જલ્દી બદલી જશે બધાના મોબાઇલ નંબર, ૧૧ આંકડાના થશે નંબર, જાણો તેની સાથે જોડાયેલી વાતો

0
135
views

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ દેશમાં મોબાઇલ નંબરિંગ સ્કીમ (Mobile Numbering Scheme)ને બદલવાનો વિચાર કર્યો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ટ્રાય દ્વારા હાલના ફોન નંબર ના ૧૦ આંકડા ને બદલે ૧૧ આંકડા કરવા વિશે લોકો પાસેથી સલાહ માંગી છે. ટ્રાય દ્વારા આ વિશે એક ચર્ચા પત્ર જાહેર કરવામાં આવેલ છે જેનું ટાઈટલ છે “એકીકૃત અંક યોજનાનો વિકાસ”.

આ યોજના મોબાઇલ અને લેન્ડલાઈન બંને પ્રકારોની લાઇન માટે છે. વધતી જતી વસ્તી અને સાથે ટેલિકોમ કનેક્શનની માંગને પહોંચી વળવા માટે અને જરૂરિયાતોને જોતા આવું પગલું ભરવું પડે તેમ છે. ચાલો જાણીએ તેની સાથે જોડાયેલી અમુક બાબતો.

  • ટેલિકોમ કનેક્શનમાં વધી રહેલ ડિમાન્ડ તેનું મુખ્ય કારણોમાંનું એક છે.
  • હકીકતમાં ટ્રાય એવા ઘણા ઓપ્શન પર કામ કરી રહી છે જેમાં મોબાઈલ નંબર સિસ્ટમને બદલવું પણ સામેલ છે.
  • હાલમાં ૯, ૮, અને ૭ થી શરૂ થતાં મોબાઇલ નંબરની સાથે અંદાજે ૨૧૦ કરોડ નવા ટેલિકોમ કનેક્શન આપી શકાય તેમ છે.
  • વર્ષ ૨૦૫૦ સુધીમાં દેશમાં હાલમાં રહેલ નંબર સિવાય અંદાજે ૨૬૦ કરોડ નવા નંબરોની જરૂર પડવાની છે. જણાવી દઈએ કે સરકાર મશીનો વચ્ચે પારસ્પરિક ઇન્ટરનેટ સંપર્ક માટે તે અંકોવાળી નવી નંબર શૃંખલા પહેલાથી જ શરૂ કરી ચૂકી છે.

  • આ પહેલા ભારતે પોતાના નંબરિંગ સિસ્ટમને બે વખત બદલાવેલ છે, જે ૧૯૯૩ અને ૨૦૦૩ માં થયેલ હતું. તે સમયે ૨૦૦૩ માં નંબરિંગ પ્લાનથી ૭૫ કરોડ નવા ફોન કનેક્શન ક્રિએટ કરવામાં આવેલ હતા. જેમાંથી ૪૫ કરોડ સેલ્યુલર અને 30 કરોડ લેન્ડલાઇન ફોન નંબર સામેલ હતા.
  • ટ્રાયનું માનવું છે કે મોબાઈલ કનેક્શનની વધતી જતી સંખ્યાને કારણે ૧૦ ડિજિટ વાળા મોબાઈલ નંબરની હાલની વ્યવસ્થાને બદલવાનો સમય આવી ગયો છે.
  • ફક્ત મોબાઈલ જ નહીં પરંતુ ફિક્સ લેન્ડલાઈન નંબર પણ ૧૦ ડિજિટમાં બદલવામાં આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here