જાણો નવરાત્રીમાં ક્યાં દિવસે કેવા રંગના કપડાં પહેરવાથી માતાજી થાય છે પ્રસન્ન

0
545
views

આ વખતે શારદીય નવરાત્રી ૨૯ સપ્ટેમ્બરથી ચાલુ થઈ રહી છે. ૭ ઓક્ટોબરના દિવસે મહાનવમી પછી અને મંગળવાર ૮ ઑક્ટોબર દશેરો ઉજવવામાં આવશે. આ દરમિયાન માં દુર્ગાના રૂપોની ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રિમાં દરેક દિવસે એક ખાસ રંગના કપડા પહેરીને માતાજીની ઉપાસના કરવાથી શુભ ફળ મળે છે. તો આજે તમને જણાવીશું કે નવરાત્રિમાં કયા દિવસે કયા રંગના કપડા પહેરવા થી માતાજી ખુશ થાય છે.

પહેલા દિવસે પીળો રંગ

નવરાત્રિના પહેલા દિવસે પર્વતરાજ હિમાલયની પુત્રી માતા શૈલપુત્રી નો પૂજન કરવામાં આવે છે. આ દિવસે માતાના ભક્તોએ માતા શૈલપુત્રીને ભૂરા રંગની સાડી પહેરાવીને શૃંગાર કરવો જોઈએ. માતાના ભક્તોએ આ દિવસે પીળા રંગના કપડાં પહેરીને પૂજા કરવી જોઈએ.

બીજા દિવસે લીલો રંગ

નવરાત્રિના બીજા દિવસે દેવી બ્રહ્મચારિણીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે ભક્તે માતાને નારંગી રંગથી શણગાર કરવો જોઈએ. આ દિવસે માતાજીની પૂજા કરતા સમયે ભક્તોએ લીલા રંગનાં કપડાં પહેરવા જોઈએ.

ત્રીજા દિવસે ભૂરો રંગ

નવરાત્રીના ત્રીજા દિવસે માં દુર્ગાના ત્રીજા સ્વરૂપ મા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાજીને સફેદ રંગના કપડા પહેરાવવા જોઈએ. આ દિવસે ભક્તોએ ભૂરા રંગના કપડાં પહેરી ની પૂજા કરવી જોઈએ.

ચોથા દિવસે નારંગી રંગ

નવરાત્રિના ચોથા દિવસે માતા કૂષ્માંડા ની આરાધના કરવામાં આવે છે. આ દિવસે માતા કૂષ્માંડા ને શણગારમાં લાલ રંગના વસ્ત્ર પહેરાવવા જોઈએ. આ દિવસે ભક્તોએ આ દિવસે નારંગી કલરના કપડાં પહેરીને માતાજીના આશીર્વાદ લેવા જોઈએ.

પાંચમા દિવસે સફેદ રંગ

નવરાત્રિના પાંચમાં દિવસે સ્કંદમાતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે દેવીમાં ને વાદળી કલરના વસ્ત્ર પહેરવા જોઈએ. ભક્તોએ આ દિવસે સફેદ રંગના કપડા પહેરવા શુભ હોય છે.

છઠ્ઠા દિવસે લાલ રંગ

દુર્ગા માતા નો છઠ્ઠો રૂપ માતા કાત્યાયની છે. ભક્તોને આ દિવસે માતા કાત્યાયની ને પીળા રંગના શણગાર કરવો જોઈએ અને પોતે લાલ રંગના કપડા પહેરવા જોઈએ.

સાતમા દિવસે વાદળી રંગ

નવરાત્રિના સાતમા દિવસે માતા કાલરાત્રિ ની પૂજા કરવામાં આવે છે. ભક્તોએ સપ્તમી ના દિવસે વાદળી રંગના કપડા પહેરવા જોઈએ.

આઠમા દિવસે ગુલાબી રંગ

આઠમા દિવસે મહાગૌરી ની પૂજા કરવામાં આવે છે અને માતા મહાગૌરી નો શણગાર મોર પંખ રંગ થી કરવામાં આવે છે. આ દિવસે ભક્તોએ ગુલાબી રંગના કપડા પહેરવા શુભ હોય છે.

નવમા દિવસે જાંબુડી રંગ

નવરાત્રીના નવ દિવસ એમાં સિદ્ધિ દાત્રી પોતાના ભક્તો ને સિદ્ધ થવાના આશીર્વાદ આપે છે. ભક્તો માટે આ દિવસે જાંબલી રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here