જાણો કેવી રીતે થઈ હતી નાળીયેરની ઉત્પતિ?

0
494
views

કહેવામાં આવ્યું છે કે કોઈપણ પૂજાપાઠ નારિયળ વગર અધૂરો છે. આપણા હિન્દુ ધર્મમાં તેનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં પણ તેને ખાસ માનવામાં આવ્યું છે. એટલે તેનો એક નામ શ્રીફળ પણ છે. પરંતુ તમને એ ખબર છે કે તે ક્યાંથી આવ્યું અને ધાર્મિક કામોમાં તેને કેમ આટલું મહત્વ આપ્યું? તો આજે તમને જણાવીશું કે ક્યાંથી આવ્યું છે અને કેવી રીતે થાય તેની ઉત્પત્તિ.

માન્યતા અનુસાર નારિયેળ ની ઉત્પત્તિ મહર્ષિ વિશ્વામિત્ર દ્વારા કરવામાં આવી છે. તેની કહાની પ્રાચીન કાડ ના રાજા સત્યવ્રત થી જોડાયેલી છે. સત્યવ્રત એક પ્રતાપી રાજા હતા. જેમનો ઇશ્વરમાં ભરપૂર વિશ્વાસ હતો બધું જ હોવા છતાં તેમની ઈચ્છા હતી કે તે કોઈપણ પ્રકાર થી પૃથ્વીલોકની સ્વર્ગ લોક જઈ શકે પરંતુ ત્યાં કઈ રીતે જવાય તે સત્યવ્રત તે જાણતા ન હતા.

એક વખત મહર્ષિ વિશ્વામિત્ર તપસ્યા કરવા માટે પોતાના ઘરથી દૂર નીકળી ગયા અને ઘણા સમય સુધી પાછા ના આવ્યા. તેમની અનુપસ્થિતિ થી ક્ષેત્રમાં સુકુ પડી ગયુ અને તેમનો પરિવાર ખાધા પીધા વગર ફરી રહ્યો હતો. ત્યારે સત્યવ્રત એ તેમના પરિવારને સહાયતા કરી. અને તેમની દેખરેખ ની જવાબદારી લીધી જ્યારે વિશ્વામિત્ર પાછા આવ્યા ત્યારે પરિવાર વાળાએ રાજા ના સારા ગુણ બતાવ્યા. તે રાજાને મળવા માટે તેમના દરબાર ગયા અને તેમનો આભાર માન્યો.

આભાર માટે રાજા એ ઋષિ વિશ્વામિત્રે એક વરદાન આપવા માટે કહ્યું. ઋષિ એ પણ તેમની આજ્ઞા આપી ત્યારે રાજાએ કહ્યું કે તે સ્વર્ગ લોક જવા માંગે છે ત્યારે પોતાના પરિવારની સહાય નો ઉપકાર માનતા વિશ્વામિત્ર એ જલદી એક માર્ગ તૈયાર કર્યો જે સીધો સ્વર્ગ લોક જતો હતો. રાજા સત્યવ્રત ખુશ થઈ ગયો અને તે માર્ગ ઉપર જતા સ્વર્ગના રાજા ઇન્દ્ર દેવે તેમને નીચે ધક્કો માર્યો.

ધરતી પર પડતાની સાથે રાજા વિશ્વામિત્ર પાસે આવ્યા અને દરેક ઘટના જણાવી. દેવતાઓના આવા પ્રકારના વ્યવહારથી ઋષિ વિશ્વામિત્ર પણ ક્રોધિત થઈ ગયા. પરંતુ સ્વર્ગલોકના દેવતાઓ થી વાતચીત કરી અને સમાધાન કર્યું. તેના લીધે રાજા સત્યવ્રત માટે એક અલગથી સ્વર્ગ જવા માટે અલગ સ્વર્ગ લોક નું નિર્માણ કર્યું.

નવા સ્વર્ગ લોક નીચે એક થાંભલા નું નિર્માણ કર્યું માનવામાં આવે છે કે આ જ થાંભલો સમય જતા એક વૃક્ષ બની ગયો અને રાજા સત્યવ્રત નું માથું એક ફળ બની ગયું. જેની શ્રીફળ કે નારિયેળના રૂપમાં જાણવામાં આવે છે અને આજના સમયમાં દરેક કાર્યમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here