જામફળનાં પાનથી મેળવી શકાય છે સુંદર, ઘાટા અને લાંબા વાળ, અપનાવો આ ઉપાય

0
287
views

સુંદર, ઘાટા અને લાંબા વાળ દરેક વ્યક્તિને પસંદ હોય છે. દરેક મહિલાઓ સુંદર વાળ મેળવવા માટે અનેક પ્રકારના ઉત્પાદનનો પ્રયોગ વાળ ઉપર કરતી હોય છે. જોકે અયોગ્ય ખાણી-પીણી અને વાતાવરણના બદલાવને કારણે વાળ ખરવા લાગે છે તથા વાળમાં ખોડાની ફરિયાદ પણ થવા લાગે છે. ઘણી વખત તો ઓછી ઉંમરમાં વાળ સફેદ થવા લાગે છે. જો તમે પણ વાળની સમસ્યાથી પરેશાન છો તો આ આર્ટીકલ જરૂરથી વાંચશો. કારણ કે આજે અમે તમને એક એવો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી વાળને લગતી તમામ સમસ્યાઓથી છુટકારો મળી જશે.

સુંદર, ઘાટા અને લાંબા વાળ મેળવવા માટે તમે મોંઘા શેમ્પૂનો ઉપયોગ કરવાને બદલે જામફળના પાનનો ઉપયોગ કરો. જામફળના પાનની મદદથી સરળતાથી સુંદર વાળ મેળવી શકાય છે. જામફળના પાનમાં મળી આવતા તત્વો વાળને ખરતા અટકાવે છે અને વાળ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓને ખતમ કરવામાં કારગર સાબિત થાય છે. ફક્ત એટલું જ નહીં પરંતુ જામફળના પાનને વાળ પર લગાવવામાં આવે તો સફેદ વાળ પણ ફરીથી કાળા થવા લાગે છે. વાળ સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે જામફળના પાનનો ઉપયોગ કઈ રીતે કરવો તે અહીંયા અમે તમને જણાવીશું.

ખોડો દૂર કરવા માટે

જામફળના પાનને સંપૂર્ણ રીતે સૂકવી દો ત્યારબાદ સુકાઈ ગયેલા પાનનો પાવડર બનાવીને તૈયાર કરી લો. આ પાવડરની સાથે લીંબુનો રસ મિક્સ કરી દો અને આ પેસ્ટને વાળમાં લગાવી લો. જામફળના પાન અને લીંબુની આ પેસ્ટ ૨૦ મિનિટ સુધી વાળ પર લગાવીને રાખો. જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યાર બાદ પાણીની મદદથી વાળને ધોઈ લો. આ પ્રયોગ કરવાથી તમારા વાળમાં રહેલ ખોડો દૂર થઈ જશે અને તમને ખોડાની સમસ્યાથી છુટકારો મળી જશે.

સફેદ વાળ માટે

ઓછી ઉંમરમાં જો તમારા વાળ સફેદ થવા લાગ્યા છે તો આ વાળને તમે ફરીથી કાળા કરવા માટે વાળ પર જામફળના પાનની પેસ્ટ લગાવી લો. તમે જામફળના પાનની પેસ્ટમાં મીઠા લીમડાનો પાઉડર મિક્સ કરી લો. પછી આ પાવડરની અંદર ગરમ પાણી ઉમેરી દો. એક કલાક માટે આ પેસ્ટને વાળમાં પર રહેવા દો અને જ્યારે તે સુકાઈ જાય છે ત્યારે શેમ્પૂની મદદથી વાળને ધોઈ લો. સપ્તાહમાં ત્રણ વખત આ પેસ્ટને વાળમાં લગાવવાથી સફેદ વાળ ઓછા થવા લાગશે અને વાળ કાળા થઇ જશે.

ખરતા વાળને રોકવા માટે

ખરતા વાળને રોકવા માટે તમે જામફળના પાનના પાઉડરમાં આમળાનું તેલ મિક્સ કરી એક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને વાળમાં ૩૦ મિનિટ સુધી લગાવી રાખો. ૩૦ મિનિટ બાદ વાળને શેમ્પૂથી ધોઇ લો. નિયમિત રૂપથી આ પેસ્ટ વાળમાં લગાવવાથી વાળ ખરવાનું બંધ થઈ જશે અને તમારા વાળ વધવા લાગશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here