જાણો શા માટે કૃષ્ણ ભક્તો ધારણ કરે છે તુલસીની માળા

0
341
views

શાસ્ત્રોમાં એવું માનવામાં આવ્યું છે કે ઘરમાં તુલસી ના છોડ ને રાખવું શુભ માનવામાં આવે છે. અને સાથે તેને રાખવાથી ઘરની શુદ્ધતા બની રહે છે. રોજ તુલસી જલ અને દીપક કરવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે. અને તેની સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિએ તુલસીની માળા પોતાના ગળામાં ધારણ કરવી જોઈએ.

તુલસી ની માળા ને પહેરવાથી મન અને આત્મા પવિત્ર થાય છે. તમે ભગવાન વિષ્ણુ અને કૃષ્ણના ભક્તોને તુલસીની માળા ધારણ કરતા જોયા હશે. તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોવામાં આવે તો તેમાં ઘણા ઔષધીય ગુણો પણ હોય છે. એટલે તુલસીની માળા ધારણ કરવી જોઈએ. આજે તમને જણાવીશું તેના ફાયદા વિશે.

કહેવામાં આવે છે કે ઘરમાં તુલસી ના છોડ ને રાખવાથી ઘણા રોગોથી મુક્તિ મળે છે. તેથી તેની આયુર્વેદિક ઔષધી નું નામ પણ આપવામાં આવ્યું છે તેમાં એક વિશેષ પ્રકારની વિદ્યુતશક્તિ હોય છે. જે પહેરવા વાળાને આકર્ષણ ઉત્પન્ન કરે છે.

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તુલસીની માળા પહેરી અને ભોજન કરવામાં આવે તો તે વ્યક્તિને ઘણા યજ્ઞો કરવાનો પુણ્ય પ્રાપ્ત થાય છે. આ કારણથી વૃદ્ધ તેને ગળામાં પહેરે છે. એવું પણ માનવામાં આવ્યું છે કે તેને પહેરવાથી યશ, કીર્તિ સમૃદ્ધિ અને વૃદ્ધિ થાય છે. તેમાં ઔષધીય ગુણો હોવા ના લીધે પહેરવા વાળાને માથાનો દુખાવો, શરદી અને ત્વચાના રોગો નથી થતા.

તેને ધારણ કરતા પહેલા એક વાતનું ધ્યાન જરૂર રાખવું જોઈએ વ્યક્તિને લસણ અને ડુંગળીનું સેવન ના કરવું. જે કોઈ તુલસીની માળા ધારણ કરે છે તેને માંસ મદિરાથી દૂર રહેવું નહીં તો તેનાથી તે વ્યક્તિને અપરાધ લાગે છે. એટલું જ નહીં પણ આપણા શાસ્ત્રોમાં જણાવ્યું છે કે તેને ધારણ કરવાવાળાને અકાલ મૃત્યુ અને કોઈ હાનિકારક બીમારી નથી થતી.

શાસ્ત્રમાં કહ્યું છે કે જે કૃષ્ણ ભક્ત હોય છે અને પોતાના ગુરુથી દીક્ષિત હોય છે તે ત્રણ સેરવાળી તુલસીની માળા અને જે દીક્ષિત નથી હોતા તે બે સેરવાળી તુલસીની માળા ધારણ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here