જાણો કેવી રીતે સ્માર્ટફોનની લાઇટ આપણાં સ્વાસ્થ્ય માટે હાનિકારક છે

0
401
views

આજકાલ દરેક સ્માર્ટફોનનો યુઝ કરે છે. આટલી વ્યસ્ત લાઈફમાં સ્માર્ટફોનનો ઉપયોગ દિવસ દિવસે વધતો જઈ રહ્યો છે. બધા આ નાના ડિવાઇસથી એકબીજા સાથે કનેક્ટ અને અપડેટ થાય છે. એટલું જ નહીં પરંતુ આ એક મનોરંજનનો માધ્યમ પણ બની ગયું છે. તેનાથી શોપિંગ, મૂવી ટિકિટ, ફ્લાઇટ ટિકિટ અને અભ્યાસ માટે પણ ઉપયોગ કરવામાં આવે છે.

દરેક ઘરમાં માણસ નથી તેનાથી વધુ સ્માર્ટ ફોન થઈ ગયા છે. આજકાલ સ્માર્ટફોન વગર લાઈફ અધુરી થઈ ગઈ છે. આ એક જરૂરત ની સાથે આદત પણ બની ગયું છે. સ્માર્ટફોન યુઝ કરવાના ઘણા લાભ છે. પરંતુ આ વિશ્વાસનીય ડિવાઇસ થી પોતાના થોડા નુકસાન પણ છે. જો તમે લાંબા સમય સુધી તમારા સ્માર્ટફોન નો ઉપયોગ કરો છો તો તે જાણવું પણ જરૂરી છે કે તેમાં ઉત્પન્ન થતી લાઇટ તમને કેટલું નુકસાન કરે છે. અને ઘણી બીમારીઓ પણ આવે છે તો આજે તમને જણાવીશું કે સ્માર્ટફોનમાં થતી લાઇટ થી નુકસાન અને તે સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે.

સ્માર્ટફોન માં થતી લાઇટ કેવી રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે

આપણું શરીર સ્વાભાવિક રીતે એક ચક્રનો પાલન કરે છે. જે આપણને દિવસ દરમિયાન જાગતા રહેવા માટે સતર્ક કરે છે. અને રાત્રે આરામ કરવા માટે આપણી મદદ કરે છે. પરંતુ જ્યારે આપણે ઊંઘવા જઈએ છીએ ત્યારે આ સ્ક્રીન ને જોઈએ છીએ. તો તેનાથી મગજ ભ્રમિત થાય છે. રાત્રે મસ્તિષ્ક મેલાટોનિન હોર્મોન્સ નો ઉત્પાદન કરે છે જે આપણને ઊંઘવા માટે સંકેત આપે છે. પરંતુ તે સમયે સ્માર્ટફોનનો ઉપયોગ કરતી વખતે જે લાઈટ થાય છે. મસ્તિષ્ક તેઓ નથી કરી શકતું. જેના લીધે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.

  • પૂરતી ઊંઘ નથી મળતી તો ન્યૂરો ટોક્સિન બિલ્ડ અપ થઈ શકે છે જેનાથી સારી ઊંઘ મેળવવી મુશ્કેલ થઈ જાય છે અને તેનાથી ઇનસોમનીયા નામક બીમારી થાય છે.
  • સ્માર્ટ ફોન ના લીધે રાતની ઊંઘ ખરાબ થાય છે અને તેનાથી બીજા દિવસે કોઈ પણ કાર્ય સફળ થતું નથી. મગજ સારી રીતે કામ નથી કરતું અને થકાવટ મહેસૂસ થાય છે.

  • જ્યારે મેલાટોનિન હોર્મોન્સ સારી રીતે કામ નથી કરી શકતા એ પણ સ્માર્ટ ફોન થી થતી લાઇટ તા લીધે ત્યારે અન્ય હોર્મોન પર પણ પ્રભાવ પડે છે જે ભૂખને સારી રીતે નિયંત્રિત નથી કરી શકતા. સંભવિત રીતે મોટાપા નું જોખમ વધી જાય છે.
  • તમારી ઊંઘ નું શિડ્યુલ બગડવાથી માથાનો દુખાવો કન્ફ્યુઝ થવાની પરેશાની અને તમારી યાદશક્તિ પર પણ અસર થાય છે.
  • એક રિસર્ચમાં સામે આવે છે કે સ્માર્ટફોન ટોયલેટ થી દસ ગણા વધુ બેક્ટેરિયા હોય છે. તો એટલો વિચાર કરવો કે જમતા સમયે તમે કેટલી વખત ફોન નો ઉપયોગ કરો છો અને કેટલા બેકટેરિયા તમારા હાથ મારફતે શરીરમાં જાય છે.
  • સ્માર્ટફોન ના લાઈટ ના લીધે જ્યારે લોકો ની અંદર મેલાટોનિન હોર્મોન સારી રીતે કામ નથી કરતું ત્યારે તે ડિપ્રેશનના શિકાર પણ બની જાય છે.

  • સ્માર્ટફોનમાંથી થતી લાઈટ અને ઊંઘ વચ્ચે કંઇ સંબંધ છે જેના લીધે મહિલાઓમાં પ્રોસ્ટેટ અને બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવના હોય છે.
  • સ્માર્ટફોનમાં થતી બ્લુ લાઇટ આંખોની સંબંધિત કેટરેક્ટ જેવી બીમારી પણ થાય છે. આંખો ઉપર બ્લૂ લાઇટ સીધી પડતી તે રેટીનાને ડૅમેજ કરે છે. તે ઉપરાંત ઘણા ની આદત હોય છે કે તે અંધારામાં પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. જેનાથી તમારી આંખો ઉપર ખરાબ અસર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here