન આપવામાં આવી રહેલ છે. અત્યાર સુધી આ કનેક્શન માટે ગ્રાહકોએ 4500 રૂપિયા સિક્યુરિટીના રૂપમાં આપવા પડતા હતા પરંતુ હવે ફક્ત 2500 રૂપિયા જ આપવા પડશે. તમને જણાવી દઇએ કે આ પૈસા પણ તમને બાદમાં પરત મળી જશે.

વધુમાં તમને જણાવી દઇએ કે જીયો ગીગા ફાઇબરના પહેલાના ઓફર સાથે ડ્યુઅલ બેન્ડની કનેક્ટિવિટી મળતી હતી. જેની ફ્રિકવન્સી 2.4GHz-5GHz હતી. જેમાં તમને 100 એમબીપીએસ સુધીની સ્પીડ મળતી હતી. નવા કનેક્શન અનુસાર ગ્રાહકોને કુલ 1000 GB ડેટા એક મહિના માટે મળશે.

Disclaimer : આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનાઓ માન્યતાઓ ઉપર આધારિત છે. લાગણીનો સંબંધ તેની પુષ્ટિ નથી કરતો. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞ સાથે સંપર્ક કરી લેવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here