જાણો ડેન્ગ્યુના લક્ષણો અને તેનો ઉપચાર, તમારા પરિવારને રાખો જીવલેણ બીમારીથી સુરક્ષિત

0
1792
views

સાધારણ તાવ અને ડેન્ગ્યુના લક્ષણમાં કોઈ ફરક દેખાતો નથી. ડેન્ગ્યુ એક વાયરલ ફીવર છે જે માદા મચ્છરના કરડવાથી ફેલાય છે અને તે કોઈપણ ઉંમરના વ્યક્તિને થઈ શકે છે. મચ્છર ના કર્યા બાદ ૪ થી ૭ દિવસ બાદ ડેન્ગ્યુ ના લક્ષણ નજર આવે છે. ડેન્ગ્યુ થવા પર રોગી અને તેના પરિવારના સભ્યોએ ગભરાવવાની જરૂર નથી. બિનજરૂરી અને ઘરગથ્થુ ઈલાજ થી બચવું, સારા ડોક્ટરની સલાહ લેવી અને તેની દેખભાળમાં સારવાર ચાલુ કરવી.

જો તમે યોગ્ય માત્રામાં પાણીનું સેવન કરો છો તો તમારે દર ૬ કલાકે પેશાબ જવું પડશે જે એક સારો સંકેત છે. પરંતુ જો તમને ઝાંખું દેખાય છે અથવા તો કોઈ પણ જગ્યાએથી રક્તસ્ત્રાવ થાય છે તો તેને નજર અંદાજ ન કરવું અને પોતાના ડોક્ટરનો તુરંત જ સંપર્ક કરવો.

ડેન્ગ્યુ ના લક્ષણો

  • ડેન્ગ્યુનો મુખ્ય લક્ષણ વધુ પડતો તાવ છે. ડેન્ગ્યુમાં 102-103°F સુધી તાવ આવવો સામાન્ય બાબત છે.
  • ડેન્ગ્યુમાં મોટાભાગે સાંધા, સ્નાયુઓ અને હાડકા માં દુખાવો થાય છે.
  • ગભરામણ થવી તે પણ ડેન્ગ્યુનો જ એક લક્ષણ છે. ડેન્ગ્યુમાં તમને શરીરમાં ગભરામણ મહેસૂસ થાય છે.
  • ડેન્ગ્યુમાં નાના લાલ ચાઠા અથવા રેષેશ થઈ જાય છે. આ રેશેષ માં ક્યારેક ક્યારેક ખંજવાળ પણ થાય છે.
  • મોટાભાગના ડેન્ગ્યુથી પીડિત લોકોને આંખો ની પાછળ દુખાવાની ફરિયાદ રહે છે. આ દુખાવો આંખોની હલનચલન સાથે વધે છે.
  • ડેન્ગ્યુમાં થાક મહેસૂસ થાય છે.

જો તમને ઋતુ બદલવા દરમિયાન ખાસ કરીને વરસાદના સમયમાં અથવા તો તે પછી તાવ, ચાઠા અને શરીરમાં દુખાવો થાય છે તો ડોક્ટરની સલાહ લઈને મેડિકલ તપાસ કરાવો. તપાસ કરાવ્યા બાદ જ માલુમ પડશે કે તમને ડેન્ગ્યૂ છે કે નહીં.

ડેન્ગ્યુમાં અમુક સંકેતો મળી રહે છે જેવા કે, પેટમાં દુખાવો થવો, નાક અને પેઢામાંથી રક્તસ્ત્રાવ થવો, રેષેસ નું વધવું, ચક્કર આવવા તથા આંખોમાં ઝાંખું દેખાવું. જો તમને આમાંથી કોઇ પણ લક્ષણનો અનુભવ થાય છે તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.

ડેન્ગ્યુ નો ઉપચાર ડેન્ગ્યુ ના લક્ષણ અને તેની ગંભીરતા ઉપર નિર્ભર કરે છે. ડેન્ગ્યુ ટેસ્ટ થી બીમારીની ગંભીરતા જાણી શકાય છે. જેમાં તમારા લોહીની તપાસ થાય છે જેનાથી platelet count અને આવા ઘણા માપદંડો વિશે તપાસ કરવામાં આવે છે. રિપોર્ટ અનુસાર ડોક્ટરની સલાહથી ડેન્ગ્યુ નો ઉપચાર ઘરે અથવા હોસ્પિટલમાં થઈ શકે છે. મોટાભાગના લોકો ઘરે જ યોગ્ય આરામ, વધુમાં વધુ પાણીનું સેવન અને ડોક્ટર દ્વારા બનાવવામાં આવેલી દવાઓથી સ્વસ્થ થઈ જાય છે.

જો ડોક્ટર તમને ઘરે રહેવાની સલાહ આપી છે તો આ વાતોનું ધ્યાન રાખવું

જ્યારે ડેન્ગ્યુનો તાવ ઉતરી જાય છે તો તેના ૨-૩ દિવસ બાદ પણ શરીરની લોહીની ધમનીઓમાં પાણીનો સ્ત્રાવ હોય છે. જેના લીધે ધમનીઓમાં લોહી ની માત્રા ઓછી થઈ જાય છે. તાવ સમાપ્ત થયા નાં બાદ ૨૪-૪૮ કલાક બાદ પણ વધુમાં વધુ પાણીનું સેવન કરો. જેનાથી લોહીની ધમનીઓમાં લોહીનું પ્રમાણ વધશે. ડેન્ગ્યુના તાવમાં રોગી માટે પ્રવાહી આહાર અને સેવન અત્યંત લાભકારી છે. યોગ્ય માત્રામાં પાણીનું સેવન કરવાથી ડેન્ગ્યૂના ખતરાથી બચી શકાય છે.

વધુ માત્રામાં દવા લેવાથી ડેન્ગ્યુથી છુટકારો મેળવી શકાય છે તે વાત ખોટી છે. વધુ પ્રમાણમાં દવા લેવાથી દુષ્પ્રભાવ પણ થઈ શકે છે. ડોક્ટર દ્વારા સૂચવવામાં આવેલ દવાઓ યોગ્ય માત્રામાં અને સમયસર લેવી.

જો રોગી દર છ કલાકે પેશાબ કરવા જાય છે તો તેનાથી માલુમ પડે છે કે તેના શરીર માં પાણીની કમી નથી. આ સારો સંકેત છે. જો આવું નથી થતું તો પોતાના ડોક્ટર સાથે જરૂરથી વાત કરવી. પેશાબ ના રંગ અને તેની માત્રા ઉપર પણ ધ્યાન આપવું જોઈએ.

બજારમાં એવી ચમત્કારી દવાઓ પણ છે જે ડેન્ગ્યુના રોગને સમાપ્ત કરવાનો દાવો કરે છે પરંતુ તેનો કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. આ દવાઓનું સેવન ન કરવું કારણ કે તે વિશ્વસનીય નથી. આ દવાઓ તમને લાભ પહોંચાડવાને બદલે નુકસાન પહોંચાડવાની ક્ષમતા રાખે છે. ઘણા લોકો પીપળાના પાનને ડેન્ગ્યુ ના ઉપચાર માટે રામબાણ માને છે પરંતુ વૈજ્ઞાનિક રૂપથી તેનું કોઈ પ્રમાણ નથી.

 

દર્દીના આરામ ને ધ્યાનમાં રાખીને તેની દેખભાળ કરવી જોઈએ. ડેન્ગ્યુના તાવને ઓછો કરવા માટે દર્દીને ભીના પોતા થી સ્નાન કરાવવું જોઈએ. જે શરીરના તાપમાનને ઓછું કરવામાં સહાયક બને છે. રૂમના તાપમાન ને ઠંડુ રાખવા માટે પંખો ચલાવવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here