જીભ પર જમા થયેલ સફેદ પડને હટાવવા માટેના ૫ ઘરેલુ ઉપાયો

0
726
views

ઘણી વખત આપણી જીભ પર સફેદ કલર નું પડ અથવા તો થર જામી જાય છે, જેને ઓરલ થ્રસ (Oral Thrush) કહેવામાં આવે છે. જીભ પર જામી ગયેલ આ પડ એક પ્રકારના ઇન્ફેક્શનને કારણે થાય છે, જેને કૈડિડા ફંગસ અથવા યીસ્ટ ઇન્ફેક્શન કહેવામાં આવે છે. જીભ પર જમા થયેલ આ સફેદ પડને કારણે ઘણી વખત દુખાવો પણ થાય છે અને જીભ માં તિરાડો પણ દેખાઈ આવે છે.

જીભ પર જમા થયેલ આ ફંગસ મોઢાની દુર્ગંધ નું પણ કારણ બને છે. મોટાભાગે ફંગસ એ લોકોને થાય છે જે વધારે પડતું ગળ્યું ખાય છે. અમુક લોકોમાં એન્ટિબાયોટિક દવાઓનું વધારે પડતા સેવનના કારણે પણ જીભ પર સફેદ પડ જમા થવાની સમસ્યા થઈ જાય છે. ઓરલ થ્રસની સમસ્યા મોટાભાગે નાના બાળકો અને નવજાત શિશુમાં મળી આવે છે. જીભ પર જમા થયેલ આ સફેદ પડને હટાવવા માટે તમે અમુક ઘરેલુ ઉપાયો કરી શકો છો.

મીઠાંના પાણીથી કોગળા કરો

મીઠામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, એટલા માટે તે બેક્ટેરિયા અને ફંગલ હટાવવામાં મદદ કરે છે. જો તમારી જીભ પર ઓરલ થ્રસ એટલે કે સફેદ કલરનું પડ જમા થઈ ગયું છે તો મીઠાંના પાણીથી કોગળા કરવા તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેના માટે એક હૂંફાળા પાણીમાં ૧/૪ ચમચી મીઠું નાખીને તેને મોઢામાં થોડા સમય માટે રાખીને પછી કોગળા કરી લો. તેનાથી તમારી જીભનો દુખાવો પણ ઓછો થશે અને સફેદ પડ પણ બે-ત્રણ દિવસમાં સાફ થઇ જશે.

બેકિંગ સોડાનો પ્રયોગ

મોઢાનું પીએચ લેવલ ઓછું થઈ જવાને કારણે પણ જીભ પર સફેદ કલરનું પડ જમા થવા લાગે છે. તેનાથી છુટકારો મેળવવા માટે તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. તેના માટે એક કપ પાણીમાં બે ચમચી બેકિંગ સોડા ઉમેરો અને તેને મોઢામાં ભરી ને થોડીવાર રાખ્યા બાદ કોગળા કરી લો. નવજાત શિશુ અને બેકિંગ સોડાથી કોગળા ન કરાવવા. તેનો પ્રયોગ એવા બાળકો અથવા યુવાન લોકોએ કરવો જે પાણી ગળી ન જાય.

નારિયેળનું તેલ

નારિયેળનું તેલ એટલે કે કોકોનેટ કોકોનટ ઓઇલ પણ મોઢામાં જમા થયેલ બેક્ટેરિયાને ખતમ કરવામાં કારગર નિવડે છે. તેને સાફ કરવા માટે એક નાની કટોરીમાં થોડું નારિયેળ તેલ લો અને તેમાં મુલાયમ બ્રશ ડુબાડીને ધીમે ધીમે જીભને સાફ કરો. જો ફંગસ વધારે હોય તો બ્રશથી દુખાવો થઇ શકે છે, તો આંગળી ને સારી રીતે સાફ કરીને તેના વડે જીભ પર નાળિયેરનું તેલ લગાવો.

ટી ટ્રી ઓઇલ

ટી ટ્રી ઓઈલમાં પણ એન્ટિસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. તે ચામડીને દાઝી ગયેલ અથવા કપાઈ ગયેલ હોય તો બહુ જલદી ઠીક કરે છે અને બળતરામાં પણ રાહત અપાવે છે. જીભ પર સફેદ પડ જમા થવા પર એક કપ પાણીમાં આઠથી દસ ટીપા ટી ટ્રી ઓઈલ ઉમેરો અને તે પાણીને મોઢામાં થોડો સમય રાખીને કોગળા કરી લો. તમારી જીભ ત્રણ-ચાર વખત ના પ્રયોગથી જ સાફ થઈ જશે.

ખાંડ ઓછી ખાવી

પોતાના ખોરાકમાં ખાંડનો ઉપયોગ બહુ ઓછો કરવો કારણકે મીઠી વસ્તુઓના સેવનથી યીસ્ટ અથવા બેક્ટેરિયા ઝડપથી વધે છે. આ સિવાય જો વધારે પડતી સમસ્યા હોય તો પોતાના ડોક્ટરને મળો. આવી સમસ્યામાં ડોક્ટર એન્ટિફંગલ દવાઓ અથવા જેલ આપે છે, જેને ખાવા અથવા લગાવવાથી ઓરલ થ્રસની સમસ્યા ખૂબ જ જલ્દી ઠીક થઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here