જિંદગી જીવવા માટેના ૩ ગોલ્ડન રુલ્સ, એકવાર તો જરૂરથી વાંચજો, તમારી જિંદગી બદલાઈ જશે

0
486
views

મિત્રો આપણે આપણી જિંદગીમાં ઘણીવાર એવી સમસ્યાઓમાં આવી જઈએ છીએ ત્યારે આપણને થાય કે કાશ આપણે આ પરેશાનીને સરળતાથી સોલ્વ કરી શકીએ અથવા તો કોઈપણ પરિસ્થિતિમાં પોતાને વધુ મજબુત બનાવી શકીએ. તમારા મનમાં પણ ક્યારેક ને ક્યારેક આવી વાત જરૂર આવી હશે કે કઈક એવો રસ્તો આપણને મળી જાય કે જેનાથી જીવન સરળ થઈ જાય. પરંતુ આવો કોઇ શોર્ટકટ નથી પરંતુ એવા ઉપાયો છે કે જેનો તમે તમારી લાઇફમાં અમલ કરો છો તો તેનાથી તમને ખૂબ જ ફાયદો થશે.

જિંદગીના ત્રણ સ્ટેપ ફોલો કરી હંમેશા ખુશ રહો

અહીં તમને તમારા જીવનને સારી રીતે જીવવા માટે ૩ ગોલ્ડન રુલ્સ બતાવીશું. જે તમે તમારી લાઇફમાં ફોલો કરશો તો તેનાથી તમને ફાયદો જરૂરથી મળશે અને ખરાબ સમય પણ સરળતાથી દૂર થઈ જશે.

કર્મ કરો ફળની ચિંતા ના કરો

ભગવદ્ ગીતામાં લખેલો આ શ્લોક ખૂબ જ ઊંડો વિચાર ધરાવતો છે. જો તમે આ ધ્યાનથી સમજશો તો તમારા જીવનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે કે જે કંઈ પણ કરવા માંગો છો તે કોઈપણ Reward માટે ના કરવું જોઈએ. આપણે જીવનની દરેક પરિસ્થિતિમાં પોતાનું બેસ્ટ આપવાની કોશિશ કરવી જોઈએ જેથી આપણને કોઈ લાલચ કે નુકશાન થવાનો ડર ના રહે. તમારે જીવનમાં જે પણ કરવું છે તો પોતાનું સો ટકા યોગદાન આપવું.

જ્યારે તમે કોઈ ચીજવસ્તુ મેળવવા માટે સ્વાર્થ અને લાલચ વગર મહેનત કરો છો તો તમને લાભ તો થશે પરંતુ સાથે સાથે જો તમે તમારા લક્ષ્ય કે કામને પૂરું ના કરી શકો તો તમને એ ચીજ પૂરી ના થવાનું નુકશાન પણ નહીં રહે. તમારે આ ગુરુમંત્ર હંમેશા યાદ રાખવાનું છે કે તમે જે પણ કરો છો તે કોઈ પણ પ્રકારની લાલચ વગર કરો અને કર્મ કરતા જાવ પરંતુ તેના બદલામાં કોઈ ફળ ના વિશે ના વિચારો.

જે થશે સારું થશે

તમે માનો કે ના માનો પરંતુ આ દુનિયામાં જે પણ થાય છે તે સારા માટે થાય છે. આ વિચાર જેટલો જેટલો મનમાં વિચારવા માટે લોભામણો લાગે છે એટલો જ આ વિચાર રિયલ લાઇફમાં પણ કામ કરે છે. જ્યારે આપણી સાથે કોઈ ઘટના થાય કે પછી આપણી જોડે કોઈ ખરાબ થાય ત્યારે આપણે ખૂબ ચિંતામાં આવી જઈએ છીએ. પરંતુ જ્યારે તે સમય વીતી જાય ત્યારે આપણને તે ઘટના વિશે વિચારીએ છીએ ત્યારે આપણને એ જોવા મળે છે કે જે કઈ પણ થયું છે તે સારું જ થયું છે.

તમારે તમારા જીવનમાં દરેક સમયે પોતાનો બેસ્ટ પ્રયત્ન આપવાનો વિચાર કરવો જોઈએ. તથા કાઇપણ સારું કે ખરાબ થવા પર વિચલિત ના થવું. કેમકે આપણે લાઈફની દરેક ચીજ ક્યાંકને ક્યાંક આપણા જીવન સાથે કનેક્ટ છે અને તેનો અહેસાસ આપણને ત્યારે થાય છે જ્યારે તે ચીજ બદલાઇ જાય છે. તેથી હંમેશા યાદ રાખવું કે લાઈફમાં જે કંઇ થાય છે તે સારું જ થાય છે.

વધુ સારા બનતા જાવ

વધુ સારા બનતા જાવ. આ વાત દરેક માણસ જાણે છે કે તેની લાઈફમાં જેમ જેમ મોટો થતો જાય છે કેવી રીતે તેને પણ સારું બનતા જવું જોઈએ. જ્યારે પોતાને સારા બનાવવા માટે તે વાત નક્કી કરી લે છે ત્યારે પોતાના માં જરુરથી બદલાવ આવવાનો ચાલુ થઈ જાય છે. તમે કોઈપણ ટેકનિકલ ચીઝને જોઈ તે સમય-સમય પર અપડેટ થઈ જાય છે. અપડેટનો મતલબ છે કે તે પહેલાથી વધારે સારી બનતી જાય છે જેના લીધે એક સમય એવો આવે છે કે એક સમય એવો આવે છે કે જ્યારે એ વસ્તુનો મુકાબલો કોઈ નથી કરી શકતું.

તમારી અંદર સારા બનવાની ક્ષમતા છે, તમારી અંદર સારા બનવાની આવડત પણ છે. પરંતુ એ તમે ત્યારે જોઈ શકશો જ્યારે તમે તેના વિશે વિચારશો. તમારે તમારા જીવનના દરેક પાર્ટમાં પોતાને પહેલા કરતાં વધુ સારા બનાવવા જોઈએ. જો અત્યારે તમે કોઈ વસ્તુને નથી સમજી શકતા અને તે તમારા માટે સમજવી જરૂરી છે તો તમારે ધીરે ધીરે તેના વિશે શીખવું જોઈએ, જેથી તમે પહેલા કરતાં વધુ સારા બની શકો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here