જાણો કેવા હોય છે “A” નામવાળા વ્યક્તિ, તેમના વિશે ખાસ વાતો જાણો

0
542
views

આપણા સમાજમાં રિવાજ છે કે જ્યારે પણ કોઇ બાળકનો જન્મ થાય છે ત્યારે સૌથી પહેલાં તેનું નામ રાખવામાં આવે છે. દરેક ધર્મમાં ધર્મની પરંપરા અનુસાર નામ રાખવાની પ્રક્રિયા છે. હિન્દુ ધર્મમાં બાળકનું નામ કુંડળીના આધાર પર રાખવામાં આવે છે. ઘણા લોકો પોતાના બાળકનું નામ રાશિ કે કુંડળી વગર રાખી દે છે. જ્યારે બાળક નું નામ કુંડળીના આધાર પર રાખવામાં આવે છે ત્યારે તેના સ્વભાવ અનુસાર રાખવામાં આવે છે.

નામના પહેલા અક્ષરથી પડે છે વ્યક્તિત્વ પર પ્રભાવ

અંગ્રેજી મૂળાક્ષરો માં કુલ ૨૬ અક્ષર છે. દરેક વ્યક્તિના નામમાં આ અક્ષરોમાંથી કોઈ એક અક્ષર નામનો પહેલો અક્ષર હોય છે. શું તમે જાણો છો કે તમારા નામના પહેલા અક્ષરથી તમારા વ્યક્તિત્વ પર ઘણો પ્રભાવ પડે છે. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે જે વ્યક્તિનું નામ “A” અક્ષર થી શરૂ થાય છે તેની અંદર કયા ગુણો અને કયા અવગુણો મળી આવે છે.

“A” નામ વાળા વ્યક્તિના ગુણ અને અવગુણ

  • A અક્ષરથી શરૂ થતા નામ વાળા વ્યક્તિ શિક્ષા પ્રત્યે ખૂબ જ સજાગ હોય છે. એક વખત જો તેઓ કોઈ બાબતનો નિર્ણય કરી લે છે તો તેને પૂર્ણ જરૂર કરે છે.
  • તેઓને કોઈ પણ ચીજ ખૂબ જ ધીમે ધીમે મળે છે, પરંતુ એક વાર જ્યારે મળવાની શરૂઆત થાય છે તો ઘણા લાંબા સમય સુધી મળતી રહે છે. તેઓને જીવનમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત થાય છે.
  • એ નામ વાળા વ્યક્તિને જીવનમાં ખૂબ જ સંઘર્ષનો સામનો કરવો પડે છે. પરંતુ અંતમાં તેઓને સફળતા મળી જાય છે. આવા લોકો જન્મથી પોતાની સાથે ઘણા ગુણો લઈને જન્મે છે. તેમના આ ખાસ ગુણોને કારણે તેઓને સમાજમાં એક ખાસ સ્થાન પ્રાપ્ત થાય છે.
  • આ નામ વાળા વ્યક્તિ ઈચ્છે છે કે બધા લોકો તેનું કહેવાનું માને, પરંતુ આવું બનતું નથી તો તેઓ નિરાશાથી ઘેરાઈ જાય છે.

  • આ નામ વાળા લોકો જીવનમાં ખૂબ જ મોજ મસ્તી કરે છે. તેઓ સમયને પારખીને કોઈ પણ કામ કરે છે. તેઓ પરિસ્થિતિને સમજીને નિર્ણય લેવામાં કુશળ હોય છે.
  • આ નામ વાળા વ્યક્તિને વિશ્વાસઘાત થી સખત નફરત હોય છે. તેઓ કોઈને વિશ્વાસઘાત કરતાં નથી અને પોતાની સાથે કરવામાં આવેલા દગાને સહન કરતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here