જાણો એ 5 મોટા અને ઐતિહાસિક નિર્ણયો, જે મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને લઈને લીધા

0
250
views

સોમવારે મોદી સરકારે જમ્મુ કાશ્મીર અંગે ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ સંદર્ભે ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ લાગુ નહી પડે. આ સાથે જ આર્ટીકલ ૩૫-A કલમને પણ દુર કરવામાં આવી છે. રાષ્ટ્રપતિએ ૩૫-A કલમ દૂર કરવાની મંજૂરી પણ આપી દીધી છે.

અમિત શાહે ગૃહમાં જમ્મુ કાશ્મીર પુન રચના બિલ રજૂ કર્યું હતું. આ સાથે જ જમ્મુ કાશ્મીર બે ભાગમાં વહેંચાઇ ગયો છે. હવે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ હશે અને લદાખ વિધાનસભાનો કેન્દ્ર શાસિત પ્રદેશ હશે. આ રીતે કેન્દ્ર સરકારે ૧૯૫૪ ના દાયકામાં અનેક સુધારા કર્યા છે.

રાજ્યસભામાં અમિત શાહના નિવેદન બાદ વિપક્ષે ધમાલ શરૂ કરી દીધી હતી. તેના પરિણામે રાજ્યસભાની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર એવા અહેવાલો મળી રહ્યા છે કે પી.એમ. મોદી આ મુદ્દે ૭ ઓગસ્ટે દેશને સંબોધન કરી શકે છે.

મોદી સરકારે લીધા ૫ મોટા નિર્ણય

  • પ્રથમ નિર્ણય – જમ્મુ કાશ્મીર માંથી કલમ-૩૭૦ હટાવવાનો ઠરાવ રજૂ થયો.
  • બીજો નિર્ણય – કલમ ૩૫-A ને જમ્મુ કાશ્મીર થી સંપૂર્ણ રીતે ખતમ કરી દેવામાં આવ્યો.
  • ત્રીજો નિર્ણય – જમ્મુ કાશ્મીર બે ભાગમાં વહેચાયો.
  • ચોથો નિર્ણય – જમ્મુ કાશ્મીર હવે એક અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ હશે.
  • પાંચમો નિર્ણય – લદાખ હવે વિધાનસભાનો કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here